વારંવાર કાન ગરમ થવા પાછળ હોય છે આવા કારણો, જાણો તેના લક્ષણો, કારણો અને ઘરેલું ઈલાજ.

ઘણી વખત આપણા કાન એકદમ ગરમ થઈ જાય છે. આવું કાનમાં ઇન્ફેકશન અથવા સખતનો તડકો લાગવાના કારણે પણ થઈ શકે છે. કાનમાં થનાર આ પરેશાનીનો ઈલાજ આપણે સમય રહેતા કરી લેવો જોઈએ, નહિ તો આ તકલીફ વધી શકે છે. કાન લાલ થવાની સાથે દુઃખાવો અથવા સોજો પણ થઈ શકે છે. તેનો ઈલાજ તમારે ડોક્ટર પાસે કરાવવો જોઈએ. આજે આ લેખમાં અમે તમને કાનના ગરમ થવાના કારણ, લક્ષણ અને અમુક ઈલાજ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

કેવી રીતે ખબર પડે છે કે કાન ગરમ થઈ ગયા છે ? :

કાનમાં ઇન્ફેકશનને કારણે પણ તમને કાનમાં ગરમાહટનો અનુભવ થાય છે. કાનમાં ગરમાહટની સાથે દુઃખાવો અને રિસાવ, સાંભળવામાં મુશ્કેલી, જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો સખ્ત તડકાને કારણે તમારા કાન ગરમ થાય છે તો કાન ગરમ થવાની સાથે લાલ પણ થઈ જશે.શા માટે કાન ગરમ થાય છે ? :

ઉનાળામાં ગરમીના કારણે કાન ગરમ થઈ શકે છે. ગરમ અને ઠંડી હવા અથવા વાતાવરણના કારણે પણ તમારા કાન ગરમ થઈ શકે છે. તમે માનશો નહિ પણ માનસિક સ્થિતિની અસર પણ કાન પર પડે છે. જો તમે વધુ પડતા ગુસ્સે થાવ છો અથવા તમને એન્ગ્જાઈટી અનુભવો છો તો પણ કાન ગરમ થઈ શકે છે.

વાયરસ અથવા બેક્ટેરિયાના ઇન્ફેકશનથી પણ કાન ગરમ થઈ શકે છે. હાર્મોન્સમાં બદલાવના કારણે પણ કાન ગરમ થઈ શકે છે. મેનોપોજ અથવા કીમોથેરેપી દરમિયાન પણ કાન ગરમ થઈ શકે છે.કાન ગરમ થવાની સમસ્યાથી કેવી રીતે બચી શકાય છે ? :

જો તમે કાન ગરમ થવાની સમસ્યાથી બચવા માંગતા હો તો કાનની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. કાનમાં જામેલ મેલના કારણે પણ ઈયર ઇન્ફેકશન થઈ શકે છે. જેના કારણે કાન ગરમ થઈ જાય છે. અથવા કાનની સાફ-સફાઈ માટે દર બે મહીને એક વખત ડોકટર પાસે તપાસ કરાવો.

કાનમાં દુઃખાવો છે તો તેલ નાખવાની ભૂલ ન કરો, પરંતુ લખેલ ઈયરડ્રોપનો ઉપયોગ કરો. કાનમાં ખંજવાળ આવી રહી છે તો સાફ કરવા માટે અણીદાર વસ્તુનો ઉપયોગ ન કરો, તેનાથી કાનની અંદરની નસ ખરાબ થઈ શકે છે. કાન ગરમ થવાથી બચવા માટે તમારે કાનને સંક્રમિત મુક્ત રાખવા જોઈએ. આ માટે ખાસ ધ્યાન રાખો કે કાનમાં પાણી ન જાય.વધુ સમય સુધી ગીતો સાંભળવાથી અથવા ફોન પર વાત કરવાથી બચવું જોઈએ. ફોનનો બાથરૂમાં ઉપયોગ ન કરો, નહિ તો તમારા કાન સુધી ઇન્ફેકશન પહોંચી શકે છે. આ રીતે જો તમે પોતાના કાનની રેગ્યુલર સફાઈ રાખશો તો કાનમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન નહિ લાગે અને તમે પોતાના કાનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment