અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ ન કરવા આ કામ તેનાથી બાળક પર આવી શકે છે મુસીબતો.
મહિલા જ્યારે પહેલી વાર ગર્ભવતી થાય છે ત્યારે અનેક લોકો તેને સલાહ અને સૂચનો આપવાનું ચાલુ કરી દે છે. જેથી તે મહિલા ખુબ જ ગભરાઈ જાય છે અને કોની સલાહ માનવી અને કોની નહિ તે સમજી શકતી નથી. તેથી આજે અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ શું ન કરવું જોઇએ. તો ચાલો જાણીએ કે ગર્ભવતી મહિલાએ શું ન કરવું જોઇએ.
આમ તો મિત્રો આપણા ભારતમાં ગર્ભવસ્થા એ કોઈક બીમારીના સ્વરૂપમાં હોય તેવુ માનવામાં આવે છે. પરંતુ એમ ન હોવું જોઈએ ગર્ભવસ્થા એક સુખદ અનુભવ હોવો જોઈએ.
મિત્રો જ્યારે મહિલા ગર્ભ અવસ્થામાં આવે છે ત્યારે મહિલાએ અનેક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે તે સમયે મહિલા જે કંઈ પણ કરે છે તેની સીધી અસર તેના ગર્ભમાં રહેલ બાળક પર પડે છે. ત્યારે જ તો ગર્ભાવસ્થામાં મહિલાને સારા વિચાર અને અનેક સાર સંભાળ રાખવાની જરૂર હોય છે.
મેડીકલ સાયન્સ સહિત વાસ્તુ શાસ્ત્રમાં પણ અમુક નિયમો જણાવેલા છે તે નિયમોનું પાલન કરવાથી સંસ્કારી અને સૌભાગ્યશાળી બાળકનો જન્મ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગર્ભવતી મહિલાએ કદી પણ દક્ષિણ દિશામાં સૂવું ન જોઈએ. આ દિશામાં સૂવું એ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં સૂવાથી ગર્ભવતી મહિલાને સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર થાય છે.
બીજું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પગથિયાં નીચેનો રૂમ નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. જ્યાં ગર્ભવતી મહિલાએ કદી પણ ન રહેવું જોઈએ. ગર્ભવતી મહિલાએ કદી પણ ખુબ જ ઘાટા રંગના કપડા જેવા કે લાલ, કાળા, ભૂરા ન પહેરવા અને માત્ર આછા રંગના કપડા જેવા કે સફેદ, ગુલાબી કપડા પહેરવા જોઈએ.
ગર્ભવતી મહિલાએ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુથી બની શકે તો દૂર જ રહેવું. જેમ કે લેપટોપ, મોબાઈલથી દૂર રહેવું કારણ કે તેમાંથી નીકળતા radius કિરણો એ બાળક પર માનસિક રીતે અસર કરે છે.
જે ઘરમાં ગર્ભવતી મહિલા હોય તે ઘરના મધ્ય ભાગ ખાલી રાખવો જોઈએ. ભારે ફર્નિચર ત્યાં મધ્યભાગમાં હોવાથી નકારાત્મક ઉર્જા થઈ શકે છે.
આ સિવાય ગર્ભવતી મહિલા એ જે રૂમમાં રહે છે તેની દીવાલનો રંગ ખુબ જ ઘાટો ન હોવો જોઈએ. જો તેવા હોય તો તેને બીજે રહેવું જોઈએ અને બીજી વાત એ પણ કે ગર્ભવતી મહિલાએ જ્યાં અંધકાર હોય ત્યાં બેસવું ન જોઈએ. તેને અંજવાળામાં જ રહેવું જોઈએ અને પ્રાકૃતિક હવા મળતી હોય ત્યાં રહેવાનું વધારે પસંદ કરવું જોઇએ. ગર્ભવતી મહિલાએ કદી પણ ખુબ વધુ ગરમ પાણીથી નહાવું ન જોઈએ. કારણ કે જો ગર્ભવતી મહિલાના શરીરનું તાપમાન વધી જાય તો ગર્ભમાં રહેલ બાળકને સંપૂર્ણ પોષક તત્વો મળતા નથી.
આમ તો ગર્ભવતી મહિલાએ ફળો અને જ્યુસનું સેવન કરવું જોઇએ. પરંતુ ગર્ભવતી મહિલાએ ફળના જ્યુસનું અતિસેવન કરવું ન જોઈએ. કારણ કે તે જ્યૂસમાં સુગરનું પ્રમાણ ખુબ ઓછું હોય છે અને ફાઇબરયુક્ત પોષક તત્વો ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે.
તો મિત્રો આ બાબતો ગર્ભવતી મહિલાએ ધ્યાન રાખવાની હોય છે જેથી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મે અને તેની સાથે બાળક સંસ્કારી અને સૌભાગ્યશાળી બને છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી