સીનીયર સીટીઝન માટે એક નવી યોજના અંતર્ગત દર મહીને મળશે રૂપિયા 10,000.. તેના માટે બસ કરો આટલું

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સીનીયર સીટીઝન માટે એક નવી પેન્શન યોજના અંતર્ગત દર મહીને મળશે રૂપિયા 10,000..

મિત્રો આ યોજના છે “પ્રધાન મંત્રી વય વંદના યોજના” જે દરેક સીનીયર સીટીઝન માટે ખાસ છે. મિત્રો પહેલા આ યોજના 4 મે 2017 ના રોજ શરૂ કરી હતી અને તેની ડેડ લાઈન 4 મે 2018 સુધીની હતી પરંતુ તેમાં મોટો બદલાવ આવ્યો છે અને તે યોજનામાં નિવેશ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 સુધી કરી દેવામાં આવી છે.

આ યોજના 60 વર્ષ તેમજ 60 વર્ષથી વધુ  ઉમર ધરાવતા સીનીયર સિટીઝનો માટે છે. 60 વર્ષ બાદ વધુમાં વધુ કેટલી ઉમર હોવી જોઈએ તેની કોઈ વય મર્યાદા નથી.

બીજો મોટો બદલાવ એ છે કે આ યોજના અંતર્ગત પહેલા નિવેશ કરવાની વધુમાં વધુ રકમ 7.5 લાખ હતી જે વધીને થઇ ગઈ છે 15 લાખ અને અહીં પહેલા રૂપિયા 5000 પેન્શન આપવાનો નિયમ હતો જે રકમ વધીને થઇ ગઈ છે 10,000. આ યોજનામાં દશ વર્ષ સુધી 5000 કે 10,000 રૂપિયા દર મહીને પેન્શન મળશે અને દશ વર્ષ બાદ તમે ભરેલી પોલીસીની પૂરેપૂરી રકમ પણ તમને પાછી મળી  જશે

હવે આપણે પોલીસીની ટર્મ્સ અને કન્ડીશન જાણી લઈએ અને કંઈ રીતે રકમ મળશે તે પણ જાણી લઈએ. અહીં તમારે LIC ની ઓફિસે જઈને ફોર્મ ભરવાનું રહેશે અથવા તો LIC ની ઓનલાઈન વેબસાઈટ પરથી ફોર્મ ભરવાનું રહેશે.

અહીં તમારે સૌપ્રથમ પૂરેપૂરી રકમ ભરવાની રહેશે 7.5 લાખ અથવા તો 15 લાખ. ત્યાર બાદ તમને દશ વર્ષ માટે દર મહીને રૂપિયા 5000 થી 10,000 પેન્શન મળશે. હવે તમે તેમાં ત્રિમાસિક, માસિક, છ માસિક તથા વાર્ષિક જે રીતે પેન્શન મેળવવા માંગતા હોય તે રીતે મેળવી શકો છો. દશ વર્ષ સુધી પેન્શન મળશે ત્યાર બાદ દશ વર્ષ પૂરા થયા બાદ તમે જે રકમથી પોલીસી ખોલાવી હતી તે એટલે કે 7.5 લાખ અથવા 15 લાખ જે પણ ભરી હોય તે પૂરેપૂરી રકમ પરત મળી જશે.

હવે જો દશ વર્ષ પહેલા જ પોલીસી લેનાર સીનીયર સીટીઝનનું મૃત્યુ થઇ જાય તો જ્યાં સુધી તે જીવતા હોય ત્યાં સુધી તેને પેન્શન મળશે પરંતુ તેના મૃત્યુ બાદ પૂરેપૂરી રકમ તેમણે વારસદારમાં જેનું નામ લખેલું હોય તેને મળે છે.

આ યોજનાની ખાસ વાત એ છે કે તમને  કોઈ એવી પરિસ્થિતિ સર્જાય કે તમારે દશ વર્ષમાં અનાયાસે તે પૈસાની જરૂરીયાત ઉભી થાય છે તો તમે તે પોલીસીને વચ્ચેથી બંધ કરાવી શકો છો. પરંતુ તેમાં જે  રકમ પરત મળશે તે તમે ભરેલી છે તેના 98% રકમ જ પરત મળશે.

ઉદાહરણ તરીકે તમે 7.5 લાખ રૂપિયાથી પોલીસી ખોલાવી છે હવે તમને તેમાં દર મહીને 5000 પેન્શન મળી રહ્યું છે આ રીતે પાંચ વર્ષ ચાલ્યું આવે છે પરંતુ પાંચ વર્ષ પછી અચાનક જ તમારે પૈસાની ઘરમાં આકસ્મિક જરૂરીયાત ઉભી થાય છે તો તમને પોલીસી બંધ કરાવશો તો 7,35,000 પરત મળશે પૂરેપૂરા 7.5 લાખ નહિ મળે. એટલે તમને 15000 રૂપિયા ઓછા મળશે. પરંતુ મિત્રો તો પણ તમે ખોટમાં નહિ જાઓ કારણ કે તમને પાંચ વર્ષ સુધી દર મહીને 5000 રૂપિયા પેન્શન મળેલું છે તેની ગણતરી કરો(5000* 12=60,000; 60,000* 5=3,00,000 )તો તે 15000 થી ઘણી વધારે છે.

તો જે સીનીયર સીટીઝન પાસે પૈસા પડ્યા છે અને સમજાતું નથી કે ક્યાં રોકાણ કરવા તો અહીં આ યોજનામાં પણ રોકાણ કરી શકે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment