સુંદર અને સ્વસ્થ વાળ માટે લોકો ઘણા બધા પ્રકારના ઉપાયો અજમાવે છે. અને ખૂબ જ મોંઘી બ્રાન્ડની વસ્તુઓ ખરીદીને અલગ અલગ રીતે વાળમાં લગાવે છે. પરંતુ તમારી આસપાસ કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ છે. જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને તમે તેનો આસાનીથી ઉપયોગ કરી શકો છો. અને એવી જ એક વસ્તુ છે બટાકા. બટાટામાં વિટામિન બી, વિટામીન સી, ઝીંક, આયર્ન અને નિયાસિન જોવા મળે છે. જે વાળની ઘણી બધી સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ બની શકે છે.
ખરેખર તે જ્યાં વાળની જડ માટે પોષક તત્વો નું કામ કરે છે. ત્યાં જ ડેન્ડ્રફ અને સકાલ્પ ઇન્ફેક્શનને ઓછુ કરવા માટે મદદ કરે છે. તે સિવાય વાળમાં બટાકા ના ફાયદા બીજા ઘણા બધા જોવા મળે છે. તો આવો જાણીએ પહેલા તેને ઉપયોગ કરવાની રીત ત્યારબાદ જાણીશું તેના ફાયદા.
વાળ માટે બટાકાના ફાયદા
1 લાંબા વાળ માટે બટાકા નુ પાણી
જો તમને તમારા વાળ લાંબા કરવા છે. તો તમે બટાકા નું પાણી તમારા વાળમાં લગાવી શકો છો બટાકા માં મળતું વિટામીન બી, વિટામીન સી, ઝીંક, નિયાસિન અને આયર્ન વાળના રોમને પોષણ આપવાનું કામ કરે છે. અને વાળના વિકાસને વધારો આપે છે. તેનાથી વાળ ની જડ મજબૂત થાય છે. અને તમારા વાળ અંદરથી સારા રહે છે. આવી રીતે વાળને લાંબા કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તે સિવાય બટાકા નો અર્ક રોમછિદ્રો ના બ્લોકેજ ને દુર કરવા માટે મદદરૂપ થાય છે. તેનાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. અને તમારા વાળ લાંબા રહે છે.
તેની માટે બટાકા ને કાપી ને તેને પાણીમાં ઉકાળો અને ત્યારબાદ આ પાણી તમારા વાળ પર લગાવો.
2 ઓઈલી વાળમાં બટાકા કાપીને લગાવો
બટાકાનો રસ સીબમ અને પરસેવા ને સુકવી ને માથાની ત્વચાને સાફ કરવામાં મદદ કરી શકે છે. તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, તેને લગાવવાથી સકાલ્પ સાફ રહે છે, જેનાથી વધારાનું તેલ ઉત્પન્ન થતું નથી. તે સકાલ્પને સાફ રાખીને વાળના રોમ ને ખોલે છે. જેનાથી વાળમાં વધારાના તેલને કારણે ખોડાની સમસ્યા ઊભી થતી નથી.
તેની માટે એક બટાકા ને કાપી ને સકાલ્પ અને વાળ ઉપર લગાવો. થોડા સમય સુધી તેને એમ જ રહેવા દો ત્યારબાદ લગભગ અડધા કલાક પછી વાળ ધુઓ.
3 ડર્મેટાઈટીસ માં અસરદાર બટાકાનો રસ
બટાકાનો રસ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે સકાલ્પ ને તેને સેબોરેહિક ડર્મેટાઈટિસ અને ડેન્ડ્રફ જેવા ચેપથી મુક્ત રાખે છે. તેની સાથે જ તેનું વિટામીન સી સકાલ્પ સંક્રમણની ઓછું કરવા માટે મદદ કરે છે. અને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ ખોડાને ઓછો કરવામાં મદદ કરે છે.
તેની માટે બે બટાકાને પીસીને તેનો રસ કાઢો અને તેને તમારા વાળ અને સકાલ્પ ઉપર લગાવો. તેને અડધો કલાક રહેવા દો અને ત્યારબાદ વાળને ધુઓ. આ રીતે દરરોજ તેનો ઉપયોગ કરવાથી તમારા વાળમાં ખોડાની સમસ્યા થશે નહીં. તે સિવાય તમે બટાકાના રસમાં લીંબુ મેળવીને સકાલ્પ ઉપર લગાવી શકો છો.
4 કન્ડિશનર ની જેમ ઉપયોગમાં લો બટાકા
બટાકાને પીસીને મુકો અને તેમાં મધ અથવા ઈંડુ ઉમેરો હવે તેને તમારા વાળમાં કન્ડિશનર ની જેમ લગાવો. તે વાળને સ્ટ્રેટ અને સુંદર બનાવવામાં મદદ કરે છે. તેની સાથે જ જો તમારા વાળ ખૂબ જ ટ્રાય અને ઘુંઘરાળા છે. તો તમે કન્ડીશનર માં એલોવેરા પણ ઉમેરી શકો છો. તે તમારા ઘુંઘરાળા વાળ ને સીધા કરવામાં મદદ કરશે તથા સીધા અને સુંદર બનાવશે.
5 બટાકા થી બનાવો હાઇડ્રેટિંગ હેર માસ્ક
જો તમારા વાળ ખૂબ જ ખરે છે. તેની માટે તમે હાઇડ્રેટિંગ હેર માસ્ક બનાવી શકો છો. તેની માટે એક બટાકાને છોલીને તેનો રસ સંપૂર્ણ રીતે બહાર કાઢો. આ રસમાં એલોવેરા જેલ અને નારિયેળ તેલ યોગ્ય રીતે મિક્સ કરો. હવે તેને દર અઠવાડિયામાં એક વખત હેરપેક ની જેમ લગાવો. તેનાથી ધીમે-ધીમે તમારા વાળ ખરતા બંધ થઈ જશે અને અંદરથી સ્વસ્થ રહેશે.
તે સિવાય વાળમાં શેમ્પૂ કરવા માટે તમે ચોખાનું પાણી, શિકાકાઈ પાઉડર અને બટાકાનો રસ ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. તે સકાલ્પ ઈન્ફેક્શનને દૂર કરે છે. અને તેનાથી તમારા વાળ મુલાયમ થઈ જાય છે. આ રીતે તમે આ તમામ ઉપાય અપનાવીને વાળ માટે બટાકાના રસનો ઉપયોગ કરી શકો છો,
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી