પીએમ મોદીએ આપ્યું મોટું બયાન ! કોરોના વેક્સીન દેશના દરેક લોકો માટે હશે ઉપલબ્ધ, પણ….

કોરોના વાયરસનું સંકટ દેશ અને દુનિયામાં બરકરાર છે. ભારતમાં આ સમયે કોરોનાની ઘણી વેક્સીન પર ટ્રાયલ ચાલી રહ્યું છે, આ બધા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ એક મોટું બયાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે ભારતમાં કોવિડ-19 ની વેક્સીન ઉપલબ્ધ થશે, તો દરેક નાગરિકને વેક્સીન આપવામાં આવશે, કોઈ પણ વ્યક્તિ બાકી નહિ રહે.

એક અંગ્રેજી અખબારને ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રીએ કોરોના વેક્સીનને લઈને ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીનના સવાલ પર કહ્યું કે, હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે દેશમાં વેક્સીન ઉપલબ્ધ થશે, કે દરેકને વેક્સીન આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ બાકી નહિ રહે. કોરોના સંકટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં સરકાર દ્વારા યોગ્ય સમયે લીધેલા નિર્ણય અને લોકોની મદદથી ઘણા જીવો બચી ગયા છે. લોકડાઉન કરવા અને પછી અનલોકની પ્રક્રિયામાં જવાની પ્રક્રિયાનું ટાઈમિંગ પૂરી રીતે યોગ્ય સાબિત થયું છે.

ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસનું સંકટ હજુ પણ ચાલી રહ્યું છે, તેવામાં લોકોએ સાવધાની રાખવી જોઈએ. તહેવારના દિવસોમાં લોકોનું વધુ સતર્ક રહેવું જરૂરી છે, આ સમયે કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખવી જોઈએ.તમને જણાવી દઈએ કે, ભારત સરકાર તરફથી અત્યારથી જ વેક્સીન વિતરણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેનાથી સમય આવે ત્યારે પુરા દેશમાં વેક્સીન ઉપલબ્ધ કરવામાં આવે. એક અનુમાન અનુસાર, સરકારે શરૂઆતમાં તૌર પર દેશવાસીઓને વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે 50 હજાર કરોડ રૂપિયા સુધીનું બજેટ રાખવામાં આવ્યું છે. એક વ્યક્તિને વેક્સીન આપવામાં લગભગ 385 રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

જો કે, અત્યારે આધિકારિક રીતે તેના વિશે એલાન કરવામાં નથી આવ્યું, તેમજ ભારત સરકાર તરફથી અન્ય પણ કોઈ પ્રકારના આધિકારિક પ્લાનની ઘોષણા કરવામાં નથી આવી. પરંતુ દેશમાં વૈજ્ઞાનિક લગાતાર વેક્સીન બનાવવાને લઈને કામ કરી રહ્યા છે અને વેક્સીનનું ટ્રાયલ પણ હવે આગળના સ્ટેજ પર પહોંચી ગયું છે.

ખરેખર તો, હાલમાં બિહાર વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં એલાન કર્યું હતું કે, સત્તામાં આવવા પર બધા જ બિહારવાસીઓએ મફતમાં કોવિડ વેક્સીન ઉપલબ્ધ કરાવશે. ત્યાર બાદ ઘણા પ્રકારના સવાલ ઉઠવા લાગ્યા હતા, રાજનીતિક દળોએ સરકારની કોવિડ વેક્સીન પ્લાન પર નિશાન સાધ્યું હતું અને ચુંટણી ફાયદા સાથે જોડ્યું હતું. જો કે, બીજેપીએ સફાઈ આપી હતી કે, ભારત સરકાર તરફથી આ પ્રકારે રાજ્ય સરકારને વેક્સીન આપવામાં આવશે. ત્યાર બાદ બીજેપી સરકાર રાજ્ય સરકારના સ્તર પર લોકો માટે મફત ઉપલબ્ધ કરાવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment