શિયાળામાં ફરવા માટે આ 6 દેશો છે ખુબ જ સુંદર અને મનમોહક સ્થળોથી ભરપુર… ઓછા ખર્ચે જ થઈ જશે વિદેશની ટુર…

મિત્રો આમ જોઈએ તો આ શિયાળો એ કુદરતને માણવાનો સમય છે. કેમ કે હજુ ચોમાસાની ઋતુ પૂરી થઇ હોય છે આથી તમને સર્વત્ર હરિયાળી જ દેખાય છે. તેમજ શિયાળાનું વાતાવરણ ખુશનુમા હોય છે, તેમાં ફરવાની પણ પોતાની અલગ જ મજા હોય છે. પણ જો તમે ઓછા બજેટમાં કોઈ એવા સ્થળની મુલાકાત લેવા માંગતા હો તો તમે આ 6 જગ્યાઓ પર જરૂરથી ફરી શકો છો. 

ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મળતા વૅકેશન સમયે મોટા ભાગે લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોય છે. આ જ કારણ છે કે દેશ-વિદેશના હરવા-ફરવાના સ્થળો આ સમયે ફુલ હોય છે. આ વખતની રજાઓને તમારું વિદેશમાં સેલિબ્રેટ કરવાનું મન હોય અને બજેટ બહાર જતું રહેતું હોય તો ચિંતા ન કરશો. અમે તમને કેટલાક એવા દેશ વિશે જણાવશુ જેનાથી તમારું વેકેશન તો શાનદાર થશે જ સાથે તે તમારા ખિસ્સા પર પણ ભારે નહીં પડે. જો તમે ચાહો તો આ વખતે શ્રીલંકા, ભૂટાન, વિયેતનામ, મ્યાનમાર, કમ્બોડિયા, થાઈલેંડ જેવા દેશોમાં જઈને રજાઓને શાનદાર રીતે માણિ શકો છો.

1) શ્રીલંકા : સમુદ્રથી ઘેરાયેલું શ્રીલંકા વેકેશન માણવા માટેની ખૂબ જ સુંદર જગ્યા છે. તે ઓછા બજેટમાં શિયાળુ વેકેશન માણવા માટેનો એક સારો એવો વિકલ્પ બની શકે છે. અહીના શાનદાર બીચ ઘણા જ ફેમસ છે. તે પ્રાકૃતિક રૂપથી ઘણો જ સમૃદ્ધ દેશ છે. તેમજ અહી તમને કુદરતી વાતાવરણનો સારો એવો અનુભવ પણ થાય છે. કમ્બોડિયા : ફરવા માટે જો તમે કમ્બોડિયા જવાનું પ્લાન બનાવી લીધું છે અને જો તમે જૂની જગ્યાઓ જોવાના શોખીન છો તો તમે ખૂબ જ સુંદર જગ્યા પસંદ કરી છે. આ દેશ ઘણા જ આશ્ચર્યજનક અને અજોડ નજારાઓથી ભરપૂર છે. અહી આવેલું અંગકોર વાટ મંદિર ઘણું જ મહત્વપૂર્ણ છે. આમ તમે શિયાળામાં અહી ફરવા આવી શકો છો. 

2) મ્યાનમાર : આ દેશમાં જો વેકેશન માણવાનું પ્લાનિંગ કરો છો તો અહીના ઘણા પ્રાચીન સ્થળોને એન્જોય કરી શકો છો. આ દેશનો અનુઠો ઇતિહાસ અને સંસ્કૃતિ ટુરિસ્ટને ઘણા આકર્ષિત કરે છે.

3) થાઈલેંડ : એશિયાના સૌથી ફેમસ ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે થાઈલેંડ. આ સ્થળ પાર્ટીઓ કરવાની સાથે જ બીચ પર એકલા સમય વિતાવવા માટે પણ યોગ્ય ગણાય છે. અહી ફરવા માટે ઘણા જ અમેજિંગ ડેસ્ટિનેશન છે. અહીનું ભોજન પણ ઘણું જ વખણાય છે.

4) ભૂટાન : હિમાલયના ખોળામાં આવેલો ભૂટાન દેશ ઘણા કારણોથી એક મોડેલ કન્ટ્રી બન્યો છે. આ દેશ માટે પર્યટકોને પણ ઘણી રુચિ રહેલી છે. અહી રજાઓ માણતા એવી ઘણી વાતો જાણવા મળે છે જેના વિશે કદાચ તમે કશું જ જાણતા નહીં હોય. આ ઓછા બજેટની યાત્રા છે.

5) વિયેતનામ : ઓછા બજેટમાં વિયેતનામમાં રજાઓ માણવી એ પણ એક સરસ ઓપ્શન બની શકે છે. અહી સાંસ્ક્રુતિક નજારાઓ જોવા જેવા છે, ટ્રાવેલર્સની વચ્ચે અહી એશિયામાં એક ઘણું જ પોપ્યુલર ડેસ્ટિનેશન છે. અહીના અદ્ભુત ગામ, બીચ અને શહેરોનો આનંદ લેવા જેવો છે.

આમ તમે આ સ્થળો પર ખુબ જ ઓછા બજેટમાં શિયાળાનું વેકેશન ગાળી શકો છો. જો તમારે શિયાળુ વેકેશન પ્લાન કરવું છે પરંતુ તમે બજેટની ચિંતાને લઈને તમારો પ્લાન મનમાં જ માંડી વાળ્યો હોય તો દુખી થવાની જરૂર નથી. કેમ કે ઓછા બજેટમાં પણ તમે આવા સ્થળોએ તમારું સુંદર વૅકેશન માણી શકશો. તો જલ્દી જ પ્લાન કરી લો આ વખતે રજાઓ માણવા ક્યાં જઇ રહ્યા છો તમે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment