શરીરની આટલી તકલીફ માં એલચી કે એલચી વાળી ચા પીવામાં રાખજો સાવચેતી.. નહીં તો પસ્તાશો

મિત્રો આપણે ત્યાં એલચીનું ખુબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને રસોઈમાં કોઈ પણ વાનગીનો સ્વાદ વધારવા માટે એલચી ખુબ ઉપયોગી છે. તેમજ તમે એલચીને અમુક ધાર્મિક કાર્યમાં પણ વાપરી શકો છો. તેમાં અનેક રોગોને દુર કરવાના ગુણ રહેલા છે. પરંતુ એલચીનો વધુ પડતો ઉપયોગ તમને નુકસાન કરી શકે છે. આથી જે લોકો અમુક પ્રકારના રોગોથી પીડિત છે તેમણે તો ખાસ કરીને એલચીનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

એલચી એ તેની ખુશ્બુથી ઓળખવામાં આવે છે. આજે દરેક લોકો એલચીનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરતા જ હોય છે. એલચીમાં બે પ્રકારની જાત આવે છે. એલચીને ગરમ મસાલામાં પણ ઉમેરવામાં આવે છે. પણ તમને ખબર છે કે, એલચીના ફાયદા પણ છે અને તેના ગેરફાયદા પણ છે તો ચાલો તેના ગેરફાયદાઓ વિશે જાણીએ.એલચીનો દરેક ઘરમાં ઉપયોગ થાય છે. આ ખુશ્બુદાર મસાલાને  કેટલીક વાનગીમા મિક્સ કરવામાં આવે છે. તેને મીઠાઈથી લઈને ચા માં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં ગરમ મસાલાથી લઈને વનસ્પતિની ગ્રેવીમાં એલચી ઉમેરવામાં આવે છે. આ સિવાય બિરયાની તો તેની વગર અધૂરી છે. પણ તમે જાણો છો કે, વધુ પડતી એલચીનો ઉપયોગ નુકસાનકારક છે. એલચી તેની સુગંધ અને સ્વાદ માટે ખુબ જ જાણીતી છે પરંતુ તે તમારા સ્વાસ્થય પર ખરાબ અસર પણ કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે, કેવી રીતે એલચી આરોગ્યને નુકશાન પહોંચાડે છે.

એલચીને કોઈ પણ વાનગીમાં ઉમેરવાથી વાનગીનો સ્વાદ વધી જાય છે. ભારતમાં મીઠાઈથી લઈને પુલાવ અને બિરયાનીમાં પણ એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. તમે રસોડામાં બે પ્રકારની એલચી જોય હશે. તેમાં એક નાની એલચી અને બીજી મોટી એલચી હોય છે. નાની એલચી લીલા રંગની હોય છે જ્યારે મોટી એલચી કાળા રંગની હોય છે.નાની એલચીને મોં ફ્રેશનર તરીકે પણ ખાવામાં આવે છે જ્યારે અમુક લોકો તેને ચા માં નાખીને પણ પીવે છે. પણ લીલી એલચીના કેટલાક નુકશાન પણ છે. એલચીમાં ઔષધીય ગુણ હોવા છત્તા પણ તે ગેર ફાયદાકારક છે.

ગર્ભવતી મહિલાઓને એલચીનો ઉપયોગ એ સીમિત માત્રામાં કરવો જોઈએ. તેનાથી કસુવાવડ પણ થઈ શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને પછી જ એલચીનો ઉપયોગ કરવો જોઈએ. એલચીની તાસીર ઠંડી હોવાથી તે ગર્ભવતી મહિલાને આપવામાં નથી આવતી.જો તમને પથરી હોય તો એલચી ન ખાવી જોઈએ. એલચીના દાણા એ પથરી પર વધારે અસર કરે છે. જો તમને પથરી છે તો તેને ખાતા પહેલા ડોક્ટરની સલાહ તુરંત લેવી જોઈએ. તેમજ એલચી એ પથરીની તકલીફ વધારી શકે છે. આથી એલચીનું બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ.

એલચી ખાતા પહેલા સ્કીનની સમસ્યા વાળા લોકોએ સાવધાન રહેવું જોઈએ. એલચીનો જો આ લોકો ઉપયોગ કરે છે તો તેને ત્વચા પર ફોડલા અને એલર્જી જેવી સમસ્યા ઊભી કરે છે. આથી સ્કીનની સમસ્યાથી પીડાતા લોકોએ એલચીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.ઉધરસ જેવી સમસ્યા વાળા લોકોએ એલચી ન ખાવી જોઈએ. તેનાથી ઉધરસ વધી શકે છે. કારણ કે એલચીની તાસીર ઠંડી હોય છે તેથી ઉધરસ વધવાના ચાન્સ વધે છે. જો કે તમે ડોક્ટરની સલાહ અનુસાર એલચીનો ઉપયોગ કરી શકો છો.જો એલચી ખાવાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે તો તમને એલચીથી એલર્જી છે. આવા લોકોએ પણ એલચીનું સેવન ન કરવું જોઈએ.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment