કોરોનાને હરાવવા માટે પતંજલિએ બનાવી આયુર્વેદિક દવા, કરવામાં આવ્યું તેનું લોન્ચિંગ.

આખી દુનિયામાં હાલ કોરોનાની આ મહામારીએ અફડાતફડી મચાવી દીધી છે. તો બીજી તરફ આખી દુનિયા કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે અગણિત કોશિશ કરી રહી છે. કેમ કે તો તેની વચ્ચે આપણા દેશમાંથી સારા સમાચાર આવી રહ્યા છે. બાબા રામદેવની પતંજલિએ આ કોરોનાની વેક્સિનને મંગળવારના રોજ લોન્ચ કરવા જણાવ્યું હતું. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી આ લેખમાં. 

તો મિત્રો કોરોના વાયરસના ઈલાજ માટે આખી દુનિયા રાત-દિવસ એક કરીને કોશિશ કરી રહી છે. પરંતુ હાલ બાબા રામદેવની સંસ્થા એટલે કે પતંજલિ દ્વારા મંગળવારના રોજ કોરોના માટેની પહેલી એવીડેંસ બેસ્ટ આયુર્વેદિક દવા કોરોનિલનું પૂર્ણ વૈજ્ઞાનિક વિવરણ સાથે લોન્ચ કરવામાં આવી છે. 

તો કોરોના વાયરસના ઈલાજ માટેની દવા એટલે કે કોરોનિલ મંગળવારે રોજ બપોરના 1 વાગ્યે લોન્ચ કરવામાં આવી. જે હરિદ્વારમાં આવેલ પતંજલિ યોગ પીઠના આચાર્ય બાલકૃષ્ણએ લોન્ચ કરી. તો આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા. કંપનીના જણાવ્યા અનુસાર આખી દુનિયાભરમાં મહામારી ફેલાયા બાદ તેના વૈજ્ઞાનિકો આ દવાને તૈયાર કરવામાં લાગી ગયા હતા. આ દવા વિશેષ ફોર્મ્યુલાથી બનાવવામાં આવી છે, અને કંપનીનો એવો દાવો છે કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ આયુર્વૈદિક દવાથી 80% કોરોના દર્દી સ્વસ્થ થઈ ગયા છે. 

તો કોવિડ-19 ના રોગીઓ પર રેંડમાઈઝ્ડ પ્લેસબો નિયંત્રણ ક્લિનિકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે. તો પતંજલિ જણાવે છે કે અમે 11 જુને દવાને તૈયાર કરી લીધી હતી. પરંતુ આ દવાને કેવી રીતે અને કેમ તૈયાર કરવામાં આવી તેનો કોઈ ખુલાસો નથી થયો. તો પતંજલિ યોગ પીઠના આચાર્યએ આ દવા વિશે પછી જાણકારી આપવાનો દાવો કર્યો હતો. 

તો પતંજલિ યોગ પીઠ તરફથી એક સુચના પણ જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તમને જણાવતા અમને ખુશી થાય છે કે, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોરોના વાયરસના ઇલાજમાં પ્રમુખ સફળતા દેખાડશે અને જેમ કે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો તે અનુસાર તેનો ખુલાસો પણ કરવામાં આવશે. તો આ દવાના ટ્રાયલમાં ડોક્ટરોની ટીમ, શોધકર્તા, અને ડોક્ટરોની ટીમ પણ હાજર રહી હતી.

આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસની આ ખાસ આયુર્વેદિક દવાને તૈયાર કરવા માટે શાસ્ત્રો અને વેદોને વાંચીને તેને વિજ્ઞાનના ફોર્મ્યુલામાં ઢાળવામાં આવી છે. તેના જ પરિણામ સ્વરૂપે આ આયુર્વેદિક દવાને તૈયાર કરવામાં આવી છે. આ શોધ સંયુક્તરૂપે પતંજલિ રીચર્સ ઇન્સ્ટીટયુટ, હરિદ્વાર એન્ડ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ જયપુર દ્વારા કરવામાં આવી છે. આ દવાનું નિર્માણ દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદિક લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

Leave a Comment