ફળો આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ફળ આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. આવા ફળોમાં એક પપૈયું છે જે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર છે. પપૈયાને આપણે પેટ સાફ કરવા માટે ખાઈએ છીએ, અને તેના બીજને સમજીયા વિચાર્યા વગર કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ, તમને જણાવી દઈએ કે પપૈયાના બીજમાં પણ પપૈયા જેટલા જ ફાયદા ઉપલબ્ધ હોય છે.
પાંચ પપૈયા ના બીજ ખાવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઇન્ફેક્શન જેવી પાંચ ગંભીર બીમારીઓ દૂર થાય છે.પરંતુ આયુર્વેદિક એક્સપર્ટ પ્રમાણે કેટલાક લોકોને પપૈયાના બીજને ખાવાથી આડ અસર પણ થઈ શકે છે તેથી તેઓએ આનાથી દૂર રહેવું જોઈએ.પપૈયાના બીજમાં શું હોય છે?:- હેલ્થ લાઈન પ્રમાણે પપૈયાના બીજમાં ફાઇબર હેલ્ધી ફેટની સાથે પોલિફેનોલ્સ અને લેવોનોઈડ્સ હોય છે. પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ એન્ટિઓક્સિડેન્ટની જેમ કામ કરે છે, જે હૃદયની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.
1) ડાયાબિટીસ:- પપૈયાના ફાયદાની જેમ જ તેના બીજ પણ ડાયાબિટીસની બીમારીને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમાં ફાઇબર હોય છે જે બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે. પપૈયાના બીજોમાં હાજર મોનોઅનસેન્ચ્યુરેટ ફેટ ને ધ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન સ્વાસ્થ્યવર્ધક માને છે અને ડાયાબિટીસના ડાયટમાં લેવાની સલાહ આપે છે.2) કોલેસ્ટ્રોલ:- પપૈયાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે સ્થૂળતાની સમસ્યાને દૂર કરે છે. જો તમે વેટ લોસ કરવા ઈચ્છતા હોવ તો આ હેલ્ધી બીજને દરરોજ ખાવ. તેની સાથે જ ફાઇબર અને હેલ્ધી ફેટ શરીરના ગંદા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે
3) ઇન્ફેક્શન:- આજકાલ લોકો વારંવાર ઇન્ફેક્શનની ઝપટમાં આવી રહ્યા છે. આ સમસ્યાથી બચવા માટે પણ પપૈયાના બીજ ખાઈ શકો છો. કારણ કે અનેક શોધોમાં જોવા મળ્યું છે કે પપૈયાના બીજ ખાવાથી ઇમ્યુનિટી વધે છે અને અનેક પ્રકારના ફંગસ અને પેરાસાઈટ બિનઅસરકારક થઈ જાય છે. ડોક્ટરના કયા પ્રમાણે પપૈયાના બીજ એપેન્ડિક્સના ઈલાજમાં પણ ફાયદાકારક છે.4) કિડની:- પપૈયાના બીજ કિડનીના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તેની અંદર એન્ટિઓક્સિડન્ટ હોય છે જે, કિડની ડેમેજ કરતા ઓક્સિડેટીવ સ્ટ્રેસને નષ્ટ કરે છે. આનાથી વૃદ્ધાવસ્થા સુધી કિડનીને સ્વસ્થ રાખી શકાય છે. એવું ઘણા બધા સંશોધનોમાં જોવા મળ્યું છે. જોકે તેના પ્રમાણમાં વધુ શોધની જરૂર છે.
5) કયા લોકોએ ન ખાવા જોઈએ પપૈયા ના બીજ:- પપૈયાના સાઈડ ઈફેક્ટ ની જેમ તેના બીજના પણ સાઈડ ઈફેક્ટ હોય છે. જો આને કોઈ ન્યુટ્રિશિયનિષ્ટ કે આયુર્વેદિક ડોક્ટરની સલાહ નજર અંદાજ કરીને વધુ પ્રમાણમાં ખાઈ લેવામાં આવે તો ગર્ભવતી મહિલાઓ અને પુરુષોને તેની આડ અસર સહન કરવી પડે છે. ગર્ભવતી મહિલાઓમાં આ ગર્ભપાતનું કારણ બની શકે છે. અને પુરુષોના સ્પર્મમાં નુકસાન પહોંચી શકે છે. બાળકોને દૂધ પીવડાવતી મહિલાઓએ પણ આનુ સેવન ન કરવું જોઈએ.
6) કેટલા અને કેવી રીતે ખાવા પપૈયાના બીજ:- આયુર્વેદિક એક્સપર્ટ પ્રમાણે એક દિવસમાં એક ગ્રામ થી પાંચ પપૈયાના બીજથી વધારે ખાવા ન જોઈએ. તમે પપૈયાના બીજ ને કાચા ગળી શકો છો. તેના સિવાય અનેક જગ્યાએ પપૈયાના બીજનું ચૂર્ણ બનાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી