હવે બદલાય ગઈ છે ATM માંથીપૈસા કાઢવાની રીત, પૈસા ઉપાડવા સમયે ગ્રાહકોને થશે આ ફાયદો.

મિત્રો જો તમે credit અને debit કાર્ડ ઉપયોગ કરતા હશો તો તમને ખ્યાલ હશે કે વિવિધ એટીએમ કાર્ડથી એટીએમ મશીનમાંથી પૈસા કેવી રીતે નીકળે છે. તો તમે આ આખી પ્રોસેસ જાણતા જ હશો. અને પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરો છો. પણ હવે SBI ના એટીએમમાંથી જે રીતે તમે પૈસા કાઢતા હતા તેની રીતે બદલાઈ ગઈ છે અને આ રીતથી જો તમે પૈસા કાઢશો તો તમને ઘણો ફાયદો થશે. ચાલો તો આ નવી રીત અંગે વિસ્તારથી જાણી લઈએ.

જો તમે આપણા દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહક છો તો તમારે આ રીત વિશે જાણવું ખુબ આવશ્યક છે. હકીકતમાં 18 સપ્ટેમ્બરથી SBI ના એટીએમથી પૈસા કાઢવાની રીત બદલાઈ ગઈ છે. આ નિયમથી ગ્રાહકોને ખુબ જ ફાયદો થશે. જાણવા મળતી માહિતી મુજબ SBI ના એટીએમ પરથી 10,000 રૂપિયા અથવા તો તેનાથી વધુ લેણદેણ માટે OTP આધારિત પૈસા કાઢવાની સુવિધા વધારી દીધી છે. બેંકની આ સુવિધા આજે એટલે કે 18 સપ્ટેમ્બર થી 24 કલાક મળી રહેશે.

પરંતુ આ સિવાય અમે તમને જણાવી દઈએ કે બેંકે આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના એટીએમ પરથી 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ રકમ માટે OTP આધારિત નીકાસીની સુવિધા રાત 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી શરૂ કરી હતી. આ સમયગાળામાં આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકાય છે.SBI ગ્રાહકોએ 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ રકમની નિકાસી માટે એટીએમ કાર્ડ પીનની સાથે પોતાનો રજીસ્ટર મોબાઈલ નંબર પર મોકલેલા ઓટીપીને દાખલ કરવામાં આવે છે. આવું તેણે પોતાની દરેક લેણદેણ માટે કરવું પડતું હતું. જ્યારે બેંકના કહ્યા મુજબ 24 કલાક ઓટીપી આધારિત એટીએમ નિકાસીની સુવિધાથી ગ્રાહક સાથે ફ્રોડ થતા અટકી જશે. આ સુવિધાથી SBI debit કાર્ડ ધારકોને દગાખોરીથી બચાવમાં મદદ મળશે.

આ ઉપરાંત SBI એ પોતાના દરેક ગ્રાહકોને પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનું અથવા તો અપડેટ કરવાનો આગ્રહ કર્યો છે. મતલબ એવો થયો કે, જો તમે પોતાની સુરક્ષા ચાહો છો તો રજીસ્ટર કરવું જરૂરી છે. આ સિવાય OTP આધારિત રૂપિયા ઉપાડવાની સુવિધા માત્ર SBI ના એટીએમ કાર્ડમાં જ ઉપલબ્ધ છે. જ્યારે બીજા ATM કાર્ડમાં આ સુવિધા વિકસિત કરવામાં નથી આવી.

Leave a Comment