મિત્રો તમે સરકાર દ્વારા ચાલતી અનેક યોજનાઓ વિશે જાણતા હશો. તેમજ તમે સરકારની ઘણી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા હશો. પરંતુ હજુ ઘણી એવી યોજનાઓ છે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હો. સત્તા પર આવતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015 માં દરેક વ્યક્તિને વિમાનો લાભ પહોંચાડવા માટે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજના (PMSBY) ની શરૂઆત કરી હતી. આ યોજના ખુબ જ સસ્તા પ્રીમિયમની સાથે જીવન વીમા પ્રદાન કરે છે.
સરકારનું ધ્યેય છે કે, PMSBY દ્વારા નિમ્ન વર્ગ વાળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે. કારણ કે તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા થાય છે. એટલે કે મહિનાના હિસાબે માત્ર 1 રૂપિયો પ્રીમિયમ લાગે છે. સરકારનું માનવામાં આવે તો આ યોજનાનું લક્ષ્ય લોકોને મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે છે.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે માહિતી : પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં વીમા ધારકનું એક્સિડન્ટમાં મૃત્યુ થવા પર અથવા પૂરી રીતે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. સ્થાયી રૂપથી આંશિક વિકલાંગ થવા પર 1 લાખ રૂપિયાનું કવર મળે છે. માત્ર 12 રૂપિયામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવો સંકટના સમયે પરિવારને એક આર્થિક સુરક્ષા અપાવે છે.
કેવી રીતે ભરવું પ્રીમિયમ ? : આ યોજનાનો લાભ 18 થી 70 વર્ષ સુધીના લોકોને મળી શકે છે. યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે બેંક ખાતું હોવું ખુબ જરૂરી છે. એક કરતા વધુ બેંક ખાતા હોવા પર માત્ર એક જ બેંકથી આ યોજનાનો લાભ લઈ શકાય છે. પ્રત્યેક વર્ષ પહેલી જુન અથવા તેના અગાઉ એક અઠવાડિયામાં ‘ઓટો ડેબિટ’ સુવિધાના માધ્યમથી તમારા ખાતામાંથી પૈસા કપાય છે.PMSBY માં ક્લેમ કરવાની રીત : દુર્ઘટનામાં વીમા ધારકનું અવસાન થવા પર પરિવારને 2 લાખ રૂપિયાની મદદ મળે છે. જ્યારે દુર્ઘટનામાં પૂરી રીતે વિકલાંગ થવા પર વીમા ધારકને 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. જ્યારે દુર્ઘટનાને કારણે આંશિક વિકલાંગતા પર 1 લાખ રૂપિયાની મદદ મળે છે.
પૂર્ણ વિકલાંગતા અથવા બંને આંખ અથવા બંને હાથ અથવા બંને પગ ખોવા પર, એક આંખ, એક હાથ અથવા એક પગની સ્થિતિમાં 2 લાખ રૂપિયાની આર્થિક મદદની વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની અંદર એનરોલમેન્ટ પીરીયડ 1 જુન થી 31 મેં સુધી હોય છે.આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : ખાતામાં પ્રીમિયમ રીન્યુ કરવા માટે પર્યાપ્ત બેલેન્સ ન હોવા પર પોલિસી રદ થઈ જશે. તેવામાં બધા ખાતા ધારક 31 મેં પહેલા આ સુનિશ્ચિત કરી લે કે, તેની વીમા પોલિસી રિન્યુ થઈ ગઈ છે. બેંક ખાતાથી વીમા પ્રીમિયમના પૈસા સીધા ડેબિટ થઈ જાય છે. આથી પોતાના ખાતામાં ઓછામાં ઓછી 12 રૂપિયાની રાશિ જરૂર રાખવી જોઈએ.
PMSBY ની જાણકારી અહીંથી મળી રહેશે : તમે PMSBY ક્લેમ ફોર્મ (http://www.jansuraksha.gov.in/Files/PMSBY/Hindi/ClaimForm.pdf) આ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. હિન્દી સિવાય અન્ય ભાષામાં ફોર્મ માટે આ લિંક (http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx) પર ક્લિક કરી શકો છો. વધુ જાણકારી માટે ટોલ-ફ્રી નંબર (1800-180-1111/1800-110-001) પર પણ સંપર્ક કરી શકો છો.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
આ આમ જરૂરી છે બહુજ રારસ આ યોજના છે
Upar nu lakheluj che