મિત્રો આજકાલ વાહનોને લઈને ઘણા નવા નિયમો અમલમાં આવ્યા છે. જેના કારણે હાલ લોકોને પોતાના વાહનને લઈને થોડી ચિંતા કરવી પડે છે. તમે ભલે બાઈક ચલાવતા હો કે પછી કાર, પણ અમુક નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે. જ્યારે તમે તે નિયમોનું પાલન નથી કરતા તો તમને તેનો દંડ થઈ શકે છે. આથી કોઈ પણ વાહન વિશે પુરતી માહિતી ભેગી કરી લેવી ખુબ જરૂરી છે. ચાલો તો આજે અમે તમને ગાડીને લગતા થોડા બીજા નવા નિયામો વિશે જણાવી દઈએ.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ બુધવારે કહ્યું છે કે, વિનિર્માણમાં ખામીને લઈને જો સરકાર તરફથી અનિવાર્ય રૂપથી વાહનને મંગાવવાનો આદેશ આપવામાં આવે છે. તો કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. આ વ્યવસ્થા એક એપ્રિલ 2021 થી લાગુ થશે. મંત્રાલયએ વિનીર્માંતાઓ દ્વારા વાહનોમાં ગડબડીને લઈને અનિવાર્ય રૂપથી તેને પાછા મંગાવવાનો નિયમ જાહેર કર્યો છે.
કરવું પડશે રિકોલ : મંત્રાલય એ કહ્યું છે કે, આ અધિસૂચિત કરવામાં આવે છે કે, જ્યાં કોઈ વિશેષ શ્રેણીના વાહનના મામલામાં વાહન પાછા મગાવવાના પોર્ટલ પર કુલ વેચાણની સામે એક ન્યુનતમ સંખ્યાથી વધુ ફરિયાદ આવે છે તો વિનિર્માતા પર તે વાહનોને ઠીક કરવા માટે અનિવાર્ય રૂપથી પાછા મંગાવવાનો નિયમ લાગુ થશે.
1 કરોડ સુધીનો દંડનો પ્રાવધાન : અધિસુચના અનુસાર વાહનોની સંખ્યા અને તેના પ્રકારના આધારે દંડ 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા થઈ શકે છે. કેન્દ્રીય મોટર વાહન કાનુન નીચે વાહનોના પરીક્ષણ અને અનિવાર્ય રૂપથી પાછા મંગાવવાના નિયમમાં દંડનું પ્રાવધાન છે. આ દંડ ત્યારે લાગે છે જ્યારે વિનિર્માતા અથવા આયાતક સ્વેચ્છાથી વાહન મંગાવવામાં વિફળ રહે છે. જો કે હાલ તેને લઈને કોઈ દંડ નથી થઈ રહ્યો.
આ વાહનો પર લાગુ થશે આ નવો નિયમ : નવા નિયમ તે વાહનો પર લાગુ થશે જે સાત વર્ષથી ઓછા જુના હોય. તેમાં વાહન અથવા સ્પેરપાર્ટ અથવા સોફ્ટવેરમાં તે ગડબડીને ખામી માનવામાં આવશે. જેનાથી સડક સુરક્ષાને લઈને જોખમ છે.
ગ્રાહકો માટે બનશે ફરિયાદ પોર્ટલ : સરકારનો ઈરાદો વાહન માલિકો માટે એક પોર્ટલ સ્થાપિત કરવાનો છે. જેથી કરીને તે પોતાની ફરિયાદ દર્જ કરી શકે. ફરિયાદના આધારે ઓટો કંપનીઓને નોટિસ મોકલવામાં આવશે. જેનો જવાબ 30 દિવસમાં આપવો પડશે. તમને જણાવી દઈએ કે, સડક સુરક્ષાને લઈને સરકાર ઘણી ગંભીર છે. સડક દુર્ઘટનામાં મોતની સંખ્યામાં 50% સુધીનો ઘટાડો આવવાની આ યોજના પર સડક પરિવહન મંત્રાલય કામ કરી રહી છે. આ પગલું પણ તે જ દિશામાં લેવામાં આવ્યું છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી