અનલોક-5 ની નવી ગાઈડલાઈન્સ જારી ! ખુલી જશે આટલી જગ્યાઓના તાળા અને ફરી ધમધમતા થશે આ ધંધા.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયએ અનલોક-5 ની ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. ગૃહ મંત્રાલયે નિર્દેશ અનુસાર અનલોક-5 માં સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સને 50% સીટ સાથે ખોલવાની અનુમતિ આપી છે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્કને ખોલવામાં આવશે. સ્વિમિંગ પુલ્સને ખેલાડીઓની ટ્રેનિંગ માટે ખોલવામાં આવશે. સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટીપ્લેક્સને લઈને જલ્દી સુચના અને પ્રસારણ મંત્રાલય ગાઈડલાઈન્સ જારી કરશે.

પરંતુ સ્કુલ ખોલવાનો ફેસલો રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. તેના માટે અભિભાવકોની રજામંદી પણ ખુબ જ જરૂરી હશે. સ્કુલ અથવા શૈક્ષણિક સંસ્થાન ખોલવાનો નિર્ણય સંબંધિત સંસ્થા, મેનેજમેન્ટનો હશે. તે નિર્ણય તત્કાલીન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જે સ્કુલ ઓનલાઈન ક્લાસ લઈ રહી છે, ત્યાં જો વિદ્યાર્થી સ્કુલમાં ન જાય અને ઓનલાઈન ક્લાસ ભરવા ઈચ્છે તો તેની પણ પૂર્ણ રીતે છૂટ હશે.

સામાજિક, શૈક્ષણિક, ખેલ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનૈતિક અને અન્ય કાર્યક્રમોમાં માત્ર 100 લોકોને જ શામિલ થવાની અનુમતિ હશે. એવા કાર્યક્રમોમાં કંટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને શામિલ કરવાની સખ્ત પાબંધી રહેશે. બંધ જગ્યાઓ ઓર 200 લોકોની ક્ષમતા વાળા હોલમાં અડધા લોકોને જવાની પરવાનગી હશે. એવી જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય હશે અને સોશિયલ ડિસ્ટન્સ કરવું, થર્મલ સ્કેનીંગ અને હેન્ડ વોશ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી હશે. ભારત સરકારે કંટેનમેન્ટ ઝોનમાં જારી સખ્ત લોકડાઉનને 31 ઓક્ટોબર સુધી વધારી દીધું છે. વ્યવસાયથી વ્યવસાય પ્રદર્શનીઓને 15 ઓક્ટોબરથી ખોલવાની અનુમતિ હશે, તેના માટે વાણીજ્ય વિભાગ દ્વારા SOP જારી કરવામાં આવશે.આ સિવાય ગૃહ મંત્રાલય દ્વારા સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ઉડાનો સિવાય પણ બધી જ પ્રકારની આંતરરાષ્ટ્રીય ઉડાનો પર હાલ પાબંધી રહેશે. રાજ્ય અને રાજ્યની બહાર કોઈ સામાન અથવા વ્યક્તિની કોઈ પણ પ્રકારની આવનજાવન રોક નહિ હોય, અને તેના માટે કોઈ અનુમતિ કે પાસ લેવાની પણ જરૂર નહિ હોય. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, બીજી બીમારીઓ પીડિત હોય એવા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખુબ જ જરૂર કામ હોય તો જ બહાર નીકળવું, બાકી તેને ઘરમાં રહેવાની જ સલાહ આપવામાં આવે છે.

અનલોકના આ ચરણમાં દુર્ગા પૂજા, નવરાત્રી, દશેરા જેવા ઘણા મોટા તહેવાર થવાના છે. તેવામાં સરકારની SOP માં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, લોકો કોરોના સંક્રમણના બચાવ ઉપાયોની સાથે તહેવારોને પણ હર્ષોલ્લાસ સાથે મનાવી શકે. તો મહારાષ્ટ્ર સરકારે કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારી દીધું છે. અનલોક-4 માં કેન્દ્ર સરકારે સ્કુલ ખોલવાને લઈને આંશિક છૂટ આપી હતી. 21 સપ્ટેમ્બરથી દેશભરમાં આંશિક રીતે સ્કુલ ખોલવામાં આવી રહ્યા છે, જો કે અત્યારે પણ મોટાભાગના રાજ્યોમાં સ્કુલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાન બંધ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.                                                      ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment