મિત્રો મહિલાઓનું શરીર એવી રીતે ઘડાયું છે કે તેના શરીરમાં દર ઉંમરના તબક્કે કોઈને કોઈ ફેરફાર જરૂર જોવા મળે છે. આથી તેના શરીરમાં ફેરફાર થવાથી ઘણા બદલાવ જોવા મળે છે. જયારે વધતી ઉંમરની સૌથી વધુ અસર મેટાબોલીજ્મ પર જોવા મળે છે. તે કમજોર થવાથી મહિલાના શરીરમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બીમારીઓ થઇ શકે છે.
મહિલાઓ માટે 30 વર્ષની ઉંમર ખુબ જ મહત્વ રાખે છે. આ ઉંમરમાં ઘરની દરેક જવાબદારીઓ અને માનસિક દબાણ વચ્ચે સંતુલન રાખવું ખુબ જ મુશ્કેલ હોય છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. 30 ની ઉંમર પછી શરીરમાં ઘણા પ્રકારના હાર્મોનલ બદલાવ પણ થાય છે. આથી જ હેલ્થ એક્સપર્ટ મહિલાઓને 30 ની ઉંમર પછી 5 પ્રકારના ટેસ્ટ કરાવવા માટે કહે છે.
1) કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ : કમ્પ્લીટ બ્લડ કાઉન્ટને CBC પણ કહેવાય છે. આ એક બ્લડ ટેસ્ટ છે જેના દ્વારા તમને આખા શરીરના સ્વાસ્થ્ય વિશે જાણકારી મળે છે. CBC થી કોઈપણ પ્રકારના ઇન્ફેકશન, એનીમિયા, ડીસઓર્ડર, અને ઘણા અંશે કેન્સર વિશે પણ જાણકારી મળે છે. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટમાં લાલ રક્ત કોશિકાઓ (RBCs), શ્વેત રક્ત કોશિકાઓ (WBCs) હિમોગ્લોબીન, હેમટોક્રિટ, અને પ્લેટલેટ્સના વિશે જાણકારી પ્રાપ્ત થાય છે.
2) લીપીડ પ્રોફાઈલ : લીપીડ પ્રોફાઈલમાં લોહીમાં વિશિષ્ટ અણુઓની માત્રાને માપવામાં આવે છે. જેને લીપીડ પ્રોફાઈલ કહેવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના કોલેસ્ટ્રોલ વિશે જાણકારી મળે છે. આ ટેસ્ટની મદદથી હૃદયની બીમારીઓ અને રક્ત વાહિકાઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં મદદ કરે છે. લીપીડ પ્રોફાઈલની તપાસ કરવાથી ખોરાકની આદત, ડાયેટ, તનાવ, કસરત અને લાઈફસ્ટાઈલને યોગ્ય કરી શકાય છે. સામાન્ય રૂપે થાયરોઈડ અથવા પોલીસીસ્ટીક ઓવરી ડીસીઝ ખરાબ લીપીડ પ્રોફાઈલ સાથે જ જોડાયેલ હોય છે.
3) થાયરોઈડ ફંક્શન ટેસ્ટ : ભારતમાં લગભગ 10 માંથી 1 મહિલાને થાયરોઈડની સમસ્યા હોય છે. તેના લક્ષણ શરૂઆતમાં ધીમા હોય છે અને લાંબા સમય સુધી તેના પર કોઈપણનું ધ્યાન નથી જતું. આથી જ મહિલાઓએ 30 ની ઉંમર પછી થાયરોઈડની તપાસ જરૂર કરાવવી જોઈએ. હેલ્થ એક્સપર્ટના કહ્યા અનુસાર તેના સામાન્ય લક્ષણમાં અનિયમિત માસિક, વજન અચાનક વધવો, વાળ ખરવા, ઇનફર્ટીલીટી વગેરે છે.
4) બ્લડ શુગર : 35-49 ની ઉંમરમાં ઘણી મહિલાઓ ડાયાબિટીસની ઝપેટમાં આવી જાય છે. જયારે ઘણી મહિલાઓ લાંબા સમય સુધી ડાયાબિટીસની ઝપેટમાં રહે છે તેના લક્ષણ ખાસ ન હોવાથી તેની જાણ નથી થતી. ડાયાબિટીસમાં બ્લડ શુગર અચાનક વધી જાય છે. ડાયાબિટીસમાં ઇન્સુલીન બરાબર રીતે નથી બનતું. એનર્જી અને બ્લડ શુગરના ઉપયોગ માટે ઇન્સુલીન ખુબ જ જરૂરી છે.
5) પૈપ સ્મીયર ટેસ્ટ : આજકાલ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. પૈપ સ્મીયર સ્ક્રીનીંગ દ્વારા સર્વાઈકલ કેન્સરની તપાસ શરૂઆતના સ્ટેજ પર કરી શકાય છે. આ ટેસ્ટ દ્વારા સર્વાઈકલ કોશિકાઓમાં થઇ રહેલા ફેરફાર વિશે પણ જાણકારી મેળવી શકાય છે. કોશિકાઓમાં થતો આ બદલાવ આગળ જતા તમારા માટે કેન્સરનું જોખમ વધારી શકે છે. હેલ્થ એક્સપર્ટ આ વિશે જણાવે છે કે 30 અથવા તો તેનાથી વધુ ઉંમરની મહિલાઓ ને દર 5 વર્ષે એક વખત પૈપ સ્મીયર ટેસ્ટ જરૂર કરાવવું જોઈએ.
આમ મહિલાઓ જો તમારા સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર જણાય તો તેણે ઉપર આપેલ ટેસ્ટને 30 ની ઉંમર પછી જરૂર ટેસ્ટ કરાવવા જોઈએ. જેનાથી તમે પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત થઈને પોતાના શરીરની સંભાળ લઇ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી