રાત્રે નખ કાપવાની ભૂલ કરતા હો તો જાણી લેજો આ ખાસ માહિતી, નહિ તો પછતાશો. મોટાભાગના લોકોને નથી ખબર સમય અને સાચી રીત…

મિત્રો તમે ઘણી વખત પોતાના વડીલો પાસે એવું સાંભળ્યું હશે કે રાતના સમયે નખ ન કાપવા જોઈએ. અથવા તો અમુક દિવસે નખ ન કાપવા જોઈએ. અમુક સમયે નખ ન કાપવા જોઈએ. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આવું કેમ કહેવામાં આવે છે. ચાલો તો આજે તમને તેના વિશે પૂરી માહિતી આપીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

રાતના સમયે નખ ન કાપવા જોઈએ ? આ સવાલ એ દરેક નાનાથી લઈને મોટા લોકોના મનમાં પણ થતો હશે. ખાસ કરીને જયારે વડીલો તેને રાતના સમયે નખ કાપવાની ના પાડે છે, પણ આ સવાલનો જવાબ બહુ ઓછા લોકો જાણતા હોય છે. આથી જ આજે અમે તમને નખ કાપવાની સાચી રીત, સમય વિશે માહિતી આપીશું.

નખ કાપવાનો સાચો સમય ? : અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી એસોસીએશનના કહેવા અનુસાર આપણા નખ કેરોટીનના બનેલ હોય છે. આથી જ સ્નાન કર્યા પછી નખ કાપવા સૌથી સારો સમય માનવામાં આવ્યો છે. કારણ કે તે સમયે આપણા નખ પાણી અને સાબુ સાથે સંપર્કમાં રહેલા હોય છે, અને ખુબ જ સરળતાથી કાપી શકાય છે. પરંતુ જયારે આપણે તેને રાતના સમયે કાપીએ છીએ ત્યારે વધુ સમય પાણીના સંપર્કમાં ન આવવાથી તે સખ્ત થઈ ગયા હોય છે. આથી ઘણી વખત નખ કાપતી વખતે પરેશાની રહે છે અને નખ ખરાબ થવાનો ખતરો પણ રહે છે.

અન્ય કારણો : રાતના સમયે નખ ન કાપવાની સલાહ એટલા માટે પણ આપવામાં આવે છે, કારણ કે પ્રાચીન સમયમાં લોકો પાસે નેલ કટ્ટર ન હતું. તે સમયે તેઓ નખ છરીથી અથવા તો તેજ ધાર વાળા અસ્ત્રથી કાપતા હતા. તે સમયે વીજળી એટલે કે લાઈટ પણ ન હતી, આથી તેઓ રાતના સમયે નખ ન કાપવાનું કહેતા હતા. પરંતુ સમયની સાથે લોકોએ તેને એક અંધવિશ્વાસ સાથે જોડીને એક વહેમ બનાવી લીધો. ઘણા લોકો આજે પણ પોતાના બાળકોને આવી સલાહ આપે છે, જેથી કરીને તેઓ અન્ય શારીરિક હાનીથી બચી શકે.

ભીના કરો : નખ કાપવાની સાચી રીત એ છે કે, તમે પોતાના નખ તેલ અથવા તો પાણીમાં પલાળીને જ કાપો. તેનાથી તમારા નખ નરમ થઈ જશે અને જલ્દી કાપી શકાશે. ધ્યાન રાખો કે નખ કાપ્યા પછી તેની ક્રીમથી મસાજ કરો. સાથે જ  નખ કાપી લીધા પછી હાથને ધોઈ નાખો. પછી તેને સુકાવા દો અને પછી ક્રીમ કે તેલ લગાવો. તેનાથી નખ હંમેશા સુંદર બની રહેશે.

ક્યાં બેસીને નખ કાપવા ? : લોકો નખ કાપવા માટે ઘણી વખતે કોઈ પણ જગ્યાએ બેસીને કાપી લે છે. એટલે કે પોતાની સુવિધા અનુસાર નખ કાપે છે. કોશિશ કરો કે કોઈ બોર્ડ અથવા તો કોઈ મજબુત સપાટી પર હાથ રાખીને આરામથી નખ કાપો. નખ કાપી લીધા પછી બોર્ડ ઉપાડો અને નખ કચરાપેટીમાં નાખો. નખ ક્યારેય પણ કપડા પર કે ફર્નીચર જેવી વસ્તુઓ પર ન કાપો.

ક્યુટીકલ્સ (નૈયા) : ક્યુટીકલ્સ એ નખની જડની રક્ષા કરે છે. પરંતુ જયારે તમે ક્યુટીકલ્સને કાપો છો તો બેકટેરિયા અને અન્ય કીટાણુંઓ તમારા શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેના કારણે નખમાં ઇન્ફેકશન વધવાનો ખતરો ઘણો વધી જાય છે. તેમજ તેને ઠીક થવામાં પણ ઘણો લાંબો સમય લાગે છે. આથી તમારા ક્યુટીકલ્સને કાપવા તેમજ એને પાછળ કરવાથી બચવું જોઈએ. નહિ તો તમારા શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. તેમજ તમે કોઈ ખતરનાક બીમારીની ચપેટમાં પણ આવી શકો છો. આમ નખની સુરક્ષા એ ખુબ જ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment