સામાન્ય રીતે આપણે સાંભળ્યું છે કે, પોલીસ હંમેશા ગુનેગારને સજા આપવાનું કામ કરે છે. પરંતુ નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જઈને કોઈ પોલીસને જ સજા આપે તો..! આ વાત સાંભળીને નવાઈ તો લાગે જ. તો આજે આ લેખમાં અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવશું. જેમાં પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસનો જ કાન પકડી લીધો. તો ચાલો જાણીએ કોણ છે એ જેણે પોલીસનો કાન પકડી લીધો અને શું હતું કારણ. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
જી હાં મિત્રો, મધ્યપ્રદેશના બૈતૂલમાં એક વાંદરો છે, જેણે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને સજા આપવાનું કામ શરૂ કરી દીધું છે. આ પોલીસ સ્ટેશનમાં આવેલા વાંદરાએ છેલ્લા 10 દિવસમાં પોલીસનું જીવવાનું હરામ કરી લીધું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં આ વાંદરો વારંવાર ઘુસી જાય છે અને સ્ટેશનની બેંચ પર બેસે છે, તો ક્યારેક ટેબલ પર બેસી જાય છે.
આ વાંદરો પોલીસ સ્ટેશનમાં જઈને ખુબ જ તોફાન કરતો હતો. તે સાથે જ ક્યારેક પોલીસ કર્મીઓની બાઈક પર જઈને પણ બેસી જતો હતો. એટલું જ નહિ પણ પોલીસકર્મીઓના કાન પકડીને ખેંચવા લાગે છે. ઘણી વખત એવું પણ બન્યુ છે કે, વાંદરાએ પોલીસને રૂમમાં પણ બંધ કરી દે છે.ફક્ત પોલીસકર્મીઓ જ નહિ પરંતુ આ વાંદરાના કારણે તો શહેરના લોકો પણ પરેશાન છે. આખરે કંટાળીને પોલીસકર્મીઓએ વન વિભાગની મદદ લીધી અને આ વાંદરાને જાળ નાંખીને પકડી લીધો હતો. ત્યાર બાદ વન વિભાગે પકડેલા વાંદરાને પાંજરામાં બંધ કરીને મોવાડ પાસે આવેલા જંગલમાં છોડી દીધા છે.
પોલીસનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનમાં આવીને વાંદરા ખુબ જ પરેશાન કરે છે. દસ-પંદર દિવસથી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને આસપાસના લોકો મુશ્કેલીમાં હતા. પછી વન વિભાગની મદદથી આ વાંદરાને પકડીને જંગલમાં છોડી દીધા છે.
રેન્જર આમલા આરએસનું કહેવું છે કે, વાંદરાના કારણે આ લોકો પોલીસ ગભરાયેલી હતી. જો કે વાંદરાએ કોઈને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યુ નથી. પોલીસને કામગીરી કરવામાં વાંદરો ખુબ જ મુશ્કેલી ઉભી કરતો હતો. તેથી તેને વન વિભાગ દ્વારા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. આખરે શહેરીજનો તથા પોલીસ કર્મીઓએ શાંતિનો શ્વાસ લીધો.