તમારા વાળનો બધો જ મેલ નીકળી જશે પાણી વગર જ, લગાવો આ સ્પ્રે અને જુઓ કમાલ.

શિયાળાની ઋતુમાં સૌથી વધુ મુશ્કેલી થાય છે ઠંડા પાણીથી ન્હાવાની. જો કે મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણીથી જ ન્હાય છે. જો તમે સવારે ઓફિસ જઈ રહ્યા છો, તો સવાર-સવારમાં ન્હાવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. છોકરીઓ માટે તો ઠંડીમાં ન્હાવું એ આફત હોય છે. જો વાળ ખરાબ છે, તો ઠંડીમાં શેમ્પુથી વાળ ધોવા સૌથી મોટી સમસ્યા હોય છે.

એવામાં લોકો હવે ઠંડીથી બચવા માટે પાણી વગર જ ડ્રાય શેમ્પૂ ઉપયોગનું વલણ વધ્યું છે. તે પાણીનું એક પણ ટીપું લેશે નહિ અને તમારા વાળ સિલ્કી થઈ જશે. તો આવો જાણીએ કે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કેવી રીતે કરવો.

ડ્રાય શેમ્પૂથી વાળ પાણી વગર જ ધોઈ શકો છો. તેનાથી થોડી મિનિટોમાં જ વાળ સાફ થઈ જાય છે. માર્કેટમાં ડ્રાય શેમ્પૂ તમને પાઉડર, લિક્વિડ અને સ્પ્રેના રૂપમાં પણ મળી જાય છે. જેમ પાણી અને શેમ્પૂથી વાળ ધોવાથી વાળ ચમકદાર થઈ જાય છે, તેવી જ રીતે ડ્રાય શેમ્પૂના ઉપયોગથી પણ વાળમાં તેવી જ ચમક આવી જાય છે. પરંતુ તેનો ઉપયોગ કરવાની રીત બહુ ઓછા લોકો જાણતા હોય છે.ડ્રાય શેમ્પૂના ઉપયોગ માટે સૌથી પહેલા વાળમાંથી હેર બેન્ડ, પીન અને ક્લિપ્સ નાખી હોય તો પહેલા તેને કાઢી લેવી જોઈએ. ત્યાર પછી જ ડ્રાય શેમ્પૂને વાળના મૂળમાં લગાવવું જોઈએ. જો તમે ડ્રાય શેમ્પુ માટે સ્પ્રેનો ઉપયોગ કરો છો તો 6 ઇંચના અંતરથી તેને વાળમાં સ્પ્રે લગાવો. જેટલા વધુ અંતરથી તેને વાળ પર છાંટો એટલું વધુ સારું છે. નજીકથી છાંટવાથી નુકશાન પણ થઈ શકે છે.

વાળમાં સ્પ્રે લગાવીને તેને બ્રશની મદદથી વાળમાં ફેલાવી દો. તમારે તેનો ઉપયોગ બાથરૂમમાં કરવો જોઈએ જેથી ફ્લોરને સરળતાથી સાફ કરી શકાય. ડ્રાય શેમ્પૂના ઉપયોગની વચ્ચે પાણીથી પણ વાળની સફાઈ કરવી જરૂરી છે. ડ્રાય શેમ્પૂ વાળને બરાબર સાફ કરતા નથી. એટલા માટે વચ્ચે-વચ્ચે તેને નોર્મલ રીતથી પણ ધોતા રહેવું જોઈએ.જો કે, ડ્રાય શેમ્પૂનો વધુ ઉપયોગથી વાળને ઘણું નુકસાન પહોંચે છે. તેનાથી વાળ વધુ ડ્રાય થઈ જાય છે. વાળ સુકાઈ જાય છે અને ગુંચવાય જાય છે. પરંતુ મજબુરીમાં શિયાળામાં તેનાથી વાળ ધોવા એ વધુ સારો વિકલ્પ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment