મિત્રો આજના સમયમાં આપણે જાણીએ છીએ કે, લોકો લગ્નને લઈને ઘણી બધી રીતે બદલાવો અને લોકોની અનુકુળતાને જોવામાં આવે છે. તો આજે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવશું જેના વિશે કોઈ કલ્પના પણ ન કરી શકે. તો ચાલો જાણીએ અનોખા લગ્ન વિશે. જાણીને તમને પણ આશ્વર્ય થશે.
મિત્રો આ અનોખા લગ્ન, જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકામાં થયા છે. મેંદરડા તાલુકામાં રાજેશરુ ગામ આવેલ છે. તો રાજેશરુ ગામના એ વતની અને અંધ કન્યા છાત્રાલયની એક વિદ્યાર્થીની, અને જામજોધપુરના બુટાવદરના શિક્ષક યુવાને લગ્ન કર્યા છે. પરંતુ આ લગ્નની વાત ખુબ જ અજુગતી છે, કેમ કે દીકરીના લગ્ન થયા એ પોતે પ્રજ્ઞાચક્ષુ છે અને તેની ઉંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી છે. પરંતુ જે યુવક સાથે લગ્ન થયા તેની ઉંચાઈ ત્રણ ફૂટ જ છે.
જન્મથી પ્રજ્ઞાચક્ષુ : દીકરી રાજેશરુ ગામની વતની છે, તેનું નામ શાંતાબેન અરજણભાઈ મકવાણા જન્મજાત જ પ્રજ્ઞાચક્ષુ છે. શાંતાબેન અંધ કન્યા છાત્રાલયમાં રહે અને બી. એડ. સુધી તેમણે અભ્યાસ પણ કર્યો છે.તો બીજી બાજુ જામજોધપુરના બુટાવદરના નિવાસી રમેશભાઈ ગાંડાભાઈ ડાંગરની ઉંમર 42 વર્ષ છે. તો તેમણે બી.એડ. પીટીસીનો અભ્યાસ કરેલ છે. તેઓ હાલ સડોદર તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. રમેશભાઈની ઉંચાઈ માત્ર 3 ફૂટ જ છે.
આ લગ્ન એક સેવાકીય સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યા છે. જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી સેવાકિય પ્રવૃત્તિઓ લગભગ છેલ્લા 35 વર્ષથી કરવામાં આવી રહી છે. તેમાં સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન કરીને લગભગ 2500 જેટલી દીકરીઓના લગ્ન કરીને આશીર્વાદ લીધા છે. આ બધી જ દીકરીઓમાં ઘણી દીકરીના માતા-પિતા ન હતા, તો ઘણી દીકરીઓ મધ્યમ અને ગરીબ વર્ગની હતી. પરંતુ આ લગ્ન બધામાં કંઈક અલગ જ સાબિત થયા.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google