અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 હવે બ્યુટી પાર્લરમાં દર મહીને મોંઘા ફેસિયલ કરાવવાને બદલે ઘરે જ બનાવો પ્રાકૃતિક ફેસિયલ અને મેળવો ખીલેલો ચહેરો.
💁 મિત્રો દરેક સ્ત્રી પોતાનો ચહેરો સૂંદર અને ખીલેલો દેખાય તેવું ઇચ્છતી હોય છે. અને તેના માટે તે ઘણી બધી બ્યુટી ટ્રીટમેન્ટસ કરાવતી હોય છે. આપણી ત્વચાનો ગ્લો તડકામાં રહેવાથી અથવા તો ડસ્ટના કારણે ઓછો થાય છે. સ્ત્રીઓ પોતાનો ખોવાયેલો ગ્લો પાછો મેળવવા માટે દર મહીને ફેસિયલ જેવી ટ્રીટમેન્ટસ કરાવીને પૈસાનો વ્યય કરતી હોય છે.
તેમ છતાં પણ ક્યારેક આપણો ચહેરો તેની આડ અસરનો ભોગ બની જતો હોય છે. શું તમારી ત્વચા પણ ડલ થઇ ગઈ છે તો દર મહીને બ્યુટી પાર્લરમાં ફેસિયલ કરાવવા માટે પૈસા નાખવાની જરૂર નથી પરંતુ અપનાવો આ પ્રાકૃતિક ફેસિયલ. હવે તમેં ઘરે જ એકદમ પ્રાકૃતિક રીતે સરળતાથી મળી રહે તેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકો છો ફેસિયલ. અને મિત્રો આ ફેસિયલની ખાસ વાત એ છે કે આ 100% પ્રાકૃતિક છે તેથી આડ અસર થવાની સંભાવના નથી.
🥣 દહીંમાથી બનાવો ફેસિયલ:- 🥣
💁 મિત્રો આ ફેસિયલ ખુબ જ સરળ છે અને એકવાર પ્રયોગ કરતા જ તમને તફાવત જોવા મળશે.
💁 vમિત્રો આ ફેસિયલને બે સ્ટેપમાં વહેચવામાં આવ્યું છે; 1) સ્ક્રબિંગ અને 2) ફેસપેક.
💁 તો ચાલો આપણે તેના પહેલા સ્ટેપ સ્ક્રબની શરૂઆત કરીએ.
સ્ક્રબિંગ:
👩🎨 બનાવા માટે જરૂરી વસ્તુઓ:- 👩🎨
🥄 1 ચમચી ચોખાનો લોટ – ચોખાનો લોટ આપણી ડેડ સ્કીનને દૂર કરવામાં મદદ કરે છે.
🥄 બે ચમચી લીંબુનો રસ દાગ હટાવે છે
🥄 બે ચમચી દહીંમાં લેક્ટિક એસીડ હોય છે જે આપણી ત્વચા પરથી ડેડ સેલ દૂર કરે છે. તેમજ આપણી ત્વચાને સોફ્ટ બનાવે છે
💁 હવે એક બાઉલમાં ચોખાનો લોટ, લીંબુનો રસ અને દહીં ત્રણેય નાખી દો અને ત્રણેય વસ્તુને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દો. આ પેસ્ટ લાગાવતા પહેલા તમારો ચહેરો બરાબર ધોઈને સાફ કરી લો. અને ત્યાર બાદ બનાવેલું સ્ક્રબ ચહેરા પર લગાવો. બે થી ત્રણ મિનીટ સુધી તેને ગોળ ગોળ હાથ ફેરવતા હળવા હાથે મસાજ કરો અને ત્યાર બાદ તેને સૂકાવા માટે થોડી વાર રહેવા દો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ચહેરાને સાફ કરવા માટે સામાન્ય પાણી વડે ધોઈને બરાબર સાફ કરી લો.
💁 હવે વાત કરીએ બીજા સ્ટેપની
2) ફેસપેક
👩🎨 બનાવવા માટે જોઈતી વસ્તુઓ:- 👩🎨
🥄 બે ચમચી ચણાનો લોટ સ્કીનને ટાઈટ રાખે છે, જે ત્વચા પર કરચલીઓ નથી પાડવા દેતો.
🥄 એક ચમચી ચોખાનો લોટ,
🥄 એક ચમચી મધ,
🥄 અડધી ચમચી લીંબુનો રસ,
🥄બે ચમચી દહીં,
💁 એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મધ, લીંબુનો રસ અને દહીં નાખી દો અને તેને બરાબર રીતે મિક્સ કરી દો અને તેની એક પેસ્ટ બનાવી લો. હવે તૈયાર છે તમારું ફેસપેક. હવે તે ફેસપેકને ચહેરા પર લગાવો અને તેને સૂકવવા મૂકી દો. જ્યારે આ પેસ્ટ સૂકાઈ જાય ત્યારે તેને સાદા પાણીની મદદથી સાફ કરી લો. મિત્રો આ પ્રયોગ તમે એક અઠવાડિયામાં બે વાર કરી શકશો. એક વખત ઉપયોગ કરશો પછી તરત જ તમારા ચહેરા પર ફરક જોવા મળશે.
🍅 ટમેટાનું ફેસિયલ : 🍅
💁 મિત્રો ટમેટામાં વિટામીન સી હોય છે તે તમારા ચહેરાની કાળાશને દૂર કરે છે. ચહેરાને અલગ જ ચમક આપે છે જેથી ચહેરો લાગશે ખીલેલો.
💁 સૌથી પહેલા ટામેટાની પ્યુરી બનાવી લો તેના માટે બે ફ્રેશ ટમેટાને મીક્ષ્યરમાં પીસી લો અને એક સ્લાઈઝ ટામેટાની અલગ રાખી દો બાકીના ટમેટાને મીક્ષ્યરમાં પીસી લો. હવે તેને એક બાઉલમાં કાઢીને રાખી દો દરેક સ્ટેપમાં આ પ્યોરીનો ઉપયોગ કરવાનો છે. આ ફેસિયલ ના ત્રણ સ્ટેપ છે : 1) ક્લીન્સીંગ, 2) સ્ક્રબિંગ અને 3) ફેસપેક.
1) ક્લીન્સીંગ :
જરૂરી વસ્તું:
🥄 બે ચમચી ટામેટાની બનાવેલી પેસ્ટ,
🥄 એક ચમચી દૂધ ઠંડુ,
હવે બંનેને મિક્સ કરી તેને ચહેરા પર લગાવી મસાજ કરો પાંચ મિનીટ સુધી. ત્યાર બાદ ચહેરાને પાણી વડે સાફ કરી લો. આવું કરવાથી ચહેરોની બધી ગંદકી સાફ થશે.
👩🎨 જરૂરી વસ્તું: 👩🎨
🥄 એક ચમચી ચોખાનો લોટ,
🥄 એક ચમચી ખાંડ,
🥄 બે ચમચી બનાવેલી ટામેટાની પ્યુરી.
💁 ચોખાનો લોટ, ખાંડ, બનાવેલી ટામેટાની પ્યુરી બધું બરાબર મિક્સ કરી લો હવે ફેસ પર લગાવીને મસાજ કરતા કરતા સ્ક્રબ કરી લો પાંચ મિનીટ સુધી. હવે તેને સૂકાવા માટે મૂકી દો. હવે પાંચ મિનીટ પછી આપણે જે એક ટામેટાની સ્લાઈઝ અલગ રાખેલી હતી તે લેવાની અને તેની પર થોડી ખાંડ ભભરાવી દો. અને તેને હળવા હાથે ચહેરા પર ઘસો. ત્યાર બાદ ચહેરાને પાણીની મદદથી ધોઈને સાફ કરી લો. આવું કરવાથી ડેડ સ્કીન દૂર થશે.
🥄 એક મોટી ચમચી ચણાનો લોટ,
🥄 એક મોટી ચમચી દહીં,
🥄 બે ચમચી ટામેટાની પ્યોરી,
🥄 અડધાથી પણ ઓછી ચમચી હળદર,
🥄 એક ચમચી લીંબુનો રસ,
🥣 ચણાનો લોટ, દહીં, ટામેટાની પ્યુરી, હળદર, લીંબુનો રસ આ બધું બરાબર રીતે હલાવીને એક પેસ્ટ બનાવી લો અને તેને બરાબર ચહેરા પર લગાવો. ત્યાર બાદ તેને વીસ મિનીટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ પાણીની મદદથી ચાહીરો ધોઈને સાફ કરી લો.
🥣 મિત્રો આ ફેસપેક જરૂર ઘરે ટ્રાય કરજો. તેમજ જે લોકોની સ્કીન ખૂબ જ સેન્સેટીવ હોય તેને આ ફેસિયલ કરવાનું ટાળવું.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ