મિત્રો હાલ આપણે બધા જોઈએ છીએ કે કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. તેમજ એક વર્ષથી શાળાઓ પણ બંધ જ જોવા મળે છે. જેના કારણે વિદ્યાર્થીઓ પણ એક વર્ષથી ઘરે બેસીને જ ઓનલાઈન અભ્યાસ કરે છે. પરંતુ તેમ છતાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સ્કુલની ફીસને લઈને ઘણા પ્રશ્નો સામે આવ્યા હતા. એ વાત છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. એ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ અને નિયમ જારી કર્યા છે. જેના વિશે આ લેખમાં અમે તમને પૂર્ણ માહિતી જણાવશું.
રાજસ્થાનની ખાનગી શાળાની સ્કુલ ફીના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને રાજ્ય કાનુન હેઠળ નિર્ધારિત વાર્ષિક ફીસ જમા કરવાની અનુમતિ આપી છે.અદાલતે જણાવ્યું છે કે, સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા અનુપયોગી સુવિધાઓ માટે ફીસમાં 15% ઘટાડો કરવો જોઈએ. જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની ખંડપીઠે પોતાના નિણર્યમાં સ્કુલ ઈચ્છે તો વિદ્યાર્થીઓને વધુ છૂટ આપી શકે છે.
લેવાયેલા નિણર્ય અનુસાર 5/8/2021 થી પહેલા છ સમાન માસિક હપ્તામાં વાલીઓ ફીસ ચૂકવશે. અદાલતે કહ્યું છે કે, સ્કુલ પ્રબંધન ફીસ ન આપવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન કે ફિઝીકલ કક્ષાઓમાં ભાગ લેવા માટે રોકવા નહિ. ફીસ ન આપી શકવાની સ્થિતિમાં સ્કુલ વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામ ન રોકે.એટલે કે રાજસ્થાનની ખાનગી શાળાઓની અપીલને સ્વીકાર કરતા સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટનો તે નિણર્ય રોકી દીધો છે, જેમાં કુલ ફીસના 70% જ ટ્યુશન ફીસના રૂપમાં લેવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ મહેશ્વરીની બેન્ચે હાઈકોર્ટના ફેસલાને રોકી દીધો હતો. ખરેખર કોરોના વાયરસની આ મહામારીની વચ્ચે વાલીઓ બાળકોની સ્કુલ ફીસને માફ કરાવવા ઇચ્છતા હતા. તેમજ સ્કુલ સંચાલક એવું કરવા માટે તૈયાર ન હતા. જેણે લઈને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. હાઈકોર્ટે નિર્ણયમાં કહ્યું હતું કે, સ્કુલ સંચાલક 70% જ ફીસ લેશે.આ નિર્ણયના વિરુદ્ધમાં ખાનગી શાળાઓના સંચાલક સુપ્રીમ કોર્ટ આવ્યા હતા અને તેમણે વાલીઓ પાસેથી પૂરી ફીસ વસુલવાની અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણયથી રાજસ્થાનમાં લગભગ 36,000 ખાનગી એટલે કે પ્રાઈવેટ સ્કૂલો અને 220 અલ્પસંખ્યક ખાનગી ગ્રાંટ વગર ચાલતી સ્કૂલો પર અસર પડશે.
વર્ષ 2020-21 માં પહેલા લોકડાઉનની અસર હજુ યથાવત જોવા મળે છે. કોરોના વાયરસની મહામારીના કારણે લોકોના રોજગારમાં ખુબ જ મુશ્કેલી આવી રહી, જેના કારણે લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને શાળાઓમાં જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગ ન કરવામાં આવેલ સુવિધાઓને ધ્યાનમાં રાખીને 15% ફી ઓછી લેવામાં આવશે.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી