મોટાભાગે આપણે બધા લીંબુનો રસ કાઢી લીધા પછી તેના બી એટલે કે બીજ ફેંકી દઈએ છીએ. પણ તમને જણાવી દઈએ કે તેના બીજનો ઉપયોગ શરીરને લગતી અનેક બીમારીઓ દુર કરવા માટે કરવામાં આવે છે.
લીંબુનો ઉપયોગ ભારતીય ભોજનમાં ખુબ જ કરવામાં આવે છે. લીંબુ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પણ શરીરને તંદુરસ્ત અને ત્વચાને સુંદર કરવામાં પણ મદદ કરે છે. જો કે લોકો લીંબુનો રસ અને છાલનો ઉપયોગ કરતા હોય છે, પણ તેના બીજ ફેંકી દે છે. લીંબુના બી ની ઘણી માન્યતાઓ પણ પ્રચલિત છે. જ્યારે ઘણા લોકોનું માનવું છે કે, લીંબુના બીજ ના સેવનથી શરીરને નુકશાન થાય છે.
પરંતુ તમને જણાવી દઈએ કે એવું કંઈ થાતું નથી. જો તમે વધુ પ્રમાણમાં લીંબુનું સેવન કરો છો તો તમને કોઈ પરેશાની થઈ શકે છે. એ તો દરેક વસ્તુ માટે આવું થઈ શકે છે. પણ 1 અથવા 2 બીજ લીંબુના રસ અને પાણીની સાથે ગળી જાવ છો તો તેનાથી તમારું શરીર ડીટોકસીફાઈ થઇ જાય છે. લીંબુના બીજનો આ એક જ ફાયદો નથી પણ તેને ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે અને તેનાથી ફાયદો લઈ શકાય છે. ચાલો તો જાણી લઈએ લીંબુના અદ્દભુત ફાયદાઓ વિશે.
દુઃખાવામાં રાહત માટે : લીંબુના બીજમાં સેલીસીલીક એસિડ હોય છે. તે દુઃખાવામાં રાહત આપતી દવા એસ્પ્રીનના પ્રમુખ કોમ્પોનેટ્સ માંથી એક છે. જો તમારા શરીરમાં કોઈ પણ દુઃખાવો છે તો લીંબુના બીજ તમને તેમાં ફાયદો આપશે. સારી વાત તો એ છે કે, લીંબુના બીજની પેસ્ટ તૈયાર કરીને દુઃખાવાના સ્થાને લગાવવાથી દુઃખાવામાં તરત રાહત મળે છે.
થ્રેડવાર્મની સમસ્યા માટે : થ્રેડવાર્મ એક સામાન્ય સમસ્યા છે. જો કે આ કોઈ પણને થઈ શકે છે. પણ વધુ પડતી તે બાળકોમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે થ્રેડવાર્મ દોરાની જેમ દેખાતી પરજીવી છે. મુખ્યત્વે કોલોન અને ગુદામાર્ગમાં દેખાય છે. તેનાથી યુરીન ઇન્ફેકશન થવાની સંભાવના રહે છે. આ તકલીફથી રાહત મેળવવા માટે તમે મુઠ્ઠી ભરીને લીંબુના બીજને ક્રશ કરીને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી તમે ગુદામાર્ગને સાફ કરો. તમે ઈચ્છો તો આ પાણીનું સેવન પણ કરી શકો છો. કારણ કે તેમાં ડીટોક્સફાઈંગ પ્રોપટીજ હોય છે.
ત્વચા માટે : ત્વચા માટે લીંબુનો રસ, છાલ અને બીજ ત્રણેય ફાયદાકારક છે. લીંબુના બીજમાં ત્વચાને એક્સફોલીએટ કરવાની ક્ષમતા છે. સાથે જ લીંબુના રસની જેમ લીંબુના બીજમાં વિટામીન સીની સારી એવી માત્રા રહેલ છે. આથી તેનો ઉપયોગ ત્વચાને સ્ક્રબ કરવા માટે કરી શકાય છે. લીંબુના બીજને ક્રશ કરીને તમે મધમાં તેને મિક્સ કરી લો. આ રીતે તમારું હોમમેડ ફેસ સ્ક્રબ તૈયાર થઈ જશે. તમે તેનો ઉપયોગ સ્ક્રબના રૂપમાં કરી શકો છો.
તમને જણાવી દઈએ કે, લીંબુના બીજમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે. બજારમાં તમને લીંબુના બીજનું તેલ સહેલાઈથી મળી જશે. તમે ઘરે પણ લીંબુના બીજનું તેલ બનાવી શકો છો. જો તમને ખીલની સમસ્યા છે તો લીંબુના બીજનું તેલ તમારા માટે ખુબ ફાયદાકારક છે.
નખના ફંગસ માટેનો ઘરેલું ઉપચાર : જો તમે નખના ઇન્ફેકશનથી લડી રહ્યા છો તો લીંબુના બીજની પેસ્ટ લગાવીને જુઓ. તેનાથી તમને ઘણો ફાયદો થશે. સારા પરિણામ માટે તમે આ પેસ્ટમાં 2 ટીપા ટી-ટ્રી એસેશીયલ ઓઈલ પણ મિક્સ કરી શકો છો.
એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે તૈયાર કરો : તમે લીંબુના બીજનો ઉપયોગ એન્ટી બેક્ટેરિયલ સ્પ્રેના રૂપમાં પણ કરી શકો છો. આ માટે તમે લીંબુના બીજને ભેગા કરો. લગભગ 1 વાટકો લીંબુના બીજને 1 લીટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું રહે તો તેને ઠંડુ થવા દો અને એક બોટલમાં ભરી દો. આ પાણીનો ઉપયોગ ત્વચા પર કરી શકો છો. ખાસ કરીને મચ્છર કરડવા પર જલન થાય અથવા ખંજવાળ આવે તો આ એન્ટી બેક્ટેરિયલ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે.
સુચના – યાદ રાખો કે લીંબુના બીજનો ઉપયોગ વધુ નથી કરવાનો. કારણ કે તેનાથી તમને પેટને લગતી સમસ્યા થઈ શકે છે. જો તમારી સ્કીન સેન્સેટીવ છે તો ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી