મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, અત્યારે વાહનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બીજી તરફ વધતી મોંઘવારી સાથે પેટ્રોલના ભાવ પણ વધી રહ્યા છે. તેનાથી પણ સામાન્ય જનતા ખુબ જ પરેશાન થઈ રહી છે. તો તેનાથી બચવા માટે લોકો સતત ઉપાય શોધતા હોય છે. તો આજે અમે તમને એક એવી જ ઇલેક્ટ્રિક બાઈક વિશે જણાવશું. એ બાઈક એટલી સસ્તી ચાલે છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો જાણીએ કેટલાની આવે છે એ બાઈક અને કેટલી આપે છે એવરેઝ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
હૈદરાબાદની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની Atumobile પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ બાઈકને લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકને Atum 1.0 નામે લોન્ચ કરી છે. Atum 1.0 ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજી (ICAT) દ્વારા માન્યતા પ્રાપ્ત લો-સ્પીડ ઇલેક્ટ્રિક બાઈક છે.
આ બાઈકની સૌથી મોટી ખાસિયત એ છે કે, તમને તેના માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. તે સાથે આ બાઈકને ખરીદવા પર રજીસ્ટ્રેશન કરાવવાની પણ જરૂર નથી. એટલે કે ગ્રાહકોને ફક્ત એક જ વખત બાઈકની કિંમત ચુકવવાની રહેશે. Atum 1.0 ઇલેક્ટ્રિકલ બાઈકમાં પોટ્રેબલ લિથિયમ-ઓઇલ બેટરી આપવામાં આવી છે. તેની બેટરી 4 કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે. બાળક લોન્ચ કરતી આ કંપનીનું માનવું છે કે, ફૂલ ચાર્જ થવા પર બાઈક 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. કંપની બેટરી પર બે વર્ષની વોરન્ટી પણ આપી શકે છે.કંપનીનો દાવો છે કે, Atum 1.0 ની બેટરી એક વખત ફૂલ ચાર્જ થવા પર લગભગ 1 યૂનિટ વિજળી લે છે. 7-10 રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈકની કિંમત 50 હજાર રૂપિયા છે. બાઈકની સૌથી સરળ વાત એ છે કે, નોર્મલ થ્રી-પિન સોકેટ દ્વારા કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકાય છે. બાઈકમાં વિવિધ રંગો ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રિક બાઈકમાં 20X4 ફેટ-બાઈક ટાયર આપવામાં આવ્યા છે. બાઈકમાં લો સ્પીડ હાઇટ, LED હેડલાઇટ, ઇન્ડિકેટર્સ, ટેલલાઇટ અને ફૂલી ડિજિટલ ડિસપ્લે કરવામાં આવે છે.Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈકને કંપનીના તેલંગાણા સ્થિત ગ્રીનફીલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બનાવવામાં આવી છે. આ પ્લાન્ટની પ્રોડક્શન કેપેસિટી 15,000 યૂનિટ છે, જેને વધારીને 25,000 યૂનિટ કરવામાં આવી શકે છે. તો આ બાઈક એકદમ સસ્તી ચાલે છે.
Super bike
Gujrat maa malse?