ફક્ત એક ચમચી આનું સેવન, છાતી માં ચોંટી ગયેલો કફ ઉધરસ કાઢી નાખશે બહાર . ઘરે જ બનાવો આયુર્વેદિક કફ સીરપ,

આપણા આંગણમાં જ રહેલા કેટલાક છોડ એવા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક  છે. આવા છોડમાં એક તુલસીનો છોડ છે જેને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય કૃષ્ણ તુલસી ને જોયા છે? કારણ કે આ ખાસ પ્રકારની તુલસીનો છોડ હોય છે જેના પાન થી લઈને મૂળમાં પણ ચમત્કારિક ફાયદા છુપાયેલા છે. આ છોડ તમારા મગજ શરીર અને આત્મા માટે ટોનિકનું કામ કરે છે. આયુર્વેદિક એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે તમે આનાથી હોમમેડ કફ સીરપ પણ બનાવી શકો છો.

કૃષ્ણ તુલસી ની વિશેષ ઓળખ શું છે?:- કૃષ્ણ તુલસીને ઓળખવી ખૂબ જ સરળ છે. ભારતના અનેક ભાગમાં તેને શ્યામ તુલસી પણ કહેવામાં આવે છે. કારણકે તેનો રંગ કૃષ્ણ એટલે કે શ્યામ જેવો હોય છે. કૃષ્ણ તુલસીના પાન, માંજર અને બીજ પર જાંબુડીયો રંગ હોય છે. જેની મદદથી તમે સરળતાથી આ છોડને ઓળખી શકો છો.પાન બીજ અને મૂળ દરેકના છે ફાયદા:- કૃષ્ણ એટલે કે શ્યામ તુલસીને આયુર્વેદમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે. કારણકે તેના પાન, બીજ અને મૂળમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. તમે દવા ના રૂપમાં તેના પાન, બીજ કે આખા છોડનો ઉપયોગ પણ કરી શકો છો.

ડાયાબિટીસ મટાડે:- ટાઈપ 2 ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસના ઈલાજમાં શ્યામ તુલસી મદદરૂપ થાય છે. હેલ્થ લાઈન પ્રમાણે આનો ઉપયોગ કરીને બ્લડ શુગર નીચે આવી જાય છે અને ડાયાબિટીસ નિયંત્રિત થાય છે. આ તુલસીનું સેવન કરીને ડાયાબિટીસના લક્ષણો પણ દૂર કરી શકાય છે.બનાવી શકાય છે હોમમેડ કફ સીરપ:- આયુર્વેદિક એક્સપર્ટે જણાવ્યું છે કે જો તમને સૂકી ઉધરસ કે કફ વાળી ઉધરસ હોય તો તમે કૃષ્ણ તુલસી થી કફ સીરપ બનાવી શકો છો. ઉધરસ ની આ આયુર્વેદિક સીરપ શરદી કફનો રામબાણ ઈલાજ છે. જે છાતીની જકડન પણ દૂર કરે છે.

ઘરે કેવી રીતે બનાવાય આયુર્વેદિક કફ સીરપ:- સૌથી પહેલા શ્યામ તુલસીના બે ત્રણ પાન નો રસ કાઢી લો. ત્યારબાદ તેમાં બે નાની ચમચી મધ, એક ચતુર્થાંશ ચપટી શુદ્ધ હળદર અને એક ચતુર્થાંશ ચપટી કાળા મરીનો પાવડર મેળવી લો. આ મિશ્રણને બે નાની ચમચી દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય છે. ત્યારબાદ તમે એક થી બે અઠવાડિયા સુધી તેનું સેવન કરવાનું બંધ કરી દો.    

જુઓ શું કહે છે આયુર્વેદિક એક્સપર્ટ:-

કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે:- હેલ્થ લાઈન પ્રમાણે પ્રાણીઓ પર કરવામાં આવતા રિસર્ચ પર જાણવા મળ્યું કે શ્યામ તુલસીના પાનનું સેવન કરવાથી એલડીએલ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે આ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું કારણ બને છે. તેની સાથે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધે છે.તણાવ અને ચિંતા દૂર થાય:- કૃષ્ણ તુલસી ના દરેક ભાગમાં એડેપ્ટોજન હોય છે, એ તણાવ અને ચિંતા નો કુદરતી ઉપચાર છે. જેનાથી માનસિક સંતુલન જળવાઈ રહે છે અને મેન્ટલ હેલ્થ સારી રહે છે. વળી આ તુલસીમાં ફાર્માકોલોજીકલ ગુણ પણ હોય છે જે અનેક પ્રકારના તણાવને દૂર કરે છે.

શ્યામ તુલસીના પાન ના ફાયદા:- શ્યામ તુલસીના પાનથી શ્વાસનળીનો સોજો મટે છે. મેલેરિયાનો તાવ દૂર કરે છે. એક્સીમાં જેવા સ્કીન ઇન્ફેક્શનનો ઈલાજ થાય છે. આંખોની બીમારી અને પેટના અલ્સર મટાડે છે. ડાયેરિયા, જીવ ગભરાવવો અને ઉલટી નો અસરકારક ઉપચાર છે. જીવ જંતુ કરડવા પર તમે તેની પર આના પાનનો રસ લગાવી શકો છો.

અન્ય ફાયદા:- કૃષ્ણ તુલસીનું સેવન શરીરને ડીટોક્ષ કરે છે. જો તમારા શરીર પર ઘાવ થયો હોય તો તેનું સેવન કરવાથી જલ્દી ઠીક થઈ જશે. સાંધાનો દુખાવો અને સોજો દૂર કરે છે. પેટની સમસ્યામાં ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment