મિત્રો ભારતમાં લગભગ 15 ટકા લોકો કિડનીની કોઈને કોઈ બીમારીથી પીડિત છે. દેશમાં દર વર્ષે એક લાખ લોકોમાંથી લોકોની કિડની ફેલ થઈ જાય છે. આખા વર્ષમાં આખા દેશમાં આઠ થી દસ હજાર લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા લોકો એવા હોય છે જેમને યોગ્ય ઈલાજ ન મળવાથી મૃત્યુનો સામનો કરવો પડે છે. ડોક્ટર જણાવે છે કે કિડની ફેલિયર કેવી સ્થિતિને કહી શકાય છે અને શું કોઈ વ્યક્તિ બંને કિડની ફેલ થયા બાદ પણ જીવી શકે છે. આ લેખ દ્વારા વિસ્તાર પૂર્વક જાણીએ.
👉 શું કામ કરે છે કિડની?:- કિડની આપણા શરીરમાં હાજર બીન્સના આકાર નો એક ભાગ હોય છે. આ પાંસળીઓની અંદર પીઠ તરફ સ્થિત હોય છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના શરીરમાં બંને કિડનીઓ કામ કરતી હોય છે. પરંતુ જો કોઈ કારણવશ કોઈ વ્યક્તિની એક કિડની ખરાબ થઈ જાય છે તો તે માત્ર એક કિડનીથી પણ જીવિત રહી શકે છે. પરંતુ આ સ્થિતિમાં બચેલી બીજી કિડનીને યોગ્ય રીતે કામ કરવું જરૂરી છે.કિડની નું મુખ્ય કાર્ય લોહીને શુદ્ધ કરવાનું છે અને શરીરના અપશિષ્ટ પદાર્થોને યુરિન દ્વારા બહાર કાઢવાના હોય છે. કિડની બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવા અને લાલ રક્ત કોશિકાઓના નિર્માણ કરવાની સાથે જ શરીરના પીએચ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે તમારી કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય તો તમારા શરીરમાં અપશિષ્ટ પદાર્થો જમા થવા લાગે છે. જો આમ થતું હોય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે અને યોગ્ય સમય પર ઈલાજ ન કરાવવાથી તમારો જીવ પણ જઈ શકે છે.
👉 શું હોય છે કિડની ફેલિયર?:- કિડની ફેલિયર એક એવી સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિની એક કે બંને કિડની કામ કરવાનું બંધ કરી દે છે. કેટલીક વાર કિડની ફેલિયરની સમસ્યા થોડા સમય માટે જ રહે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં આ લાંબા સમય સુધી ચાલવા વાળી સમસ્યા છે, જે સમયની સાથે વધારે પણ ખરાબ થઈ શકે છે. કિડનીની બીમારી જ્યારે વધારે વધી જાય છે તો કિડની ફેલિયરની સમસ્યાનો સામનો કરવો પડે છે. કિડની ફેલિયરના એવા ઘણા બધા કિસ્સા છે જ્યાં લોકોને યોગ્ય સમયે ઈલાજ ન મળવાથી અને જાગૃતતાની કમી હોવાના કારણે સમય કરતા પહેલા જ મૃત્યુનો સામનો કરવો પડે છે.કેવા લોકોની કિડનીને રહે છે જોખમ?:- ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડીસીઝ ના દર્દીઓને કિડની ફેલિયરની સમસ્યાનો વધારે કરવો પડે છે. શરીરમાં બ્લડ સુગરનું લેવલ વધવાથી ડાયાબિટીસની સમસ્યા કંટ્રોલની બહાર જતી રહે છે. જેથી કિડનીની સાથે જ શરીરના બીજા અંગ પણ ડેમેજ થવા લાગે છે. તેમજ હાઈ બ્લડ પ્રેશરમાં લોહી રક્ત કોશિકાઓમાં ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે. ઝડપથી લોહી વહેવાના કારણે કિડનીના ઉતકો ડેમેજ થઈ જાય છે, જેથી પણ કિડની ફેલિયર ની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની સાથે જ કિડની ફેલિયરની ફેમિલી હિસ્ટ્રી વાળા અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માં પણ કિડની ફેલ થવાની આશંકા વધારે હોય છે.
👉 કેમ ફેલ થઈ જાય છે કિડની?:- જે લોકો ડોક્ટરની સલાહ વગર દેશી દવાઓનું સેવન કરે છે તેવા લોકોમાં કિડની ફેલ થવાનું જોખમ ખૂબ જ વધારે જોવા મળ્યું છે. જે લોકો હાઇપર ટેન્શન, સ્ટ્રોક વગેરે સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હોય તેમનામાં પણ કિડની ફેલિયરનું જોખમ વધારે જોવા મળે છે. તેના સિવાય વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવાથી અને ધુમ્રપાન કરવાથી પણ કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે.👉 કેવા હોય છે કિડની ફેલિયર ના લક્ષણ?:- જેમ જેમ કિડની ડેમેજ થવા લાગે છે તેના લક્ષણો પણ દેખાવાના શરૂ થવા લાગે છે જેમકે… ઉલટી, થાક, ભૂખ ન લાગવી, કમજોરી ઊંઘ આવવામાં મુશ્કેલી, યુરિન ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછું આવવું, પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવવો, શુષ્ક અને ખંજવાળ યુક્ત ત્વચા વગેરે જેવા કિડની ફેલિયર ના લક્ષણો છે.
👉 બંને કિડની ફેલ થયા બાદ પણ બચી શકે છે જીવન ?:- બ્રેન ફેલિયર, હાર્ટ ફેલિયર કે લીવર ફેલિયરની તુલનામાં કિડની ફેલિયરના દર્દીઓનું જીવન ખૂબ જ સરળતાથી બચાવી શકાય છે. તેના માટે ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટ નો સહારો લેવામાં આવે છે. પરંતુ જો દર્દીની ઉંમર વધારે હોય તો ડાયાલિસિસ દ્વારા તેનું જીવન બચાવી શકાય છે. ડાયાલિસિસ દ્વારા આ વ્યક્તિ 30 થી 40 વર્ષ સુધી કોઈપણ મોટી મુશ્કેલી વગર આરામથી જીવી શકે છે. 👉 કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી વસ્તુઓ:- કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સૌથી જરૂરી વસ્તુ છે કે ડોનર પરિવાર નો જ કોઈ સદસ્ય હોવો જોઈએ. કિડની ટ્રાન્સપ્લાન્ટ બે પ્રકારના હોય છે. એક તો તે જેનું બ્લડ ગ્રુપ મેચ કરતું હોય અને બીજું તે જેનું બ્લડ ગ્રુપ મેચ ન કરતું હોય. જે લોકોનું બ્લડ ગ્રુપ મેચ કરતું હોય તેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ નો ખર્ચ 10 થી 12 લાખની વચ્ચે આવે છે.
તેમજ જે લોકોનું બ્લડ ગ્રુપ મેચ નથી કરતું તેમનો ખર્ચ 15 લાખ ની આસપાસ હોય છે. આજકાલ બ્લડ ગ્રુપ મેળવ્યા વગર પણ સરળતાથી કિડની ડોનેટ કરી શકાય છે. તેના માટે જરૂરી છે કે કિડની ડોનેટ કરવા વાળા ની પાસે બે કિડની હોવી જોઈએ અને બંને નોર્મલ રીતે કામ કરતી હોય.
👉 કિડની ફેલિયરથી કેવી રીતે બચી શકાય?:- કિડની ફેલિયર થી બચવા માટે જરૂરી છે કે તમે તમારા સ્વાસ્થ્યનું વિશેષ રૂપે ધ્યાન રાખો. બ્લડ સુગર લેવલને અને બ્લડ પ્રેશર ના લેવલ ને નિયંત્રિત કરો. તેની સાથે જ જરૂરી છે કે ડોક્ટર ની સલાહ વગર કોઈપણ પ્રકારની દવાઓનું સેવન ન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી