કંગના રનૌત પહોંચશે મુંબઈ, કરણી સેનાએ શિવસેનાને કહ્યું, રોકી શકો તો……

મિત્રો હાલ આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તો તેની વચ્ચે કંગના બુધવારના રોજ મુંબઈ પહોંચશે.  બુધવારે સવારે તે પોતાના પૈતૃક ઘર મમંડીથી રવાના થઈ અને ચંડીગઢથી ફ્લાઈટમાં મુંબઈ પહોંચશે. પરંતુ કંગનાના મુંબઈ પહોંચતા પહેલા જ કરણી સેનાએ એલાન કર્યું હતું કે, તેઓમુંબઈ એરપોર્ટ પર હજાર રહેશે. કરણી સેના અહિયાં કંગનાનું સ્વાગત અને સુરક્ષા માટે હાજર રહેશે.

તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે જ્યારે એલાન કર્યું કે, તેઓ 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. ત્યારે કરણી સેના તરફથી આ વાત કહેવામાં આવી છે. બુધવારે સવારના રોજ જ્યારે કંગના રનૌત રવાના થઈ તો કરણી સેનાના સુરજ પાલ અમુ એ આ વિશે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું કે, મુંબઈમાં કંગના રનૌતની સુરક્ષા માટે હાજર રહેશે કરણી સેના, રોકી શકો તો રોકી લો.

નોંધપાત્ર છે કે, મુંબઈ પોલીસની આલોચના કર્યા બાદ કંગના રનૌત ખુબ જ ચર્ચામાં આવી છે અને મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ, શિવસેના નેતાઓની જુબાની જંગ ચાલી રહી છે. આ દરમિયાન સંજય રાઉત સહીત ઘણા નેતાઓએ કહ્યું હતું કે, તેણે મુંબઈ પાછું ન આવવું જોઈએ.

તેવામાં કંગના રનૌત તરફથી જવાબ દેવામાં આવ્યો હતો કે, તે મુંબઈ જરૂર આવશે અને હવે તે મુંબઈ આવી રહી છે. પરંતુ કંગના મુંબઈ આવે એ પહેલા તેની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કંગનાને Y+ કેટેગરીનું સુરક્ષા આપવામાં આવી છે. જેમાં લગભગ એક ડઝન જવાન હંમેશા તેની સાથે જ રહેશે.

એટલે કે કંગના મુંબઈમાં સુરક્ષાના ઘેરાની અંદર પહોંચશે. આ પહેલા BMC તરફથી કંગનાની ઓફિસ પર નોટીસ પેસ્ટ કરવામાં આવી છે. જેમાં અવૈધ રીતે નિર્માણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો આજે મુંબઈ આવતા સમયે કંગના રનૌતનું સ્વાગત કરણી સેના દ્વારા કરવામાં આવશે.

2 thoughts on “કંગના રનૌત પહોંચશે મુંબઈ, કરણી સેનાએ શિવસેનાને કહ્યું, રોકી શકો તો……”

Leave a Comment