તમે ઘણી વખત જોયું હશે કે અમુક લોકોને ઋતુ બદલાતા શરદી, તાવ અથવા તો ઉધરસ તેમજ ગળામાં દુખાવો થવા લાગે છે. જો તમને પણ આ તકલીફ છે તો તમારે ડરવાની જરૂર નથી, અમે તમારા માટે એવો ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ જેનાથી આ સમસ્યા દૂર થશે જ, સાથે તમારી ઈમ્યુનીટી પણ વધશે. ચાલો તો આ આયુર્વેદિક ઉપચાર વિશે વધુ જાણી લઈએ.
દરેક ઘરમાં એક એક સભ્ય તો એવું હશે જ જેનું ગળું ખરાબ થવાની તકલીફ અવારનવાર થતી હોય છે. તેવામાં ઘણી વખત આ સમસ્યા ક્યારેક ગંભીર પણ થઈ જાય છે. તો ઘણી વખત ટોન્સિલ્સ પણ થઈ જાય છે. આ સમયે ડોક્ટરની મોંઘી દવા પણ અસર નથી કરતી. જો તમને આ સમસ્યા છે તો તમારે ઘરમાં રહેલ થોડી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને તમારું ગળું તરત જ સારું થઈ જશે.આજે કોરોના કાળમાં પણ ભારતીય લોકોની ઇમ્યુનિટી વધુ જોવા મળી છે, જેનું કારણ આપણે ત્યાં રસોઈમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓ છે. આજે અમે તમને આવા જ મસાલાના ઉપયોગ કરીને એક આયુર્વેદિક પાવડર બનાવતા શીખવશું. જેનાથી તમે સરળતાથી ગળાનો ઈલાજ કરી શકશો. તેનાથી તમારા ગળાનું સંક્રમણ પણ દૂર થશે, સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ચાલો તો આ આયુર્વેદિક પાવડર વિશે વધુ જાણી લઈએ.
આયુર્વેદિક પાવડર બનાવવા માટે આવશ્યક સામગ્રી : 3 ચમચી – મરી, 8 થી 10 – એલચી, 2 ચમચી – લવિંગ, ½ ચમચી – હળદર, 1 ગ્લાસ – દૂધ.આયુર્વેદિક પાવડર બનાવવાની રીત : થોડા સમય માટે બધા જ મસાલાને (હળદરને છોડીને) જુદા જુદા તેલ વગર જ શેકી લો. હવે બધા જ મસાલા સારી રીતે શેકાઈ જાય એટલે તેને પીસીને એક કરી નાખો. હવે તમે અડધી ચમચી હળદર મિક્સ કરી નાખો. ત્યાર પછી એક બીજા વાસણમાં એક ગ્લાસ દૂધ નાખવાનું છે. અને તેમાં બનાવેલ પાવડરની અડધી ચમચી નાખવાની છે. હવે તેને ધીમા તાપે 5 થી 7 મિનીટ ઉકાળવાનું છે. પણ ધ્યાન રાખો કે તમારે ગેસ એકદમ ધીમો રાખવાનો છે. હવે તે ઉકળી જાય એટલે તેને ગાળીને પીય શકો છો.
મરીના ગુણો : જેમ કે તમે જાણો છો તેમ ઘણી વખત આપણને ઘરના વડીલો મરીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કારણ કે તેની અંદર ઘણા ગુણ રહેલા છે, જે માત્ર તમારા ગળાની ખરેડી દૂર નથી કરતા પણ સાથે તે શરીરમાં બીજા પોષક તત્વો બનાવવામાં પણ મદદ કરે છે.એલચીના ગુણો : એલચીને પણ એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર માનવામાં આવે છે. તેના અનેક ગુણોમાં જેવા કે તે સોજા, ઉધરસ, તાવને પણ દૂર કરી શકે છે.
લવિંગના ગુણો : લવિંગને પણ એન્ટી ઓક્સીડેન્ટ ખજાનો માનવામાં આવે છે. આમ ઘરમાં અનેક વાનગીઓમાં ઉપયોગમાં લેવાતો આ મસાલો તમારા ગળાની ખરેડીને દૂર તો કરે જ છે, પણ સાથે તે ઉધરસ, તાવ અને અન્ય સમસ્યાઓને પણ સમાપ્ત કરવામાં મદદ કરે છે. તેમજ તમે તેનું સેવન એકલું પણ કરી શકો છો.હળદરના ગુણો : હળદરના તો અનેક ફાયદાઓ છે. તેમજ તમે ઘણા ફાયદાઓ વિશે જાણતા પણ હશો. તે ઈજાને ભરવાનું પણ કામ કરે છે. તેમજ તેમાં એવા ગુણો રહેલા છે જે તમારી ઇમ્યુનિટી પણ વધારી શકે છે.
પાવડરના સેવનથી જોડાયેલ ઘણી ખાસ વાતો : તમે તેનું સેવન રાત્રે સૂતા પહેલા અથવા રાતના ભોજન પછી 2 કલાક રહીને કરી શકો છો. તેમજ તેનું સેવન કર્યા પછી તમારે એક કલાક માટે કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી. તેમજ જો તમને ગળાની સમસ્યા વધુ છે તો તેનું સેવન તમે દિવસમાં પણ કરી શકો છો. પણ યાદ રાખો કે આ પાવડર તમને આ સમસ્યાથી છુટકારો આપી શકે છે, પણ જો તમને કોઈ અન્ય બીમારી છે તો તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઇન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
It is shame that gujaratidayro.com have failed to see the comments that they invite. The articles are non printable and GD are so ignorant in terms to spread the good health tips.