જો કે આંબલી ખાવી કોને નથી ગમતી, અને ભારતીય લોકો તેને અલગ અલગ રીતે ભોજનમાં ઘણી રીતે ઉપયોગ કરે છે. કોઈ તેની ચટણી બનાવીને ખાઈ છે તો કોઈ તેને એમ જ ખાવાની પસંદ કરે છે. જો કે ભારતીય ભોજનમાં વિવિધતા જોવા મળે છે, પણ ઘણી એવી વસ્તુઓ છે જેને આખા દેશમાં પસંદ કરવામાં આવે છે. તેમાંથી જ એક આંબલી છે. શાક, દાળમાં જ નહિ પણ આંબલીનો ઉપયોગ જ્યુસ અને સૂપ બનાવવામાં પણ કરવામાં આવે છે.
આંબલી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં વિટામીન, મિનરલ્સ, અને ફાઈબર જેવા તત્વ ભરપુર માત્રામાં રહેલા છે, જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે અને જો તમે તેને પોતાની ડાયેટમાં સામેલ કરવા માંગો છો તો તેનું જ્યુસ ખુબ સારો વિકલ્પ છે. તો ચાલો જાણીએ આંબલીના જ્યુસનું સેવન કરવાથી થતા ફાયદા વિશે.પાચન ક્રિયા : પાચન સંબંધિત પરેશાનીથી છુટકારો મેળવવા માટે આંબલી એક સારો વિકલ્પ છે. કારણ કે શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે પાચન તંત્ર સારું રહે. અપચો, કબજિયાત, પેટમાં ગડબડ, અથવા સોજા જેવી પરેશાનીથી છુટકારો મેળવવા માટે આંબલીનું જ્યુસ લાભકારી છે. તેમાં માઈલ્ડ ડ્યુરેટીક ગુણ હોય છે. જે આ સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
વજન ઓછું કરવા : વજન ઓછું કરવા માટે પણ આંબલી ફાયદાકારક છે. જેમ કે અમે જણાવ્યું કે આંબલીના જ્યુસમાં માઈલ્ડ ડ્યુરેટીક ગુણ હોય છે, જે શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપુર આંબલીના જ્યુસ સેવન કરવાથી તમારું પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને એ તમારી સિસ્ટમને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે.સુંદરતા માટે : સુંદરતા વધારવા માટે આંબલીનું જ્યુસ પીય શકાય છે. આપણે ચહેરાને સુંદર બનાવવા માટે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. પણ ત્વચાના અંદરના પોષણ માટે જરૂરી છે કે હેલ્દી વસ્તુઓનું સેવન કરો. તેવામાં આ જ્યુસ દરરોજ પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થાય છે. વિટામીન સી થી ભરપુર તે ત્વચાના ટેકચ્યરને ઠીક કરવામાં મદદ કરે છે.
હૃદય માટે : આંબલીનું જ્યુસ હૃદય માટે ખુબ જ સારું છે. દરરોજ તેના સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે.
ઘરે પણ આંબલીનું જ્યુસ બનાવવું ખુબ જ સરળ છે. આ માટે તમારે મધ, આંબલી, આઈસ ક્યુબ, વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. ગરમી હોય કે ચોમાસું આંબલીના જ્યુસને તમે એક હેલ્દી ડ્રીંકના રૂપમાં પીય શકો છો.બનાવવાની રીત : સૌથી પહેલા આંબલીને સારી રીતે ધોઈ નાખો. હવે તેમાંથી ખરાબ ભાગ કાઢી નાખો, તેના ઠળિયા કાઢી નાખો. પછી બે ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આંબલી મિક્સ કરી લો, તેને થોડી વાર એમ જ રહેવા દો. ગેસ બંધ કર્યા પછી તેને એક ગરણી વડે ગાળી નાખો, હવે તેને થોડી વાર માટે ઠંડુ થવા દો, ત્યાર પછી સ્વાદ વધારવા માટે તેમાં થોડું મધ મિક્સ કરો અને આઈસ ક્યુબ નાખો. આમ આંબલીનું જ્યુસ બનીને તૈયાર છે.
આ સિવાય જો તમને આંબલી ખાવાથી એલર્જી છે અથવા તો કોઈ પણ પ્રકારની પરેશાની છે તો તમે પોતાન ડોક્ટરની મદદ લઈ શકો છો. આમ તમે એક વખત આ રેસિપી જરૂર ટ્રાય કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી