મિત્રો દરેક લોકો સફળ થવા માંગે છે. અને આ સફળતાની રાહ પર ચાલવા તે તૈયાર પણ થાય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો સફળતા તરફ આગળ વધે છે પણ રસ્તામાં આવેલી મુશ્કેલીને જોઈને પોતાના પગ પાછા ખેચી લે છે. મિત્રો, હું એ કહેવા માંગું છુ કે સફળતાના માર્ગમાં અનેક વિઘ્નો આવશે પણ હાર માનવી એ ઠીક નથી. તો અમે મિત્રો આવા જ લોકો માટે અહી એવી જ સરસ મજાની વાતો લઈને આવ્યા છીએ જે વાંચીને તમારું મન એક જુસ્સાથી ભરાઈ જશે.
એક સમયે હવા એટલે કે પવન પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યો હતો. મીઠો ઠંડો પવન આવે ને લોકોના ચહેરા પર હસી મુકતો જાતો. હવે એક દિવસ આ જ પવન એક સમુદ્ર કિનારે જઈ રહ્યો હતો. સમુદ્ર નજીક આવતા તેણે જોયું કે એક બાળક ખુબ જ રડી રહ્યો હતો. બાળકને રડતા જોઈ હવાએ બાળકને પૂછ્યું કે ટુ કેમ રડે છે? તો બાળકે જવાબ આપ્યો કે ‘આ સમુદ્ર મારું ચંપલ લઇ ગયો, તે ચોર છે.’ આમ કહી તે બાળકે સમુદ્રની રેત પર લખી નાખ્યું કે, ‘સમુદ્ર ચોર છે.’
આમ બાળકની વાત સાંભળી હવા ફરી થોડી આગળ વધી ત્યાં તેણે જોયુ કે એક માછીમાર સમુદ્ર કિનારે બેસીને રડી રહ્યો છે. હવાએ ત્યાં જઈને તેને પૂછ્યું કે શું થયું? તો તેણે જવાબ આપ્યો કે, ‘આ સમુદ્રે મારી એકની એક નૌકા ડુબાડી દીધી. આ નૌકા જ મારા જીવન જીવવાનો આધાર હતો.’ આમ તે માણસ સમુદ્રને કોસી રહ્યો હતો. આ માણસની વ્યથા સાંભળી હવે હવા થોડે દુર ગઈ ત્યાં એક સ્ત્રી સમુદ્ર કિનારે બેસીને રડી રહી હતી. હવાએ ત્યાં જઈને તેને પૂછ્યું કે શું થયું? તો તેણે જવાબ આપ્યો કે, ‘આ સમુદ્ર મારી એકની એક દીકરીને લઇ ગયો. અહી બાળકો સાથે મારી દીકરી રમી રહી હતી. અને અચાનક સમુદ્રની મોટી લહેર આવીને મારી દીકરી લઇ ગયો.’
આમ આ ત્રણેય લોકોની વાત હવાએ સાંભળી પછી તે સમુદ્ર પાસે ગઈ. આ લોકો તને આમ વારંવાર કોસી રહ્યા છે. કોઈ તને ચોર કહે છે કોઈ તને નિર્દય કહે છે. ટુ શું કામ અહી તટ પર આવે છે. પોતાની લહેર બંધ કરી દે. ત્યારે સમુદ્રે એટલું જ કહ્યું કે, ‘તું કાલે આવજે.’
અમ બીજે દિવસે હવા ફરી સમુદ્ર કિનારે આવી તેણે જોયું કે એક બાળક ખુબ હસી રહ્યો છે, કુદી રહ્યો છે, તેણે બાળકને પૂછ્યું તો બાળકે જવાબ આપ્યો કે, ‘આ સમુદ્રે મને બોલ આપ્યો છે, સમુદ્રે રાતે કચરાની સાથે અ બોલ પણ કિનારે પહોચાડ્યો છે.આથી તે બાળકે સમુદ્રને થેંક્યું કહ્યું.’
થોડે દુર હવા એક માણસને મળી તે માણસ ખુબ ખુશ હતો. આજે સમુદ્રે તેને તેની જાળમાં ઘણી માછલીઓ આપી દીધી હતી. આજે તેનો પરિવાર ખુબ આનંદમાં રહેશે. આથી તે માણસ સમુદ્રનો ખુબ આભારી રહ્યો. થોડે દુર સમુદ્રને એક સ્ત્રી મળી. તે સ્ત્રી ખુબ ખુશ હતી. કારણ કે સમુદ્રે તેને દરિયા કિનારે એક છીપ લાવીને આપ્યું હતું, અને આ છીપમાં સાચું મોતી હતું. હવે આ મોતી દ્રારા તે ઘણો પૈસો કમાઈ જશે. કેમ કે તે સ્ત્રી તે મોતીની કિંમત જાણતી હતી. આમ ત્રણેયની વાતો સાંભળીને હવા હવે સમુદ્ર પાસે ગઈ ત્યારે હવાને સમજાતું ન હતું કે તે શું કહે. પણ સમુદ્રે કહ્યું કે. આમ મારા કિનારે તો લાખો લોકો આવે છે. હું બધાની વાત સાંભળું છુ. કોઈને દોષ નથી દેતો. કોઈ માટે હું દુઃખનું કારણ છુ તો કોઈ માટે હું આનંદનું કારણ છુ.
આમ જ મિત્રો, આપણા જીવનમાં પણ ઘણા ચડાવ ઉતાર આવે છે. પણ મુશ્કેલી જોઈને ભાગી જવું એ ઠીક નથી. પણ તેનો સામનો કરવો ખુબ જરૂરી છે. હા, તમે જયારે સફળતા તરફ આગળ વધશો તો ઘણા લોકો આંગળી ઉઠાવનાર મળશે. પણ તે બધું ન જોવું જોઈએ. કોઈ તમને કહેશે કે, તે કામ ન કરાય, કોઈ આવું કામ કરે છે, તમારા પણ વ્યંગ્ય કરશે, તમને સંભળાવશે, તમારી અવગણના કરશે.
જયારે તમે સફળ થશો તો આ જ લોકો કહેશે કે એ તો અમને ખબર જ હતી કે આ બાળક આગળ વધશે. માતા-પિતાનું નામ રોશન કરશે. આમ લોકો બંને બાજુ બોલશે. પણ એ બધાની વાતો પર ધ્યાન ન દેતા. તમારે એટલું જ વિચારવું જોઈએ કે સફળતાના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવે જ છે.