મિત્રો હાલ આપણે જાણીએ છીએ તેમ પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોચી ગયાં છે. ત્યારે મોટાભાગના લોકો પોતાની ગાડીમાં CNG કીટ લગાવે છે. તેનાથી તમારી સારી એવી બચત થાય છે. પણ આ ગાડીમાં લગાવવામાં આવતી CNG કીટ લગાવી છે તો તમારે અમુક કામ કરવા પણ જરૂરી બની જાય છે. કારણ કે તમે ગાડીનું વ્યવસ્થિત ધ્યાન નથી રાખતા તો ઇન્શ્યોરન્સ પોલીસી બેકાર પણ થઇ શકે છે.
દેશમાં CNG વાહનોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ ના ભાવમાં ખુબ જ વધારાને કારણે લોકોનું ધ્યાન CNG વાહનો તરફ વધી જઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ ની સરખામણીએ CNG આધારિત વાહનોનું ઈધણ ઘણો ઓછો છે. આ જ કારણ છે કે હવે તો લગભગ મોટાભાગના વાહન નિર્માતા કંપનીઓ CNG ગાડી બનાવી રહી છે. જે ગાડીમાં CNG કીટ નથી લગાવેલ તેમાં પણ બજારમાંથી CNG કીટ ખરીદીને લગાવવામાં આવી રહી છે. દેશમાં CNG પંપની સંખ્યામાં વધારો થવાના કારણે CNG કીટ લગાવવાની કંપનીમાં પણ વધારો કર્યો છે. પણ મોટાભાગના વાહનના માલિકોને ખબર નથી હોતી કે CNG અને એલપીજી કીટ લગાવ્યા પછી તમારા વાહનના આ બદલાવની જાણકારી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓર્થોરીટી અને તેની ઇન્શ્યોરન્સ કંપનીને આપવી પડે છે. જેની પાસે ગાડીનો વીમો કરાવ્યો હોય. જો આમ કરવામાં નથી આવતું તો તેનાથી ઘણું નુકશાન થઇ શકે છે. ગાડીનું ચાલાન થઇ શકે અને ઇન્શ્યોરન્સ ક્લેમ પણ રીજેક્ટ થઇ શકે છે.
RC માં જરૂર દાખલ કરો CNG:- જયારે પણ પોતાના વાહનમાં અલગથી CNG અથવા LPG કીટ લગાવો છો ત્યારે આપણે એવું કરીએ છીએ કે આપણે વાહનની ઈધણ ટેકનીક બદલી રહ્યા છે. એવામાં વાહન આપણને CNG અથવા LPG કીટ લગાવ્યા પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર રજીસ્ટ્રેશન સર્ટીફીકેટમાં ડીઝલ અથવા પેટ્રોલની જગ્યાએ CNG અથવા LPG દાખલ કરવી દેવું જોઈએ. આ માટે તમારે આરસી બુક, ઇન્શ્યોરન્સ પોલીસીની કોપી, LPG અને CNG કીટની ઇન્વોઇસ વગેરે આરટીઓ ઓફીસ આપવા પડે છે. ઇન્શ્યોરન્સ કંપનીને પણ સૂચના આપો:- વાહન રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માં CNG અથવા LPG દાખલ કર્યા પછી તમારે પોતાના વાહનની ઇન્શ્યોરન્સ કંપની ને પણ જણાવવું પડે છે કે તમારા વાહનનું ઈધન ટેકનીક માં ફેરફાર કર્યો છે. આ માટે વાહન માલિકે થોડા સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે. જેમાં આરટીઓ દ્વારા ફરીથી જાહેર કરવામાં આવેલ આરસી બુક, LPG અથવા CNG કીટ ઇન્વોઇસ અને સંપૂર્ણ ભરેલું ફોર્મ સામેલ હોય છે. બધા જ દસ્તાવેજ ની પુષ્ટિ થઇ ગયાં પછી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા જરૂરી એન્ડોર્સ્મેન્ટ કરવામાં આવે છે. અને અંતમાં વાહન માલિક ને ઇન્ડોર્સ કરવામાં આવેલ પોલીસી મોકલવામાં આવે છે.
આ માટે જરૂરી છે:- જો તમે ઇન્શ્યોરન્સ કંપનીને ઈધણ બદલવાની જાણકારી નથી આપી અને તમારી ગાડી સાથે કોઈ દુર્ઘટના થઇ જાય છે તો વીમા કંપની તમને ક્લેમ આપવાની ઇનકાર કરી શકે છે. તેનું પ્રમુખ કારણ આ છે કે સીએજી કારમાં પેટ્રોલ કે ડીઝલ કારની તુલનામાં જોખમ વધુ હોય છે. કાર વીમા નું પ્રીમીયમ ઘણી વસ્તુઓ પર નિર્ભર રહે છે. તેમાંથી IDV, કારનું એન્જીન ની ક્યુબીક કેપેસીટી, ઈધન અને ઘણી અન્ય વસ્તુઓ સામેલ હોય છે. તેમાંથી ઘણી વસ્તુઓ તમે વીમો કરાવતી વખતે પસંદ કરો છો. વીમો કરાવતી વખતે શરત એ છે કે વાહનોમાં કોઈપણ પ્રકારનો બદલાવ ની જાણકારી વીમા કંપનીને આપવી જોઈએ. આમ ગાડીમાં CNG કે LPG કીટ લગાવતી વખતે તેની જાણકારી તમારે ઇન્શ્યોરન્સ કંપની અને આરટીઓ ઓફીસ આપવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી