મિત્રો જયારે આપણે સુતા હોઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક એવા કિસ્સાઓ થતા હોય છે જેની જાણ લગભગ આપણને નથી હોતી. જેમ કે કોઈને ઊંઘમાં ચાલવાની આદત હોય છે, તો કોઈને ઊંઘમાં ઝટકા આવે છે. આવું શા માટે થાય છે ? તેના કારણો શું છે ? તેના લક્ષણ શું છે ? તેમજ તેનો ઈલાજ શું છે ? તેની વિસ્તારથી માહિતી આપણે આ લેખમાં જાણશું.
શું તમે ક્યારેય સુતા હો ત્યારે એવો અનુભવ કર્યો છે કે, તમે અચાનક નિંદર માંથી પડી રહ્યા છો. નિંદરમાં ઘણા લોકોને ઝટકા લાગવા, અને પડવા જેવો અનુભવ થાય છે. આ કારણે તમારી નિંદર ખરાબ થઈ જાય છે અને ઘણી વખત તમે વધુ પરેશાન થઈ જાવ છો. આ સમસ્યાને કારણે તમને ઘણી વખત એવું લાગે છે કે, તમે સુતી વખતે બેડ પરથી નીચે પડી રહ્યા છો. અથવા ઝટકા લાગે છે. જો આવું છે તો તમે હાઈપનીક જર્ક અથવા સ્લીપ સ્ટાર્ટરની સમસ્યાના શિકાર છો. હાઈપનીક જર્કને કારણે તમને નિંદરને લગતી સિવાય અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેના કારણે તમારી નિંદર ખરાબ થઈ જાય અને માનસિક તણાવ પણ થાય છે. આ સમસ્યા માત્ર સુતી વખતે જ થાય છે.
શું છે હાઈપનીક જર્કની સમસ્યા ? : નિંદર દરમિયાન ઝટકા આવવાની સમસ્યાને મેડિકલ ભાષામાં હાઈપનીક જર્ક કહેવામાં આવે છે. આ સમસ્યા તમને નિંદરમાં હો તો ત્યારે થાય છે. હળવી નિંદરમાં આ ઝટકા આવે છે. ઝટકા તે સમયે આવે છે જયારે તમે ન સુતા હો કે ન જાગતા હો. સામાન્ય રીતે આ સમસ્યામાં તમારી હાર્ટ રેટ ઓછી થવા લાગે છે અને શ્વાસ પણ ધીમી ચાલે છે.
એક્સપર્ટ જણાવે છે કે, ઘણા લોકો હાઈપનીક જર્કને નર્વસ સિસ્ટમને લગતી સમસ્યા માને છે. પરંતુ હજુ સુધી તેનું સમર્થન નથી થયું. એક શોધ અનુસાર લગભગ 60 પ્રતિશતથી વધુ લોકો આ સમસ્યા સાથે જોડાયેલા છે. પરંતુ આમાંથી મોટાભાગના લોકોને આ વિશે જાણ જ્યાં સુધી તમારી નિંદર ખરાબ ન થાય ત્યાં સુધી આ વિશે જાણ થવી મુશ્કેલ છે.
શું છે હાઈપનીક જર્કની સમસ્યા ? : નિંદરમાં ઝટકાનો અનુભવ થવાની સમસ્યા વિશે હજુ સુધી કોઈ રીસર્ચ નથી થયું. આ વિશે ઘણા સંશોધનો થયા છે. જેમાં કહેવામાં આવે છે કે, મૂંઝવણ અથવા સુતી વખતે થતી પરેશાનીઓના કારણે આ સમસ્યા થાય છે. આની પાછળ તમારી જીવનશૈલીને લગતા કારણો પણ જવાબદાર છે. જો કે આ વિશે કંઈ સચોટ કહેવું મુશ્કેલ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, હાઈપનીક જર્કની સમસ્યા ઘણા કારણોથી થઈ શકે છે.
જેમ કે સ્ટ્રેસ, ચિંતા અને થાક વગેરે કારણે નિંદર દરમિયાન ઝટકા લાગે છે, કેફીનનું વધુ સેવન કરવાથી હાઈપનીક જર્કની સમસ્યા થાય છે, નિંદરની કમીને કારણે પણ ઝટકાનો અનુભવ થાય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અથવા આયરનની કમીને કારણે, સુતી વખતે ખોટી સ્થિતિમાં અથવા તો સ્નાયુઓ દબાણને કારણે અને ઘણી દવાઓના સેવનથી પણ થાય છે.
હાઈપનીક જર્કના લક્ષણ : હાઈપનીક જર્કની સમસ્યામાં તમને નિંદર દરમિયાન ઝટકા લાગે છે. આ કારણે તમે અચાનક નિંદરની વચ્ચે ચોકીને ઊઠી જાવ છો. ઘણા એક્સપર્ટ માને છે કે, આ એક સામાન્ય સમસ્યા છે પણ આ કારણે તમને બેચેની અથવા ગભરાહટનો અનુભવ થાય છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હાઈપનીક જર્કના લક્ષણો જેમાં નિંદર દરમિયાન ચોકીને ઊઠી જાવું, નિંદર દરમિયાન ઝટકાનો અનુભવ થવો, પુરતી નિંદર ન થવી.
સુતી વખતે ઝટકા આવવાનો ઈલાજ અને બચાવ : સુતી વખતે ઝટકા આવવા અથવા હાઈપનીક જર્કની સમસ્યાનો હજી સુધી કોઈ સચોટ કારણ અથવા આ વિશે જાણકારી નથી. આથી આ સમસ્યાનો કોઈ ઈલાજ નથી. હાઈપનીક જર્કની સમસ્યા થવા પર તમે બચાવ માટે આ બાબતોનું ધ્યાન રાખી શકો છો. જેમ દરરોજ નિયમિત નિંદર લો એક જ સમયે સુવો અને ઉઠો. સુતા પહેલા કસરત કરવાથી બચવું જોઈએ. પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું સેવન કરો. આયરનની પર્યાપ્ત માત્રા પોતાની ડાયટમાં સામેલ કરો. કેફીનનું સેવન ઓછું કરો. વધુ હેવી કસરત ન કરો. તણાવથી બચવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી