આજની મોટાભાગની બીમારીઓમાં ખાણીપીણી મહત્વનો ભાગ ભજવે છે. આવી બીમારીઓમાં એક થાઇરોડ છે. થાઈરોડ ની વાત કરીએ તો આખા વિશ્વમાં દર વર્ષે 25 મે ના દિવસે ‘વર્લ્ડ થાઇરોડ ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસે ઉજવવાનો ઈરાદો લોકોને થાઇરોડ પ્રતિ જાગૃત કરવાનો છે. થાઇરોડ ગ્રંથિ નું સારી રીતે કામ ન કરવાના કારણે આ સમસ્યા ઊભી થાય છે. થાઇરોડ પતંગિયાના આકારની એક ગ્રંથિ હોય છે જે ગળાના આગળ ના ભાગમાં હોય છે.
વિશેષરૂપે 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. આ એક હોર્મોન બનાવે છે જેની મદદથી મેટાબોલિઝ્મ નિયંત્રિત રહે છે. જ્યારે હોર્મોનનું સ્તર વધુ ઓછું કે વધુ વધારે થઈ જાય છે ત્યારે શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. હોર્મોનનું સ્તર બગડતા શરીરમાં અનેક સમસ્યાઓ આવે છે. વધારે થાક, વાળનું ખરવું, હાથ-પગમાં ઝણઝણાટી, ગરદનમાં સોજો અને હૃદયના ધબકારામાં બદલાવ જેવા લક્ષણો જોવા મળે છે.વધારે વજન ઘટવું કે વધવું:- વજનમાં બદલાવ આવવો થાઇરોડ રોગ નું સૌથી સામાન્ય લક્ષણ માંથી એક છે. વજન વધવું થાઇરોઇડ હોર્મોન ઓછો હોવાનો સંકેત જોવા મળે છે. જેને હાઈપોથાઈરાયડિઝમ કેહેવાય છે. અને જો થાઇરોડ શરીરમાં વધારે વધુ હોર્મોન બનાવે છે તો વજન વધારે ઓછું થવા લાગે છે. આને હાઇપરથાઇરાયડિઝમ કહેવાય છે. મોટાભાગના લોકોમાં હાઈપોથાઈરાયડિસ્મ જ વધુ જોવા મળે છે.
ગરદનમાં સોજો:- ગરદનમાં સોજો કે તે વધી જવાથી થાઇરોડમાં ગડબડી નો સ્પષ્ટ સંકેત છે. આમાં ગળામાં ગોઈટર એટલે કે ગન્ડમાળા બની જાય છે. આ હાઈપોથાઈરાયડિસ્મ કે હાઇપરથાઇરાયડિઝમ બંનેમાં હોઈ શકે છે. ક્યારેક ગરદનમાં સોજો થાઇરોઇડ કેન્સર કે ગાંઠના કારણે પણ હોઈ શકે છે.
હૃદયના ધબકારામાં બદલાવ:- થાઇરોઇડ હોર્મોન્સ શરીરના લગભગ દરેક અંગ પર અસર કરે છે. તેના કારણે હૃદયના ધબકારામાં પણ બદલાવ આવવા લાગે છે.હાઈપોથાઈરાયડિસ્મ વાળા લોકોના હ્રદયના ધબકારા સામાન્યથી ધીમે થઈ જાય છે. જ્યારે હાઇપરથાઇરાયડિઝમના કારણે ધબકારા ની ગતિ ઝડપી બની જાય છે. આ બ્લડ પ્રેશર પણ વધારે છે.
એનર્જી અને મૂડમાં બદલાવ:- થાઇરોઇડ ડિસઓર્ડર ની એનર્જી લેવલ અને મૂડ પર પણ ઘણી મોટી અસર થાય છે. હાઇપોથાઇરોડિઝમ ધરાવતા લોકો થાક, સુસ્ત અને ઉદાસી અનુભવે છે. હાઈપરથાઈરોઈડિઝમ ના કારણે ચિંતા,અનિંદ્રા, બેચેની અને ચીડિયાપણુ જેવી તકલીફ થાય છે.વાળ ખરવા:- વાળ ખરવા એ થાઇરોઇડ હોર્મોન અસંતુલનનો બીજો સંકેત છે. આ સમસ્યા હાઈપોથાઈરોડિઝમ અને હાઈપરથાઈરોઈડિઝમ બંનેમાં અનુભવાય છે. મોટાભાગના કિસ્સાઓમાં, થાઇરોઇડ ડિસઓર્ડરની સારવાર કર્યા પછી વાળ પાછા ઉગી જાય છે.
ખૂબ ઠંડી કે ગરમી લાગવી:- થાઇરોઇડ ડિસઓર્ડર શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતાનો અવરોધ કરે છે. હાઈપોથાઈરોડીઝમ ધરાવતા લોકોને સામાન્ય કરતાં વધુ ઠંડી લાગે છે. જ્યારે હાઈપરથાઈરોઈડિઝમવાળા લોકોને વઘારે પરસેવો થાય છે.
અન્ય લક્ષણો:- હાઈપોથાઈરોઈડિઝમમાં, અન્ય લક્ષણો જેવા કે શુષ્ક ત્વચા, તૂટેલા નખ, હાથ-પગ સુન્ન થઈ જવા, કબજિયાત, પીરિયડ્સમાં અનિયમિતતા પણ અનુભવાય છે. હાઈપરથાઈરોઈડિઝમના અસામાન્ય લક્ષણોમાં સ્નાયુઓની નબળાઈ અથવા ધ્રુજારી, આંખની સમસ્યાઓ, ઝાડા, અનિયમિત પિરિયડ વગેરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી