પત્નીના હાથને સુંદર સને સોફ્ટ બનાવવા, રોજ રાત્રે સુતા પહેલા પતિએ કરવું જોઈએ આ કામ….

મિત્રો તમે જાણો છો તેમ હાલ શિયાળાના દિવસો શરૂ છે એટલે સ્વાભાવિક છે કે, દરેક લોકોને પોતાના હાથ, પગ તેમજ આખા શરીરની સ્કીન રફ તેમજ બેજાન જેવી લાગવા લાગે છે. આથી લોકો તેને મુલાયમ બનાવવા માટે નવા નવા ક્રીમનો ઉપયોગ કરે છે. પણ ઘણી વખત ગૃહિણીઓને પોતાના ઘરકામમાંથી નવરાશ મળતી ન હોવાથી તેઓ પોતાની કેર નથી કરતી. જેના કારણે તેની સ્કીન રૂખી, રફ, તેમજ બેજાન બની જાય છે. પણ જો તમે આ ઉપાય કરશો તો તેની અસર માત્ર 7 દિવસમાં જોવા મળશે.

પોતાની પત્નીના રફ હાથ જેમ તમને જોવા નથી ગમતા તેમ તમારી પત્નીને પણ નથી ગમતા. પણ પોતાની જવાબદારીમાં વ્યસ્ત હોવાથી તેઓ પોતાની કેર ન કરી શકતી હોય. શિયાળામાં હાથનું રફ થઈ જવું એક સામાન્ય બાબત છે. ખાસ કરીને મહિલાઓ આ સમસ્યાનો વધુ સામનો કરે છે. જે ઘરની જવાબદારી ઉઠાવે છે. તેવામાં વારંવાર હાથ ધોવા, ડીશવોશ અને ડીટરજન્ટના કારણે તેના હાથની ત્વચાને નુકશાન પહોંચે છે. જો તમે તમારી પત્નીને આ વસ્તુ આપશો તો તેની ત્વચા બની જશે એકદમ સુંદર અને ચમકદાર.

તમારી પત્નીના હાથ બનશે નરમ અને મુલાયમ : દરેક પુરુષને પોતાની પત્નીના હાથ રફ હોય તે નથી ગમતું. પરંતુ કોઈ પણ લોશન કે તેલ લગાવવાથી કોઈ ફાયદો નથી થતો. કારણ કે દિવસે દિવસે તમારા હાથ બેજાન બનતા જાય છે. તેવામાં અમે તમને અહીં એક ખાસ ઉપહાર વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી પત્નીના હાથ નરમ અને મુલાયમ બનાવશે.તમે અધૂરું કારણ જાણો છો : શું તમને ખબર છે કે, તમારી પત્નીના હાથ રફ થવાનું કારણ વધુ સમય માટે હાથ પાણીમાં રહેવાથી તેમજ તેની યોગ્ય દેખરેખ ન થવાથી થાય છે. આ માટે કોઈ ક્રીમ, લોશન કે ઓઈલ લગાવવાથી પણ કોઈ ખાસ લાભ નથી થતો. આ વાત બરાબર છે પણ અધુરી છે. વાસ્તવમાં તમારી પત્નીના હાથ રફ છે એ એટલા માટે દુર નથી થતા, કારણ કે હાથ પર લોશન કે ક્રીમ લગાવ્યા પછી તે લોશન કે ક્રીમનું અવશોષણ હાથની ત્વચામાં યોગ્ય રીતે નથી થતું. તેથી અંદરની ત્વચાને નમી નથી મળતીને ઉપરની ત્વચા પાણીના સંપર્કમાં આવવાથી તેની ચીકાશ દુર થઈ જાય છે.

શું છે આ સમસ્યાનું સમાધાન : આ સમસ્યાને દુર કરવા માટે જરૂરી છે તમે તમારી પત્નીના હાથમાં ગહેરાઈ સુધી ઓઈલ કે લોશનનું પોષણ કરો. આ ત્યારે સંભવ છે જ્યારે તેના હાથમાં સારી રીતે તેલથી માલીશ કરવામાં આવે. આ માટે ઓઈલ એટલે કે જેતુનનું તેલ, કેસ્ટર તેલ એટલે કે એરંડાનું તેલ અથવા સરસવનું તેલ ઉપયોગમાં લો.જ્યારે તમારા હાથમાં સુકાઈ જાય ત્યારે લોશન કે ક્રીમની જગ્યાએ તમે ઓઈલથી મસાજ કરો. આ મસાજ ત્યારે વધુ અસરકારક નીવડે છે જ્યારે આ મસાજ કોઈ બીજા દ્વારા કરવામાં આવે. ઉમ્મીદ છે હવે તમે આ ઈશારો સમજી ગયા હશો. જો તમે ઈચ્છો છો કે તમારી પત્નીના હાથ પહેલા જેવા જ નરમ અને મુલાયમ બને તો તેના માટે તમે દરરોજ તમારી પત્નીની મસાજ કરી દો.

આ સમય મસાજ માટે યોગ્ય છે : હાથની માલીશ કર્યા પછી જરૂરી છે કે, માલીશ કર્યા પછી બે કલાક સુધી પાણીમાં હાથ ન નાખવા. તેથી દિવસમાં ક્યારેય માલીશ ન કરવી જોઈએ. કારણ કે કોશિશ કર્યા પછી પણ દિવસે હાથ પાણીમાં જવાના જ છે. આથી તમે તમારા પત્નીના હાથની માલીશ સુતા પહેલા 20 મિનીટ સુધી કરો. બંને હાથમાં 10 મિનીટ સુધી માલીશ કરો. પાણીને લગતા કોઈ કામ ન કરો. આમ કરવાથી 5 થી 7 દિવસમાં બદલાવ જોવા મળશે.પત્નીને આ ઉપહાર બહુ ગમશે : કપડા અને ઘરેણા જેવા ગીફ્ટ તમે ઘણું આપ્યું હશે. પણ હાથ મસાજ તે ખુબ સુંદર ઉપહાર રહેશે. ખુબ સારું એ રહેશે કે તમે કોઈ ગીફ્ટ પેકમાં કોઈ લોશન કે ક્રીમ આપો. આમ આ પેકને બેડ પાસે જ પેક રાખી મુકો જેથી કરીને દરરોજ માલીશ કરી શકાય.

( નોંધ : આ માહિતી કે ઉપચાર ઈન્ટરનેટના માધ્યમથી અહીં રજુ કરવામાં આવી છે, તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ. )

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment