આ છે ખીલ, દાગ સહિત ચામડીની 5 સમસ્યાઓનો રામબાણ ઈલાજ, જાણો લાગવવાની સરળ અને ઘરેલું રીત…

મિત્રો તમે લવિંગ તેમજ નાળિયેર તેલનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હશો. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની અનેક બીમારીઓ દુર કરે છે. પરંતુ જો તમને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે તો તમારે નાળિયેરમાં લવિંગ નાખીને તેના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

મોટાભાગના લોકો સ્કીનની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. ઘણા લોકોને તો ખીલ થયા પછી તેના નિશાન પરેશાન કરે છે. આ ડાઘ તમારા ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. આથી લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા મોંઘો પ્રોડક્ટ અને ઘણી મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી થતો.

આથી ચહેરાની દશા વધુ ખરાબ થઇ જાય છે. આથી સ્કીનની સમસ્યા દુર કરવા માટે તમે લવિંગ નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ખીલ, તેના ડાઘ, રીન્ક્લ્સ, ફંગલ ઇન્ફેકશન જેવી પરેશાનીઓ દુર કરવામાં મદદ મળે છે. લવિંગ અને નાળિયેર તેલમાં ઘણા એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક, અને એન્ટી ઇફ્લેમેટરી ગુણ રહેલા છે. જેનાથી સ્કીનની સમસ્યા દુર થાય છે. તેનાથી એલર્જી અને ચહેરા પર સોજાની સમસ્યા પણ નથી થતી. આ સિવાય તમે સ્કીન પર કોઈ કેમિકલનો ઉપયોગ કરવા નથી, માંગતા તો આનો ઉપયોગ જરૂર કરી શકો છો. તો ચાલો જાણીએ લવિંગ અને નાળિયેર તેલના ફાયદાઓ.

ખીલ : ઘણા લોકો ખીલની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે, તેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો કરે છે. લવિંગ અને નાળિયેર તેલ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર હોય છે. આ સિવાય લવિંગમાં યુજેનોલ નામનું યોગિક હોય છે, જે ખીલને ઠીક કરવામાં મદદ કરે છે. સાથે સોજા અને લાલાશને દુર કરવામાં મદદ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો : ખીલને ઠીક કરવા માટે તમે એક ચમચી નાળિયેર તેલમાં 3 થી 4 લવિંગની કળીઓ પીસીને તેનું મિશ્રણ બનાવી લો. પછી આ મિશ્રણને રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો અને સવારે ઉઠીને ઠંડા પાણીથી ધોઈ લો. તમે ઇચ્છો તો હળવા હાથે મસાજ પણ કરી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે, આ પેસ્ટ તમારી આંખમાં ન જાય. ચહેરા પર લગાવતા પહેલા એક વખત હાથ પર ટેસ્ટ જરૂર કરી લો.

એન્ટી એજિંગ ગુણો : લવિંગ અને નાળિયેર તેલ ત્વચાની કરચલીઓને ઓછી કરે છે. તે ચહેરાની કરચલીઓ અને કાળા ડાર્ક સર્કલને ઓછા કરે છે. તેના એન્ટી એજિંગ ગુણને કારણે મૃત ત્વચા કોશિકાઓને દુર કરીને ચમક ફરી પ્રદાન કરે છે અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. તેનાથી તમારી સ્કીન સુંદર અને યુવાન દેખાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો : આ માટે તમે લવિંગ તેલના થોડા ટીપા અને નાળિયેર તેલના થોડા ટીપા મિક્સ કરી લો. આ મિશ્રણથી ચહેરા પર સારી રીતે મસાજ કરો. રીન્ક્લ્સ વાળા જગ્યાએ હાથ વડે મસાજ કરો પછી નવશેકા ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. આવું અઠવાડિયામાં બે વખત કરો.

ખીલના નિશાન : ખીલના નિશાન તમારી સુંદરતા ઓછી કરે છે. પછી તમે અંદરથી આત્મવિશ્વાસનો અનુભવ નથી કરતા. તમારા માટે ચહેરો જ પરેશાનીનું કારણ બની જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે લવિંગનું તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.  તેનાથી ખીલના નિશાન દુર થાય છે સાથે ત્વચામાં નવી ચમક પણ આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો : ડાઘને દુર કરવા માટે લવિંગ તેલમાં નાળિયેર તેલ અથવા બદામ તેલના થોડા ટીપા મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ચહેરા પર મસાજ કરો. જો કે તેનો ઉપયોગ ચહેરાને બરાબર ધોયા પછી કરવો જોઈએ. તેને તમે રાત્રે સુતા પહેલા પણ લગાવી શકો છો.

સ્ટ્રેસ દુર કરવા : ઘણી વખત થાક અને તણાવને કારણે ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. તણાવ તમારી ત્વચા માટે ખતરનાક છે. આ માટે તમે લવિંગ તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતા પહેલા માથા, ચહેરા અને ગરદનમાં તેનાથી મસાજ કરો. તે સંપૂર્ણ શરીરને આરામ આપે છે અને નિંદર પણ સારી આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો : લવિંગ તેલ અને નાળિયેર તેલ મિક્સ કરીને આખા શરીર પર લગાવીને સુઈ શકાય છે. સવારે ઉઠીને નવશેકા ગરમ પાણીથી સ્નાન કરો. તેનાથી આખો દિવસ સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ થાય છે. સાથે જ નિંદર પણ સારી આવે છે.

ફંગલ ઈન્ફેકશન : આ બંનેના મિશ્રણમાં એન્ટી ફંગલ ગુણ રહેલા છે. જેની મદદથી ચહેરાની ઘણી સમસ્યાઓ દુર થાય છે. તેનાથી ચહેરા પર થતા રેશેજ અને ખંજવાળ દુર થાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો : આ માટે તમે દરરોજ ચહેરા પર નાળિયેર તેલ લગાવી શકો છો. તેનાતી ચહેરા પર દાણા નથી આવતા. સ્કીન સાફ દેખાય છે. જો તમારી સ્કીન વધુ સંવેદનશીલ છે તો તેનો ઉપયોગ કરતા પહેલા કોઈ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment