કોઈ પણ સંબંધને ટકાવી રાખવા માટે બે વસ્તુઓ અતિ આવશ્યક હોય છે, એક પ્રેમ અને બીજો વિશ્વાસ. આ બંને ના આધારે જ કોઇપણ સંબંધનો પાયો ટકેલો હોય છે અને તે જ સંબંધને ગાઢ બનાવવાની ચાવી છે. સંબંધમાં એક બીજા પ્રત્યે આદર, ઈમાનદારી અને જવાબદારીઓ પણ હોવી જોઈએ, કારણકે સંબંધમાં લડાઈ ઝઘડા થવા સામાન્ય બાબત છે પરંતુ સમજદાર વ્યક્તિ એ જ છે જે નીજી મતભેદોને ભૂલી ને એકબીજા સાથે આવી જાય છે.
પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે એક વાતને પકડી ને બેસી રહે છે અને ત્યાં જ સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થાય છે. કેટલીક વાર જોવા મળે છે કે લોકો પોતાના પ્રેમના સંબંધ પ્રત્યે ઈમાનદાર તો હોય છે, તોપણ તેઓ પોતાના પાર્ટનરના મનની વાત નથી સમજી શકતા. બંને વ્યક્તિઓમાં દરેક વસ્તુ પરફેક્ટ નથી હોતી પરંતુ બંનેએ એકબીજાની ચિંતા અને સન્માન કરવું જરૂરી હોય છે. સંબંધમાં એ જરૂરી નથી કે વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરે છે પરંતુ એ તો જરૂરી જ છે કે તમારા અભિપ્રાય, પસંદ-નાપસંદ વગેરે માટે તકેદારી રાખે. અને આ કોઈપણ લગ્ન જીવન માટે મહત્વપૂર્ણ વસ્તુ છે.મોટાભાગના લગ્ન જીવનમાં એવું જોવા મળે છે કે પોતાના પાર્ટનર સાથે અત્યંત ખરાબ વર્તણુક કરે છે. જો કોઈ વ્યક્તિને ઘરની બહાર કે ઓફિસમાં કોઈ સાથે અણ બનાવ થયો હોય તો તે ઘરે આવીને પોતાના પાર્ટનર પર બધા જ દોષનો ટોપલો ઠાલવે છે અને પોતાનું બધું જ ફર્સ્ટ્રેશન પોતાના પાર્ટનર પર કાઢે છે. જેથી કરીને તેમનું લગ્ન જીવન તણાવ યુક્ત બની જાય છે. અને પોતાનું લગ્ન જીવન બોજ વાળું લાગે છે.
આવા સંબંધોમાં પાર્ટનર અપમાનના ઘુંટડાં એમ કરીને પી લે છે કે આનુ કોઈ સોલ્યુશન નથી. આ પ્રકારના વ્યવહાર તમારા લગ્ન જીવનને બરબાદ કરી દે છે. જો આવો વ્યવહાર કયા કારણોથી થઈ રહ્યો છે તેની પાછળનું સાચું કારણ જાણવા મળી જાય તો આવા અપમાનજનક વ્યવહારને રોકી શકાય છે અને ખુશાલ લગ્નજીવન બનાવી શકાય છે.
આ પાંચ છે લગ્નજીવનને ખુશાલ બનાવવાની અસરકારક રીતો:-1) ભાવનાઓને શેર કરો:- તમારા પાર્ટનર સાથે તમારી દરેક પ્રકારની ભાવનાઓ શેર કરવી જોઈએ. તેના આવા વર્તણૂંકથી તમે કેવું મહેસુસ કરી રહ્યા છો. તે પ્રેમપૂર્વક અને સ્પષ્ટપણે જણાવો. અને તમારો પાર્ટનર કેમ આવો વ્યવહાર કરે છે તેની પાછળનું કારણ જાણવા પ્રયત્ન કરવો અને આવી સ્થિતિને સુધારવાના ઉપાય શોધવા.
2) ચોખવટ કરો:- જો તમને તમારા પાર્ટનરની કોઈ વાત અપમાનજનક લાગતી હોય તો તેની સાથે ખુલ્લા મનથી સ્પષ્ટતા કરો કે આ જાણતા થયું છે કે અજાણતા. જો પોતાની પણ ભૂલ હોય તો સ્વીકારીને સુધારવાનો પ્રયાસ કરવો. જો આ બાબતમાં તમને સાચી સ્થિતિ જાણવા મળી જાય તો ભવિષ્યમાં આ વિશે તકેદારી રાખવામાં મદદ મળશે.3) પ્રશંસા કરવી જરૂરી:- જો તમારો પાર્ટનર તમારી સાથે કોઈ સારો વ્યવહાર કર્યો હોય તો તેની પ્રસંસા અચૂકથી કરવી. અને તેના વ્યવહારથી તમે પણ કેટલા ખુશ થયા છો તે પણ જણાવવું. જો તમારા પાર્ટનરને પ્રશંસા મળશે તો ખરાબ વર્તન કરતા અચકાશે અને સારા વર્તન તરફ પ્રેરિત થશે.
4) યોગ્ય વ્યક્તિની મદદ લેવી:- કોઈ ત્રીજી વ્યક્તિની મદદ લેવી કે જે તમારા બંનેના સંબંધો વિશે તેને જાણ હોય અને તમારા અત્યંત નિકટનો વ્યક્તિ હોય. આ વ્યક્તિ સાથે તમે તમારા પાર્ટનરના વ્યવહાર પરનો તેમની પાસેથી અભિપ્રાય લઈ શકો છો અને સમાધાન કરવા માટે પણ મદદ લઈ શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અંગત બાબતોને જાહેર કરવા માટે તમે કેવી વ્યક્તિ પસંદ કરી છે. તેથી તમારા પાર્ટનર નું મન ન દુભાય એ રીતે ત્રીજી વ્યક્તિ આગળ તમારી વાત મૂકવી. હંમેશા તમારા હિતેચ્છું હોય તેવી વ્યક્તિની જ મદદ લેવી.5) સેલ્ફ રિસ્પેક્ટ જરૂરી:- આપણે હંમેશા પોતાનું સન્માન કરવું જોઈએ અને પોતાની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરવી જોઈએ. આપણે આપણી મદદ માટે તૈયાર રહેવું જોઈએ. પોતાના પાર્ટનરના ખરાબ વર્તનથી તમારાં હૃદય ને ઠેસ પહોંચે છે તેવી સ્પષ્ટતા કરવી જોઈએ. અને આવું વર્તન ફરી ન થાય તેની સૂચના પણ આપવી. પાર્ટનરને તેની આ ભૂલોને સુધારવા માટે સૂચન કરવું.
6) કાઉન્સેલરની મદદ:- જો તમે બંને એકબીજાના વ્યવહારથી અત્યંત કંટાળી ગયા હોવ અને પરેશાન થઈ ગયા હોવ તો તેના માટે કાઉન્સેલર ની મદદ લેવી જોઈએ. તેમના દ્વારા તમને એક વાતાવરણ આપવામાં આવશે. જેથી તમે વધુ સારી અને સરળ રીતે પોતાની સમસ્યાઓ અને મતભેદોનું સમાધાન કરી શકશો. અને તમે તે પણ જાણવામાં મદદ મળશે કે તમે તમારું તૂટતું લગ્ન જીવન બચાવી શકશો કે નહીં.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી