બદલતા મૌસમની સાથે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થતી જોવા મળતી હોય છે. એવામાં લોકો ખુબ જ ઝડપથી બીમાર પડી જાય છે. જ્યારે બીજી બાજુ કોરોના મહામારીએ પણ લોકોને ડરાવી દીધા છે, એવામાં દરેક લોકો સંક્રમણથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાની કોશિશ કરી રહ્યા છે. સરકાર તરફથી પણ લોકોને સ્વસ્થ રહેવાની અપીલ કરવામાં આવી છે. જેથી કોવીડ-19 ના પ્રક્રોપથી બચી શકાય.
ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી ઇમ્યુનિટી વધારવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. જેમાંથી એક છે ગીલોયનો ઉકાળો. જો કે દરેક લોકો પોતાની રીતે ગીલોયનો ઉકાળો બનાવે છે. પણ તેને બનાવવાની સાચી રીત બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને ગીલોયનો ઉકાળો બનાવવાની સાચી રીત જણાવીશું કે ગીલોયનો ઉકાળો કેમ બનાવવો અને તેને બનાવતી વખતે કંઈ ઔષધીનો ઉપયોગ કરવો. સાથે જ તમને એ પણ જણાવીશું કે તમારે દિવસમાં કેટલો ઉકાળો પીવો જોઈએ.ગીલોય ફાયદા : ગીલોય ખુબ જ સસ્તી આયુર્વેદિક ઔષધી છે અને તેને દરેક લોકો ખરીદી શકે છે. ગીલોયને ગુડુંચી અથવા અમૃતના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમજ તેને ગળો પણ કહેવાય છે. આયુર્વેદમાં ઘણા રોગોના ઈલાજમાં ગીલોયનો ઉપયોગ કરવામાં આવે છે. ગીલોયનો રસ, તેનો ઉકાળો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ જેવી ગંભીર બીમારીઓમાં આપવામાં આવે છે.
આ સિવાય બદલાતી ઋતુમાં ગીલોય ઘણી રીતે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. કોરોના વાયરસથી બચવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે પણ ગીલોયનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ગીલોયનો ઉકાળો અથવા ટેબ્લેટ પણ ખાઈ શકો છો. ઘણા લોકો નિયમિત રૂપે ગીલોયનું જ્યુસ પણ પીવે છે.ગીલોયનો ઉકાળો બનાવવા માટેની સામગ્રી : બે કપ પાણી, ગીલોયના એક એક ઇંચના 5 ટુકડા, એક ચમચી હળદર, 2 ઈંચનો આદુનો કટકો, 6 થી 7 તુલસીના પાંદ અને સ્વાદ અનુસાર ગોળ.
બનાવવાની રીત : સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી મિડીયમ આંચ પર ઉકળવા માટે મૂકી દો. હવે તેમાં બીજી બધી સામગ્રી નાખો અને ગીલોય પણ નાખો. હવે ધીમા તાપે તેને ચડવા દો. જ્યારે પાણી અડધું થઈ જાય અને બધી વસ્તુઓ સારી રીતે ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. કોઈ કપડા અથવા ગરણીથી તેને ગળી નાખો અને ચાની જેમ પીવો.કેટલી માત્રામાં ગીલોયનો ઉકાળો પીવો જોઈએ : ગીલોયનો ઉકાળો તમારે દરરોજ એક કપથી વધુ ન પીવો જોઈએ. એક કપથી વધુ માત્રામાં ઉકાળો પીવાથી તમને નુકશાન પણ થઈ શકે છે. જ્યારે તમે કોઈ બીમારીથી પીડિત છો તો તમારે ડોક્ટરની સલાહ પછી તેને પીવો જોઈએ. ગર્ભવતી મહિલા, નવજાત શિશુને ઉકાળો આપતા પહેલા ચિકિત્સકની સલાહ લેવી. આવા લોકો જો આ ઉકાળો પીવે તો તેમણે બ્લડ પ્રેશર અને ઓટો ઈમ્યુન બીમારીઓથી ખતરો થઈ શકે છે.
ગીલોયનો ઉકાળો પીવાના ફાયદાઓ : ગીલોયનો ઉકાળો પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. તેમાં રહેલ આદુ અને હળદર મળીને ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. દરરોજ ગીલોયનો ઉકાળો પીવાથી શરીર ઘણા પ્રકારના સંક્રમણ અને સંક્રામક તત્વોથી બચી શકે છે.ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઓછી થવાથી ગીલોયનું સેવન કરવામાં આવે છે જેનાથી ખુબ ઝડપથી પ્લેટલેટ્સ વધવા લાગે છે. સંધિવા રોગમાં પણ ગીલોય ખુબ ફાયદાકારક છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે પણ તે ફાયદાકારક છે. આયુર્વેદમાં ડાયાબિટીસના દર્દીને પણ ગીલોય ખાવાની સલાહ આપવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી