આ છે ઘરમાંથી વાંદા ભગાવવાનો સૌથી કારગર ઉપાય, ઘરના એકેએક ખૂણેથી કાઢી મુકશે બહાર…. બસ કરો ખાલી આ એક કામ….

મિત્રો કેટલીક વાર અનેક પ્રકારની જીવાતો આપણા ઘરમાં અડ્ડો જમાવી દે છે. અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં તેનાથી છુટકારો મળતો નથી પરંતુ મિત્રો અમે અહીંયા કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ જેને અપનાવીને તમે આવી અનિચ્છનીય જીવાતો થી છુટકારો મેળવી શકો છો.

આવી જીવાતો માં એક વંદાનો સમાવેશ થાય છે. કેટલીક વાર ઘરોમાં વંદાની હાજરી એટલી વધારે વધી જાય છે કે જીવવું મુશ્કેલ બની જાય છે. આ વંદા શરીરમાં ભલે નાના અને મામૂલી નજર આવતા હોય પરંતુ તેની હાજરી ખૂબ જ વધારે ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ વંદા થી છુટકારો મેળવવાની કેટલીક ઘરેલુ રીતો જેને અપનાવીને તમે ચપટીમાં જ વંદાને ઘરમાંથી હંમેશા માટે બાય બાય કહી શકશો.1) કેરોસીન:- કેરોસીન નું તેલ જેને માટીનું તેલ પણ કહેવામાં આવે છે. તેની મદદથી પણ તમે વંદાથી મિનિટોમાં જ છુટકારો મેળવી શકો છો. તેના માટે એક ગ્લાસ કેરોસીન તેલને સ્પ્રે બોટલમાં ભરીને એવી જગ્યા ઉપર સ્પ્રે કરી દો જ્યાં વંદા વધારે આવતા હોય. આ તેલની ગંધ થી થોડીક જ મિનિટોમાં વંદા દૂર ભાગી જશે.

2) તમાલ પત્ર નો પાવડર:- તમાલપત્ર પાવડરને પણ તમે વંદાથી છુટકારો મેળવવા માટે ઉપયોગ કરી શકો છો. તેના માટે તમાલપત્રને બારીક પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાવડરને ઘરના દરેક ખૂણામાં થોડો થોડો છાંટી દો. તેનાથી વંદા દૂર દૂર સુધી નજર નહીં આવે.3) બેકિંગ સોડા:- વંદા થી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ સોડાની મદદ લઈ શકો છો. બેકિંગ સોડા ને તમે એક ગ્લાસ પાણીમાં સરસ રીતે મિક્સ કરીને તેમાં થોડીક ખાંડ એડ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને એવી જગ્યા પર છાંટી દો જ્યાં વંદા ની હાજરી વધારે હોય.

4) પેપરમિન્ટ તેલ:- પેપરમિન્ટ તેલથી પણ તમે વંદા થી છુટકારો મેળવવા માટે ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણીમાં અડધો ગ્લાસ પેપરમિન્ટ ઓઇલ મિક્સ કરી લો. ત્યારબાદ થોડું મીઠું મેળવીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં છંટકાવ કરી લો.5) લવિંગ:- લવિંગ ની મદદ પણ તમે વંદાને ઘરમાંથી દૂર ભગાવવા માટે કરી શકો છો. તેના માટે 12 થી 15 લવિંગનો પાવડર બનાવીને એવી જગ્યા પર રાખો જ્યાં વંદા જોવામાં આવતા હોય. લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણીનો ઉપયોગ પણ તમે  વંદાને ભગાવવા માટે કરી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment