ખોટા ખાનાપનને કારણે ઘણી વખત પેટ ખરાબ થઈ જતું હોય છે. જેના કારણે પેટ ફુલાવું અને ગેસ જેવી સમસ્યાઓ થઈ જતી હોય છે. પણ તેને ઠીક કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો અજમાવી શકાય છે.
ઘણી વખત ખુબ જ તળેલું તેમજ મસાલેદાર ખોરાકનું સેવન કરવાથી અથવા તો વાસી ખોરાક ખાવાથી પણ પેટ ખરાબ થઈ જતું હોય છે. જેનાથી ઘણા લોકોને અપચો, પેટ ફુલાવું અને ગેસ્ટ્રીક ની સમસ્યાઓ થઈ જતી હોય છે. આ પરેશાની વધવાથી પાચન તંત્ર પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો અહી આપેલ થોડા ઘરેલું ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે.
અજમો : તેમાં થાઈમોલ નામનું એક યૌગિક હોય છે જે ગેસ્ટ્રીકને ઠીક કરવા માટે પાચનતંત્રને બરાબર કરવામાં મદદ કરે છે. તમે દિવસમાં એક વખત એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો લઇ શકો છો. તેનાથી પેટ ફુલાવું બંધ થઈ જાય છે.
જીરાનું પાણી : જીરાનું પાણી ગેસ્ટ્રીક અથવા ગેસ માટે સૌથી સારા ઉપચારમાંથી એક ખુબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. તે લાળ ગ્રંથીને ઉત્તેજિત કરે છે. જે ભોજનના સારા પાચનમાં મદદ કરે છે. અને ગેસને અટકાવે છે. દરરોજ એક ચમચી જીરું લો અને તેને બે કપ પાણીમાં 10-15 મિનીટ સુધી ઉકાળો. ભોજન કર્યા પછી તેને ગાળીને સેવન કરો. આમ કરવાથી 3 થી 4 દિવસમાં તમને આરામ મળશે.
હિંગ : અડધી ચમચી હિંગ થોડા નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાથી ગેસની સમસ્યા ઓછી થાય છે. હિંગ એક એન્ટી ફ્લેટુલેટના રૂપમાં કામ કરે છે, જે આંતરડાના બેકટેરિયાના વિકાસને રોકે છે. આ જ પેટમાં વધુ ગેસ પેદા કરવા માટે જવાબદાર હોય છે. આયુર્વેદ અનુસાર હિંગ શરીરના વાત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે.
આદુ : ભોજન કર્યા પછી લગભગ એક ચમચી તાજા આદુનો રસ એક ચમચી લીંબુના રસની સાથે લો. ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે આદુની ચા પણ અસરકારક છે. આદુ એક પ્રાકૃતિક કાર્મિનેટીવના રૂપમાં કામ કરે છે.
બેકિંગ પાવડર : પેટ ફૂલવાની સમસ્યાને ઓછી કરવા માટે બેકિંગ પાવડરની સાથે લીંબુના રસનું સેવન કરો. આ માટે એક કપ પાણીમાં એક ચમચી લીંબુની રસ અને અડધી ચમચી બેકિંગ પાવડર મિકસ કરો. ભોજન પછી તેનું સેવન કરો. આમ કરવાથી કાર્બન ડાઈઓક્સાઈડ બનશે જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.
ત્રિફલા : ગેસ, અપચો અને પેટ ફૂલાવાની સમસ્યા દુર કરવા માટે ત્રીફલાની અડધી ચમચી પાવડરમાં બે કપ પાણી નાખીને 5 થી 7 મિનીટ ઉકાળો. હવે સૂતા પહેલા તેનું સેવન કરો. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેને લેવાથી પેટનો સોજો ઓછો થઈ જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી