આજનું ખાન પાન અને ખરાબ રહેણી કરણીના લીધે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. આવી સમસ્યાઓમાંથી એક નસનું દબાઈ જવું પણ સામેલ છે. ક્યારેક તો એવી પરિસ્થિતિ આવે છે જેમાં નસમાં અત્યંત દુખાવો અને કળતર જેવું મહેસૂસ થાય છે. આ સમસ્યા થોડાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી આમ જ રહે છે. આવી સ્થિતિમાં જો તમને થોડા સમય માટે નસ દબાયેલી હોય તો તમે વધારે પરેશાન નથી થતા પરંતુ જો ઘણા દિવસો સુધી નસ દબાયેલી રહેવાથી દુખાવો અને કળતર જેવું મહેસુસ થાય છે તો તેનો ઉપચાર કરવો અત્યંત જરૂરી બને છે.
આયુર્વેદાચાર્યનું કહેવું છે કે નસોમાં બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થવાના કારણે નસ દબાઈ જાય છે. નસ દબાવવાનું મુખ્ય કારણ નસો પર કોઈ કારણસર દબાણ કે લોહી જામવાના કારણે થઈ શકે છે. તેના સિવાય બીજા અન્ય કારણોથી પણ નસ દબાવવાની સમસ્યા થઈ શકે છે.દબાયેલી નસ કેવી રીતે ખોલવી?:- આયુર્વેદમાં દબાયેલી નસ ને ખોલવા માટે અનેક પ્રકારના ઉપચાર નો સહારો લેવામાં આવ્યો છે. વિશેષ રૂપે ચૂનો, નાગરવેલ ના પાન, પારિજાતના પાન દબાયેલી નસ ને ખોલવા માટે લાભદાયક છે. તો નસ ખોલવા માટે કયા ઉપચાર અપનાવી શકાય તે જાણવા માટે આગળ વાંચતા રહો.
1) મેથીના બીજ:- દબાયેલી નસ ને ખોલવા માટે મેથીના બીજ નો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરવા માટે મેથીના બીજ ને આખી રાત પલાળીને રાખો ત્યારબાદ સવારમાં પાણીને કાઢીને મેથીના બીજને બ્લેન્ડ કરી લો. હવે નસ જ્યાં દબાઈ હોય તે ભાગ પર આ પેસ્ટ લગાવી લો અને તેની પર સુતરાઉ કાપડથી પટ્ટી બાંધી લો. બે થી ત્રણ કલાક પછી પટ્ટી ખોલી લો. તેનાથી દબાયેલી નસની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.2) પારીજાતના પાન છે ફાયદાકારક:- દબાયેલી નસ ને ખોલવા માટે પારિજાતના પાન ઘણા ફાયદાકારક બની શકે છે. તેનો ઉપયોગ કરવા માટે પારિજાતના પાનને પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી હળવું ગરમ થઈ જાય તો આ પાણીથી અસરગ્રસ્ત જગ્યા પર શેક કરો. તેના સિવાય તમે તેનો ઉકાળાનું પણ સેવન કરી શકો છો. તેનાથી તમારી દબાયેલી નસ ખુલી જશે.
3) ચૂનો:- દબાયેલી નસને ખોલવા માટે ચૂનો પણ ફાયદાકારક છે તેના માટે નાગરવેલના પાનને હળવા ગરમ કરી લો. હવે તેની પર થોડો ચૂનો લગાવીને અસરગ્રસ્ત જગ્યા પર પટ્ટી ની રીતે લગાવો. થોડા સમય માટે આ પટ્ટીને રહેવા દો.ત્યારબાદ તેને ખોલી લો આનાથી તમને દુખાવામાં ઘણો જ આરામ મળશે.4) સિંધવ મીઠું:- દબાયેલી નસ ને ખોલવા માટે સિંધવ મીઠું પણ ઘણું ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે એક બાલટીમાં ગરમ પાણી લો ત્યારબાદ તેમાં એક સુતરાઉ કપડાની મદદથી સિંધવ મીઠુંની પોટલી તૈયાર કરી લો. આ પોટલી ને પાણીમાં મૂકી દો. ત્યારબાદ આ પાણીમાં લગભગ 30 મિનિટ સુધી દબાયેલી નસથી પ્રભાવિત ભાગને ડુબાવીને રાખો તેનાથી નસમાં થતા દુખાવાથી આરામ મળશે.
5) બીટનું જ્યુસ પીવો:- દબાયેલી નસને ખોલવા માટે બીટનું જ્યુસ ઘણું જ હેલ્ધી બની શકે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે ન થવાથી નસોમાં દબાવ થઈ શકે છે એવામાં બીટનું જ્યુસ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં તમારી મદદ કરે છે. આ ઘરેલુ ઉપચાર અત્યંત અસરકારક છે. પરંતુ જો દુખાવો વધુ હોય તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.6) આઈસ અને હિટ પેડ:- આઈસ અને હિટ પેક નો અવારનવાર ઉપયોગ કરવાથી સોજો અને દુખાવાને દૂર કરી શકાય છે. ઠંડા અને ગરમના સંયોજનોથી શરીરમાં રક્તનું સંચાલન વધી જાય છે જેનાથી દુખાવામાં રાહત મળી શકે છે. દિવસમાં ત્રણ વાર લગભગ 15 મિનિટ સુધી અસરગ્રસ્ત જગ્યા પર આઈસ પેક રાખવું. હિટ પેડને લાંબા સમય સુધી એટલે કે એક કલાક સુધી દિવસમાં ત્રણ વાર લગાવી શકાય છે.
7) વાયુવર્ધક વસ્તુઓનું સેવન ન કરવું:- દબાયેલી નસની સમસ્યામાં તમારે વાયુ વર્ધક વસ્તુઓ જેવી કે ખાટું દહીં, ચોખા, કઢીનું સેવન અત્યંત ઓછી માત્રામાં કરવું. અને ઘણું બધું પાણી પીવું આવી રીતે નાના નાના ઉપચાર કરીને તમે હંમેશા માટે સાંધાના દુખાવાથી હંમેશા માટે છુટકારો મેળવી શકશો અને હેલ્દી જીવન જીવી શકશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી