મિત્રો જયારે કિડનીની તકલીફ શરુ થાય છે ત્યારે અનેક ગણો દુખાવો થાય છે. અને આપને તેનાથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો કરીએ છીએ. દવાનું સેવન કરીએ છીએ. ઓપરેશન કરીએ છીએ. પણ જો તમે દવા કે સર્જરી વગર કીડની ની પથરી દુર કરવા માંગતા હો તો તમે આ લેખમાં એવી માહિતી છે જેનો ઉપયોગ કરીને તમે તેનાથી રાહત મેળવી શકો છો.
કિડનીની પથરી એક સામાન્ય સમસ્યા છે જે ગમે તેને થઈ શકે છે. મહિલાઓની તુલનાએ પુરૂષોને કિડનીની પથરીનું વધારે જોખમ હોય છે. લગભગ અડધા લોકોને 10 થી 15 વર્ષની વચ્ચે ફરીથી પથરી થઈ શકે છે. તે એક દર્દનાક પરિસ્થિતી છે, જે તમારું સામાન્ય જીવન ખરાબ રીતે અસર કરી શકે છે.કિડનીમાં પથરી શા માટે થાય છે? કિડનીની પથરી ત્યારે બને છે જ્યારે કેલ્શિયમ, ઓક્સાલેટ અને યુરિક એસિડ જેવા અપશિષ્ટ પદાર્થ શરીરમાંથી બહાર નીકળી શકતા નથી અને ક્રિસ્ટલ એટલે કે, નાની નાની પથરીનું રૂપ લઈ લે છે. સમયની સાથે તે મોટા થતાં રહે છે.
હાર્વર્ડ હેલ્થ મુજબ, ઘણી વખત નાની પથરી પેશાબ વાટે શરીરની બહાર નીકળી જાય છે. પરંતુ ઘણી વખત તે પેશાબના માર્ગમાં અટકી શકે છે. જેનાથી દર્દીને પેશાબ દરમિયાન બળતરા, ગંભીર દુખાવો, પેટ અને પીઠની વચ્ચે શરીરમાં એક તરફ ગંભીર દુખાવો થાય છે. પેશાબમાં લોહી અને ઉલ્ટી જેવા લક્ષણ અનુભવાઈ શકે છે. કિડનીની પથરી કેવી રીતે બહાર કાઢવી:- કીડની ની તકલીફ ખુબ જ પીડાદાયક હોય છે. કિડનીની પથરી કાઢવામાં ઘણા અઠવાડીયા કે મહિનાઓ નીકળી જાય છે અને તે પથરીના આકાર કે સંખ્યા પર આધાર રાખે છે. તે માટે ઘણી દવાઓ કે ઉપચાર રહેલા છે. ઘણી વખત પથરી કાઢવા માટે ઓપરેશનની પણ જરૂર પડી શકે છે. હાર્વર્ડ હેલ્થ મુજબ, અમુક ઘરેલુ ઉપાયોની મદદથી કિડનીની પથરી કાઢવામાં કે તેનાથી બચવામાં મદદ મળી શકે છે.
કિડનીની પથરીનો ઘરેલુ ઉપચાર:-
વધારે પાણી પીવું:- હાર્વર્ડ હેલ્થ મુજબ, જે લોકો દર્ર્પ્જ 2 થી 2.5 લિટર પેશાબ કરત હોય, તેમને કિડનીની પથરી વિકસિત થવાની સંભાવના 50% ઓછી હતી. એટલો પેશાબ કરવા માટે તમારે લગભગ 2 લિટર પાણી પીવું જોઈએ.કેલ્શિયમ વાળી વસ્તુઓ વધારે ખાવી જોઈએ:- તમારે કેલ્શિયમ વાળી વસ્તુઑનું સેવન વધારવું જોઈએ. દહીં, સોયા ઉત્પાદન, બીન્સ, દાળ અને બીજ કેલ્શિયમના ઓકસાલેટને આંતરડામાં બાંધવાનું કામ કરે છે અને તેને વધારે અવશોષિત નથી થવા દેતી જેનાથી પેશાબમાં તેની માત્રા ઓછી થઈ જાય છે.
પથરીનો દુશ્મન છે લીંબુ:- પથરી માટે લીંબુ ખુબ જ અસરકાર રીતે કામ કરે છે. અને પથરીને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે. પથરીથી બચવા માટે તમારે લીંબુનો રસ પીવો જોઈએ. તેમાં રહેલા સાઇટ્રેટ કે સાઈટ્રિક એસિડથી કેલ્શિયમને બાંધવા અને પથરી બનતા અટકાવવામાં મદદ મળે છે. દરરોજ અડધો કપ લીંબુનો રસ પાણીમાં ઓગાળીને પીવો જોઈએ. બે લીંબુના રસ પીવાથી યુરીન સાઇટ્રેટ વધી શકે છે અને કિડનીની પથરીનું જોખમ ઓછું થઈ શકે છે.સોડિયમનું ધ્યાન રાખવું:- સોડિયમથી ભરપૂર વસ્તુઓ કિડનીની પથરી બનવાની આશંકા થાય છે. જેના કારણે તે સોડિયમ તમારા પેશાબમાં કેલ્શિયમની માત્રાને વધારે છે. તમારે દરરોજ 2,300 મિલિગ્રામથી વધારે સોડિયમનું સેવન કરવું જોઈએ નહીં.
એનિમલ પ્રોટીનથી દૂર રહેવું:- માંસ, ઈંડા અને સિફૂડથી મળતી પ્રોટીનને એનિમલ પ્રોટીન કહેવામા આવે છે. તેને ખાવાથી પથરી બનવાનું જોખમ વધી શકે છે. જો તમને કિડનીની પથરી થવાનું જોખમ હોય તો, તમારે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી