ગમે તેવો ભયંકર તાવ પણ થોડી જ વારમાં થઈ જશે ગાયબ, અજમાવો આ 8 ઘરેલું ઉપાય… કોરોનાના લક્ષણો પણ રહેશે કોસો દુર…

ભારત સહિત સંપૂર્ણ દુનિયામાં ફરીથી એક વખત કોરોના વાયરસના પ્રકોપે ખુબ જ કહેર મચાવ્યો છે. અને તે ખુબ જ તીવ્રતાથી વધી પણ રહ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેન ઓમિક્રોન આવ્યા બાદ નવા કેસની સંખ્યા વધી રહી છે, અને તેની માત્રામાં પણ ઉછાળો આવી રહ્યો છે. એક્સપર્ટ જણાવી રહ્યા છે કે, ઓમિક્રોનના લક્ષણ ગંભીર નથી. કહેવામાં આવે છે કે, આ લક્ષણ પહેલેથી જ ઉપસ્થિત સ્ટ્રેનની જેમ જ તાવ, ખાંસી, થાક, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો જેવું જ છે.

કોરોના વાયરસના લક્ષણોમાં સૌથી સામાન્ય લક્ષણ છે તેને કોરોનાના ક્લાસિક લક્ષણ પણ કહેવામાં આવે છે. કોરોનાને તાવ સામાન્ય તાવથી થોડો અલગ હોય છે. ત્યારે સમય છે અને આ ઋતુમાં તાવનું જોખમ વધુ રહે છે. અને તે જ કારણ છે કે, તમને તાવ અને કોરોના તાવની વચ્ચેના અંતરની જાણકારી જરૂરથી હોવી જોઈએ.

કોરોનાનો તાવ અને સામાન્ય તાવના લક્ષણમાં શું અંતર છે ? : જે લોકોને તાવ છે તે ખાસ કરીને એકથી ચાર દિવસની વચ્ચે લક્ષણો અને અનુભવ કરી શકે છે જ્યારે કોરોનાના લક્ષણો 1 થી 14 દિવસની વચ્ચે વિકસિત હોય શકે છે પરંતુ તેનો સમયગાળો 5.1 દિવસનો છે. તેની તુલનામાં તાવનો સમયગાળો 1 થી 3 દિવસનો છે. આ સમયગાળાની અર્થ એ છે કે પીડિત વ્યક્તિમાં લક્ષણોના વિકસિત થવાના દિવસોની સંખ્યા.

કોરોના થાય ત્યારે દર્દીને 103 ડિગ્રી અથવા તેનાથી વધુ તાવ આવી શકે છે એવી સ્થિતિમાં તેમને ઘરે જ રહેવું જોઈએ. અને ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. આવું થવા પર ખાસ કરીને ગંધ અને સ્વાદનો અનુભવ ન થવા જેવા લક્ષણો ઉત્પન્ન થતા નથી, જ્યારે કોરોનામાં એ પ્રકારના લક્ષણો હોય છે. લગભગ દર્દીઓને તાવથી વધુમાં વધુ બે અઠવાડિયામાં તે સારા થઈ જાય છે, જ્યારે કોરોનાના દર્દીમાં ફેફસાં, હૃદય, પગ અથવા માથાની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા બાજી જાય છે, અથવા તો બાળકોમાં મલ્ટીસમ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી કારણ બની શકે છે.

કોરોનાની સાથે જ શ્વાસની તકલીફ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ તાવમાં એવું થતું નથી. કોરોનાના દર્દીઓ તાવની સાથે માથાના દુખાવાની સમસ્યા જરૂરી નથી, જ્યારે તાવ આવે ત્યારે તે એક ક્લાસિક લક્ષણ છે. પરંતુ વધુ થાક અથવા હૃદય ગભરાવા જેવી સમસ્યા અનુભવ થાય ત્યારે તે કોરોનામાં વધુ થાય છે જ્યારે તાવમાં ઓછું હોય છે.

આરામ : કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ તમારા શરીરનું તાપમાન વધારી શકે છે, તેથી તાવ આવે ત્યારે તમારે આરામ કરવો જોઈએ. જો તમને 102 ડિગ્રી અથવા તો તેનાથી વધુ તાવ છે તો તમારે આરામની સાથે ઘણા બધા તરલ પદાર્થ પીવો જોઈએ. દવાઓની હંમેશા જરૂર હોતી નથી. પર્યાપ્ત ઊંઘ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે. જો તમને તાવ અને ખુબ જ માથાનો દુખાવો તથા ગરદનમાં જકડણ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો થાય તો તૈયારીમાં જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

તરલ પદાર્થોનું વધુ સેવન : તાવ આવવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. જેનાથી ડીહાઇડ્રેશનની સમસ્યા પણ ઊભી થાય છે. વાઈરલ અથવા કોરોના કોઈ પણ પ્રકારના દાવા પર હંમેશા ઘણા બધા તરફ પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેની માટે તમારે પાણી, ચા, નારીયલ પાણી અને સૂપ વગેરેનું સેવન કરવું જોઈએ.

હળવા કપડાં : લગભગ જોવામાં આવે છે કે, તાવ આવે ત્યારે લોકો વધુ કપડાં પહેરે છે, અને તેનાથી તમારો તાવ વધી શકે છે. અને તાવને તોડવા માટે તમારે હળવા કપડા પહેરવા જોઈએ. એક્સપર્ટ પણ જણાવે છે કે, વધુ ગરમ કપડાં શરીરના તાપમાનને વધારી શકે છે.

ઠંડા પાણીનો શેક : ઠંડા પાણીનો શેક કરવાથી શરીરના તાપમાનને ઓછું કરવામાં મદદ મળી શકે છે. તેની માટે એક વાટકામાં ઠંડુ પાડી લો, અને તેમાં સાફ અને મુલાયમ કપડાને પલાળીને દર્દીના માથા ઉપર કાંડા ઉપર અને ગળા ઉપર શેક કરો. શરીરના બીજા ભાગને ઢાંકીને રાખો. જો તાવ 103 ડિગ્રીથી ઉપર છે તો ગરમ શેક કરવાથી દુર રહો, ઘણી વખત લોકો ગરમ શેકનો પણ ઉપયોગ કરે છે.

ગરમ પાણી : ઘણા બધા લોકો તાવ આવે ત્યારે ઠંડા પાણીથી ન્હાવાનું પસંદ કરે છે, તે સારો વિચાર નથી. તેનાથી તમને શરીરમાં ધ્રુજારી આવી શકે છે. જેનાથી શરીરનું તાપમાન વધી શકે છે. તો આમ કરવાની જગ્યાએ શરીરને ઠંડું કરવા માટે સામાન્ય ગરમ પાણીથી સ્નાન કરો. ગરમ પાણીથી સ્નાન કરવાથી થાકેલ સ્નાયુઓને આરામ મળે છે, અને તાપમાન ઓછું થઈ શકે છે.

મીઠાવાળા ગરમ પાણીના કોગળા : મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવાથી ગળાની ખરાશને ઓછું કરવામાં મદદ મળી શકે છે. તેની સાથે જ ગળામાં જમા થયેલ બેક્ટેરિયા પણ નીકળી શકે છે. તેની માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ¼ નાની ચમચી મીઠું અને ¼ ચમચી બેકિંગ સોડા ઉમેરીને કોગળા કરો. તમે કોગળા કરવા માટે પાણીમાં સફરજન વિનેગર અથવા મધ પણ ઉમેરી શકો છો.

માથા નીચે વધુ તકિયા મૂકીને ન સુવો : તમારા માથાને ઉપર ઉઠાવવાથી નાકમાં થતી બેચેનીથી રાહત મળી શકે છે. ધ્યાન રાખો કે તકિયું મુલાયમ હોય જેનાથી તમારી ગરદન ઉપર વધુ દબાણ ન પડે, ઊંચા તકિયા ઉપર વધુ સમય સુધી સૂવું જોઈએ નહીં.

સંક્રમણ સામે લડતા ખાદ્ય પદાર્થો : તાવ આવે ત્યારે મોઢાનો સ્વાદ બગડી શકે છે. પરંતુ તમારે ખાવા-પીવાનું છોડવું જોઈએ નહીં. આ દરમિયાન તમારે સંક્રમણ સામે લડતા અમુક ખાદ્ય પદાર્થોનું સેવન જરૂરથી કરવું જોઈએ. તમે તમારા ભોજનમાં કેળા બાદ વિટામીન સી જેવી વસ્તુઓ બ્લુબેરી, ગાજર, કાળા મરી જે સાઈનસને ખોલી શકે છે. અને ફેફસામાં કફને તોડવામાં પણ મદદ કરે છે. ક્રેનબેરી બ્લેક એન્ડ ગ્રીન ટી વગેરેને તમારા ડાયટમાં સામેલ કરો.

(નોંધ : આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે તે કોઈપણ પ્રકારની દવા અથવા ઈલાજ નો વિકલ્પ હોઈ શકતો નથી વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment