રસોડાના આ મસાલામાંથી બનેલું ગેસ, પાચન અને પિરિયડ્સના દુખાવાનો છે 100% રામબાણ ઈલાજ, મહિલાઓ માટે છે વરદાનસમાન… જાણો સેવનની રીત..

આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં અનેક દેશી દવાઓ વિશે કહેવામાં આવ્યું છે. આ આયુર્વેદિક દવા તમારી અનેક સમસ્યાઓને દુર કરી શકે છે. અહીં અમે તમને આપણા શરીરમાં રહેલ કેટલાક એવા રોગો વિશે જણાવશું જેને માટે હિંગ્વાષ્ટક ચૂર્ણ ખુબ જ ઉપયોગી છે. તેમજ શરીરની અનેક બીમારીઓ દુર કરવામાં અસરકારક રીતે કામ કરે છે.

પિરિયડ્સ દરમિયાન ઘણી મહિલાઓને ગેસની સમસ્યા હોય છે જેને દૂર કરવા માટે પણ હિંગ્વાષ્ટક ચૂર્ણનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. પિરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે. જેને દૂર કરવા માટે હિંગ્વાષ્ટક ચૂર્ણનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. જો તમને આ દરમિયાન ડાયેરિયાની સમસ્યા હોય તો, પણ તમે હિંગ્વાષ્ટક ચૂર્ણનો ઉપયોગ કરો. તેનું સેવન કરવાથી યુટ્રીન ફાઇબ્રોસિસની સમસ્યા પણ દૂર થાય છે. આ લેખમાં અમે હિંગ્વાષ્ટક ચૂર્ણ બનાવવાની રીત વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

હિંગ્વાષ્ટક ચૂર્ણમાં શું મિક્સ કરવામાં આવે છે ? : હિંગ્વાષ્ટક ચૂર્ણ એક આયુર્વેદિક ચૂર્ણ છે જે પાવડરના ફોર્મમાં બને છે. હિંગ્વાષ્ટક ચૂર્ણમાં 8 સામગ્રી મિક્સ કરવામાં આવે છે. બધી જ સામગ્રીનો એક મહત્વનો રોલ ગણવામાં આવે છે. હિંગ્વાષ્ટક ચૂર્ણમાં રહેલી સામગ્રીની વાત કરીએ તો, તેમાં જીરું, હિંગ, આદું, મરી પાવડર, વરિયાળી, અજમો, સિંધાલૂ મીઠું અને પીપરીમૂળ મિક્સ કરવામાં આવે છે. હિંગ્વાષ્ટક ચૂર્ણમાં પ્રોટીન અને કાર્બ્સની માત્રા પણ રહેલી હોય છે. આ બધી સામગ્રીઓ મળીને હિંગ્વાષ્ટક ચૂર્ણ બને છે. તેમાં રહેલ દરેક વસ્તુનું અલગ અલગ સ્વાસ્થ્ય લાભ છે. તો ચાલો જાણીએ હિંગ્વાષ્ટક ચૂર્ણ કંઈ રીતે બનાવવું ?

હિંગ્વાષ્ટક ચૂર્ણ બનાવવા માટેની સામગ્રી : હિંગ્વાષ્ટક ચૂર્ણ બનાવવા માટે જીરું, હિંગ, આદું, મરી પાવડર, વરિયાળી, અજમો, સિંધાલૂ મીઠું અને પીપરીમૂળનો ઉપયોગ કરવો.

રીત : હિંગ્વાષ્ટક ચૂર્ણ બનાવવા માટે જીરાને શેકીને પાવડર બનાવી લેવો. તેમાં પીપરીમૂળ અને મરી પાવડર મિક્સ કરી લો. હવે ચૂર્ણમાં અજમો, હિંગ, સિંધાળું મીઠું મિક્સ કરવું. હવે ચૂર્ણ સરખી રીતે મિક્સ કરી લો. તમારું ચૂર્ણ તૈયાર છે. તમે આ ચૂર્ણને ઘી સાથે લઈ શકો છો અથવા તો તમે તેને ખાવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરી શકો છો. તમે વયસ્ક કે વૃદ્ધ હોય તો 3 ગ્રામ માત્રામાં ચૂર્ણનો ઉપયોગ કરવો.

હિંગવાષ્ટક ચૂર્ણ પિરિયડ્સના દુખાવામાં : જયારે માસિક દરમિયાન મહિલાઓને દુખાવો થતો હોય તો એ સમયે હિંગ્વાષ્ટક ચૂર્ણ લઈ શકે છે. તેના માટે હિંગ્વાષ્ટક ચૂર્ણને નવશેકા પાણી સાથે લેવાનું છે અને તેના અડધા કલાક પછી અને પહેલા કોઈ પણ બીજી વસ્તુનું સેવન એવોઈડ કરવાનું છે. પિરિયડ્સ દરમિયાન થતાં દુખાવાથી છુટકારો મેળવવા સિવાય તેનું સેવન ખાલી પેટ પણ કરી શકો છો. જાણીએ કે આ ચૂર્ણ પિરિયડ્સ પેઇન કઈ રીતે દૂર કરે છે.

1 ) આ ચૂર્ણના સેવનથી પિરિયડ્સ સાયકલ પણ સારી રહે છે, અનિયમિત પિરિયડ્સની સમસ્યા દૂર થાય છે.
2 ) આ ચૂર્ણમાં હિંગ હોય છે જેનાથી પિરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને મરોડથી રાહત મળે છે.
3 ) તેની મદદથી તમે પિરિયડ્સમાં થતાં દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

હિંગ્વાષ્ટક ચૂર્ણના ફાયદા : 1 ) હિંગ્વાષ્ટક ચૂર્ણ ડાયઝેશનને સારું રાખે છે.
2 ) આદું પાવડરનો ઉપયોગ ઇંડાઇઝેશનની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવે છે.
3 ) મરી પાવડર અને લવિંગ પાવડરનો ઉપયોગ કરવાથી ગૈસ્ટ્રીક એસીડનું સિક્રિશન થઈ શકે છે.
4 ) હિંગ્વાષ્ટક ચૂર્ણના સેવનથી બોઈલ એસિડ સિક્રિશનને વધારો મળે છે જેનાથી ડાયઝેશન સરખું થાય છે.
5 ) આ સિવાય તે ગેસની સમસ્યા દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

જો તમે કોઈ પણ ગંભીર બીમારીના દર્દી હોય તો ડોક્ટરની સલાહ પછી જ તમારે હિંગ્વાષ્ટક ચૂર્ણનું સેવન કરવું જોઈએ. પ્રેગ્નેન્સી દરમિયાન પણ ડોક્ટરની સલાહ પર જ તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment