મિત્રો આજની ખાણી પીણી અને ગતિવિહીન જીવન શૈલીને જોતા અને પ્રકારના રોગો ઘર કરવા લાગ્યા છે અને આપણા સ્વાસ્થ્ય પર તેની ઘેરી અસર વર્તાય છે. આવા જ રોગોમાંથી એક કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલ જામવા લાગે છે. જેનાથી હૃદય સુધી લોહીનો પ્રવાહ ખૂબ જ ઓછો થઈ જાય છે, જેના કારણે હૃદયની બીમારી અને સ્ટ્રોકનું જોખમ ઘણું વધી જાય છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પગમાં તેના લક્ષણો જોવા મળે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પેરિફેરલ આર્ટરી ડીસીઝ નામની એક સમસ્યાનો સામનો કરવો પડે છે.
કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર વેક્સ જેવો પદાર્થ હોય છે. મુખ્ય રૂપે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. સારો કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. સારા કોલેસ્ટ્રોલને ખૂબ સારો માનવામાં આવે છે જેની આપણા શરીરને ખૂબ જરૂર હોય છે, તેવી જ રીતે ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે ખૂબ ખરાબ માનવામાં આવે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધવાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘણું વધી જાય છે.કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે આપણા લોહીમાં હાજર હોય છે. કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી રક્તવાહિકાઓમાં આ જામવા લાગે છે જેનાથી હૃદય સુધી પહોંચતા લોહીનો પ્રવાહ ખૂબ જ ઓછો થઈ જાય છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.ખાસ વાત એ છે કે શરૂઆતમાં શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તર વધવાના કોઈ સંકેતો જોવા મળતા નથી. આજ કારણ છે કે તેને સાઇલેન્ટ કિલર પણ કહેવાય છે.
જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે વધી જાય છે તો આ તમારી ધમનીઓમાં જામવા લાગે છે. ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવા પર આપણું શરીર અનેક પ્રકારના સંકેત આપવાનું શરૂ કરી દે છે. એ જરૂરી છે કે તમે આ સંકેતોને નજર અંદાજ ન કરો. તેનું સૌથી મોટું સંકેત પગમાં થતું કળતર છે.
1) હાઈ કોલેસ્ટ્રોલ અને ધમની રોગ:- હાઈ કોલેસ્ટ્રોલની સમય પર સારવાર ન કરવા પર ધમનીઓમાં પરત જામવા લાગે છે. ધમનીઓમાં જામતી પરત કોલેસ્ટ્રોલ અને ફેટી વસ્તુઓથી મળીને બને છે. ધમનીઓમાં પરત જામવાથી આ ખૂબ વધારે સંકોચાઈ જાય છે. ધમનીઓ સંકોચાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થઈ શકતો જેથી શરીરના ઘણા અંગોમાં તેના સંકેતો જોવા મળે છે. ખાસ કરીને પગમાં તેના સંકેત જોવા મળે છે. તેને જ પેરીફેરલ ધમની રોગ કહેવામાં આવે છે.2) પગમાં થતું કળતર જ છે સૌથી મોટી ચેતવણી:- પગમાં થતું કળતર પેરીફેરલ ધમની રોગનું સૌથી પહેલું લક્ષણ છે. પેરીફેરલ ધમની રોગમાં પગની મસલ્સમાં અચાનકથી કળતર થવા લાગે છે. જેના કારણે અત્યંત દુખાવાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે તમારી બોડી રેસ્ટ મોડમાં હોય છે અને તમે અચાનકથી કોઈ કામ કરવા માટે ઉઠો છો.
પગમાં કળતરની સમસ્યા એવા સમયમાં પણ થાય છે જ્યારે તમે રેસ્ટ કર્યા બાદ અચાનક થી એક્ટિવ થઈ જાવ છો કે લાંબી ઊંઘ લીધા બાદ જાગો છો. આ સમસ્યા સામાન્ય રીતે લોહીના પ્રવાહમાં મુશ્કેલીનું કારણ હોય છે અને તેનું મુખ્ય કારણ ધમનીઓમાં પરતનું જામવું છે.
કેવી રીતે જાણકારી મેળવવી પગમાં થતી કળતર ધમની રોગનો સંકેત છે:- પગમાં દુખાવો અને અસુવિધાની સમસ્યા અનેક કારણે થઈ શકે છે. પરંતુ કોઈ કામ કરતા અચાનક જ તમારા પગમાં કળતર કે દુખાવો થાય અથવા ઘણા સમય સુધી રેસ્ટ કર્યા બાદ ઊઠવા પર કળતરની સમસ્યાનો સામનો કરવો પડે તો તે પેરીફેરલ ધમની રોગનો સંકેત હોઈ શકે છે. પેરીફેરલ ધમની રોગના કારણે તુટક તુટક ક્લોડીકેશન ની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. જેના કારણે પગમાં ઝણઝણાટી, પગ સુન્ન થવા, પગ કમજોર બનવા કે પગ ભારે થવા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.પગમાં કળતર ની સમસ્યા વિશેષ રૂપે પગના પાછળના ભાગમાં થતી-થતી જાંઘ અને હિપ્સ ની પાસે થાય છે. જો તમે સમય રહેતા આ સમસ્યાને રોકતા નથી તો આ દુખાવો વધારે ખતરનાક થઈ શકે છે. કેટલીક વાર શારીરિક ગતિવિધિઓ ઓછી કરવાના કારણે થાય છે.
ધમની રોગના સંકેત:- પગમાં કળતર થવાની સાથે પેરી ફેરલ ધમની રોગના બીજા પણ અનેક સંકેતો હોય છે જેમ કે પગ અને તળિયામાં બળતરા અને દુખાવો થવો, વિશેષ રૂપે જ્યારે જ્યારે તમે છત્તા સુઈ જાવ છો. પેરીફેરલ ધમની રોગના અન્ય લક્ષણોમાં સામેલ છે પગની ત્વચા ઠંડી પડવી, વારંવાર સંક્રમણ, પગ અને એડીમાં ઘાવ થવા, અને જલ્દી સારું ન થવું.હાઈ કોલેસ્ટ્રોલ અને પેરીફેરલ ધમની રોગના શરૂઆતી લક્ષણો ની જાણ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. એવામાં આ સાઇલેન્ટ બીમારીની ઓળખ કરવા માટે જરૂરી છે કે તમે સમય સમય પર બ્લડ ટેસ્ટ કરાવતા રહો. જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાની જાણ થાય તો તુરંત જ ડોક્ટર નો સંપર્ક કરો.
ડાયટ દ્વારા કેવી રીતે ઘટાડી શકાય કોલેસ્ટ્રોલ લેવલ:- કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે લીવર, ઓર્ગન મીટ, ઈંડાનો પીળો ભાગ, ફેટથી ભરપૂર ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી બચવું. તેના સિવાય તમારા ડાયટમાં આખું અનાજ, દાળ, બીન્સ જેવી વસ્તુઓ શામેલ કરો. સાથે જ ડાયટમાં લીલા શાકભાજી, ફળ જેમ કે સફરજન, કેળા સંતરા અને નાશપતિને સામેલ કરો. જો તમે માસાહારી હોવ તો માછલીનું સેવન કરી શકો છો.તેમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેના સિવાય દારૂ અને મીઠાનું વધુ સેવન કરવાથી પણ બચવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી