✍ અનિયમિત માસિક ધર્મ અને તેના ઉપાયો.✍
આ લેખ ખાસ મહિલાઓ માટે છે. દરેક મહિલાએ આ લેખ અવશ્ય વાંચવો જોઈએ. અને આ લેખ તમને અનેક રીતે ઉપયોગી થશેImage Source
✍ ૧૪ થી ૫૦ વર્ષની વયની મહિલાઓની માસિક ધર્મની સમસ્યા વિશે તો લગભગ સાંભળ્યું જ હશે. મિત્રો આજની જીવનશૈલી અને ફાસ્ટફૂડના કારણે મહિલાઓને અનિયમિત માસિક ધર્મની સમસ્યા વધારે જોવા મળે છે. અનિયમિત પીરીયડસ માટે હોર્મોનલ અસંતુલન, મિલાવટ વાળો ખોરાક તેમજ જીવનશૈલી અને દવાની અસર મુખ્યત્વે જવાબદાર છે.
✍ માસિક ધર્મનો સમય એક સ્વસ્થ મહિલા માટે ૨૧ થી ૩૫ દિવસની વચ્ચેનો હોય છે. એક વર્ષમાં 11 થી 13 વખત માસિક ધર્મ આવવું તે સામાન્ય છે. પરંતુ માસિક ધર્મ જલ્દી અથવા મોડા આવવા તે સમસ્યાને ઓલીગોમેનોરીયા કહેવાય છે. ઘણી સ્ત્રીઓ તેમજ છોકરીઓ દર ૨ થી ૩ મહિના પછી અનિયમિત માસિક ધર્મનો શિકાર બને છે. Image Source
જે શરીર માટે ખુબ જ નુંકશાન કારક નીવડે છે. દર 5 સ્ત્રીઓએ ૩ સ્ત્રીઓ આ સમસ્યાનો શિકાર થાય છે. કિશોરાવસ્થામાં અનિયમિત પીરીયડ્સની સમસ્યા સામાન્ય છે. જરૂરી નથી કે વર્ષમાં 12 વખત થાય. આ ગણતરી 11 થી 13 વર્ષની વચ્ચે હોય છે. પરંતુ વધારે માત્રામાં અસામાન્ય પીરીયડ્સ થવા શરીર માટે સારું નથી ગણાતું.
Image Source
✍ અનિયમિત પીરીયડ્સ માટેના કારણો ✍
✍ વજન ઘટવો અથવા વજન વધવો,
✍જમવામાં પોષકતત્વોની ઉણપ,
✍ માસિક ધર્મ ન આવવા તે હોર્મોનલ અસંતુલન થાય છે,
✍ ડાયાબીટીસ તેમજ લોહીની ઉણપ,
✍ વધારે પડતા વ્યાયામથી,
✍ નશાકારક દવાઓના પ્રયોગથી પણ અનિયમિત થાય છે.
વૈજ્ઞાનિક સંશોધન દ્વારા આ સમસ્યા માટેની દવાઓ શોધાઈ છે. પરંતુ મિત્રો જ્યારે પહેલાના જમાનામાં જ્યારે દવાઓ ન હતી ત્યારે પણ આ સમસ્યાનું નિવારણ થતું. ઘરેલું ઉપચાર દ્વારા. આ ઉપચાર દ્વારા તમે અનિયમિત માસિક ધર્મની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
1] ✍ ધાણાના બીજ ને ઘી માં શેકીલો અને પછી તેને પીસી લો. તેમાં ખાંડ મિક્સ કરી દો. આ મિશ્રણ ૧૦ – ૧૦ ગ્રામ દિવસમાં બે વાર લેવું તેનાથી સમય પર માસિક ન આવતા હોય તો તે નિયમિત થઇ જશે.
2] ✍ તલ અને ગોળ – માસિક ચક્રને નિયમિત કરવામાં ખુબ જ સહાય કરે છે. તે આપણા હોર્મોન્સને સંતુલિત કરે છે. તે લીગ્નસથી ભરપુર હોવાથી તે અતિરિક્ત હોર્મોન્સને બાંધી રાખે છે. Image Source
આ ઉપરાંત તે હોર્મોન્સ પેદા કરે છે. ગોળમાં ગરમીનો ગુણ રહેલો છે. જે માસિક ધર્મની સમસ્યા દુર કરે છે. એક મુઠ્ઠી તલ શેકી લો તેને એક ચમચી ગોળ સાથે પીસીને પાવડર જેવું મિશ્રણ બનાવી લો. આ પાવડર એક ચમચી રોજ થોડાક મહિના માટે તમારા માસિક ચક્ર શરુ થવાના બે અઠવાડિયા પહેલા લો અને ખાલી પેટે સેવન કરો. આ ઉપરાંત થોડો ગોળ ખાઈને પણ રાહત મેળવી શકો છો. પરંતુ પીરીયડ્સ દરમિયાન આ પ્રયોગ ન કરવો.
3] ✍ ફુદીનો અને મધનું મિશ્રણ અનિયમિત માસિક ધર્મ માટે સારો ઈલાજ છે. તેનાથી માસિક ધર્મ સમયે પેટમાં વળતા લોચાને પણ દુર કરી શકાય છે. સુકાયેલો ફુદીનો અને મધ બંને બરાબર માત્રામાં લઈને તેનું મિશ્રણ બનાવો. આ મિશ્રણનું સેવન અમુક અઠવાડિયા સુધી દિવસમાં બે વાર રોજ કરવું.
4] ✍ કાચું પપૈયું આ સમસ્યા માટે સારો ઉપાય છે. જો તમારો માસિક ધર્મ લાંબા સમયથી નથી થતો. તો તેનો મતલબ એવો છે કે તમારા રક્તસંસારમાં અસમાનતા છે. કાચા પપૈયાના સેવનથી માસિક ધર્મ સામાન્ય થઇ જાય છે. આ ઉપરાંત માસિક ધર્મ સામાન્ય થયા પછી પણ પાકેલા પપૈયાનું સેવન બે થી ત્રણ મહિના સુધી કરો.
5] ✍ લીંબુ એક પ્રાકૃતિક ઉપચાર છે. જો લીંબુનું સેવન માસિક સ્ત્રાવ દરમિયાન કરવામાં આવે તો તેની અસર ઊંધી પડે છે. પરંતુ માસિક ધર્મની તારીખ પહેલા લીંબુનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવી પીવું. તેનું સેવન કરવાથી માસિક ચક્ર નિયમિત રહે છે. પરંતુ ભૂલથી પણ માસિક સ્ત્રાવના સમયે લીંબુનું સેવન ન કરવું.
6] ✍ પલાળેલું જીરું પણ માસિક ચક્રને નિયમિત કરવામાં મદદ કરે છે. તેના માટે ૨ ચમચી જીરું લઇ આખી રાત તેને પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તે પાણી પી જવું. આ પ્રયાસ નિયમિત કરવામાં આવે તો ખુબ જ અસરકારક નીવડે છે.
7] ✍ આદુ માસિક ચક્રને નિયમિત લાવવામાં લાભદાયી છે. તેમેજ માસિક ધર્મના સમયે થતી પીડામાં પણ આદુથી રાહત મળે છે. એક કપ પાણીમાં એક ચમચી તાજું આદુ 5 મિનીટ ઉકાળી. અને તેમાં થોડી ખાંડ ઉમેરી. આ મિશ્રણને જમ્યા પછી ૩ વાર થોડું થોડું કરી પીવો. ઓછુંમાં ઓછું એક મહિના સુધી આ પ્રયોગ સતત કરવાથી ફાયદો મળે છે.
8] ✍ મિત્રો શેરડીનો રસ આ સમસ્યા માટે ખુબ જ સારું છે. અનિયમિત માસિક ધર્મને નિયમિત કરવા માટે માસિક સ્ત્રાવની તિથિના એક બે અઠવાડિયાથી શેરડીનો રસ પીવાનું ચાલુ કરવું.
✍ મિત્રો આ સરળ ઉપાયથી તમે અનિયમિત માસિક ધર્મને નિયમિત બનાવી શકો છો. દરેક મહિલાના માસિકની અનિયમિતતાના કારણો અલગ અલગ હોય છે. તેથી ઉપચાર કરતા પહેલા એક વાર ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.Image Source
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google