પ્રાચીન સમયથી ચંદનના તેલનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ત્વચા, સેહ્દ અને વાળ માટે ચંદનના તેલનો પ્રયોગ ઘણા લોકો કરે છે. ચંદનનું તેલ એક જ નહિ પણ ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો અપાવે છે. જી હા, જો તમે ચંદનના તેલનો ઉપયોગ કરતા હો તો વિભિન્ન સમસ્યાઓથી છુટકારો અને રાહત મેળવી શકો છો.
ચંદનના વૃક્ષમાંથી તૈયાર કરવામાં આવતા તેલને ચંદનનું તેલ કહેવામાં આવે છે. તેમાં ઔષધીય ગુણો મળી આવે છે અને તે સુગંધિત હોય છે. ચંદનનું તેલ ત્વચા અને વાળ માટે પ્રાકૃતિક રૂપે નિખારની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પારંપરિક અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ ચંદનના તેલનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે.અમેરિકી હેલ્થ વેબસાઈટ હેલ્થલાઈન ડોટ કોમમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, ચંદનના તેલનો ઉપયોગ વિભિન્ન બીમારીઓ જેમાં શરદી, ઉધરસ, તાવ, પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ, માનસિક બીમારીઓ, માંસપેશીઓ સાથે જોડાયેલી પરેશાનીઓ, લીવર જેવી બીમારીઓનો ઈલાજ પણ કરવામાં આવે છે. આજે અમે તમને આ લેખમાં ચંદનના તેલના ઉપયોગથી કંઈ કંઈ બીમારીઓથી બચી શકાય તેના વિશે જણાવશું. આ સિવાય ચંદનના તેલને કેવી રીતે લગાવવા એ પણ જણાવશું.
ખીલ અને પિમ્પલ્સ : જો કોઈના ચહેરા પર વધુ ખીલ, દાગ કે પિમ્પલ્સ હોય તો આ સમસ્યાથી છુટકારો અપાવવામાં ચંદનનું તેલ ખુબ જ મદદગાર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ચંદનના તેલમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ મળી આવે છે. જેના કારણે ખીલની સમસ્યા દુર થાય છે અને ચંદનનું તેલ ત્વચાને અંદરથી સાફ કરે છે.ઘાવ : જો શરીરના કોઈ હિસ્સામાં ઘાવ કે જખમ હોય તો તે જલ્દી રૂઝાય એ માટે ચંદનનું તેલ ખુબ ઉપયોગી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે, ચંદનનું તેલ સ્કીન સેલના ગ્રોથને વધારો આપે છે. જેના કારણે જખમ અને ઘાવ હોય એ જલ્દી રૂઝાય જાય છે.
ચિંતા અને બેચેની : ચિંતા અને બેચેનીની સમસ્યા વધુ રહેતી હોય તો તેવામાં ચંદનનું તેલ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદગાર સાબિત થાય છે. કોમ્પ્લિમેન્ટરી થેરેપીઝ ઈન ક્લિનિકલ પ્રેક્ટિસના એક રિચર્સ રિપોર્ટ અનુસાર, ચંદનના તેલથી જો એરોમાથેરેપી મસાજ કરવામાં આવે તો તેનાથી ચિંતા અને બેચેની દુર કરવામાં સહાયતા મળે છે. તણાવને પણ ઓછો કરવામાં અસરકારક સાબિત થાય છે.
સ્કીન કેન્સર : તમને જણાવી દઈએ કે ચંદનના તેલમાં α-santalol નામનું એક કમ્પાઉન્ડ મળી આવે છે, જે કેન્સરકારી કોશિકાઓને મારવામાં સહાયતા કરે છે. આર્કાઇવ્સ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ બોય ફિઝીક્સના એક સ્ટડી અનુસાર ચંદનનું તેલ સ્કીન કેન્સર સાથે લડવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.આવી રીતે કરો ચંદનના તેલનો ઉપયોગ : તમે ચંદનના તેલનો ઉપયોગ સ્કીન પર સીધું લગાવીને પણ કરી શકો છો અને જો તમે કોઈ લોશનનો ઉપયોગ કરતા હો તો તેમાં ચંદનના તેલના અમુક ટીપા મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
તેમજ કોઈ એક વાસણમાં પાણી લો અને તેમાં ચંદનના તેલના અમુક ટીપા નાખી દો. ત્યાર બાદ એ પાણીને ગરમ કરો. આવું કરવાથી તમારા આખા ઘરમાં ખુશ્બુ જ ખુશ્બુ ફેલાય જશે. આખું ઘર સુગંધિત થઈ જશે. જો તમે ઘરના ખૂણે ખૂણે ખુશ્બુ પહોંચાડવા ઇચ્છતા હો તો તમે oil infuser ની પણ સહાયતા લઈ શકો છો. તેમજ ન્હાવાના પાણીમાં ચંદનનું તેલ મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી