મોતી જેવા આ દાણા શરીર માટે છે ગુણો ભરપુર ખજાનો, વજન અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી ભરી દેશે ગજબની એનર્જી. પેટ, પાચનની સમસ્યા ક્યારેય નહી થાય…

મિત્રો તમે સાબુદાણાનું સેવન વ્રત ઉપવાસ કે એકટાણામાં કર્તા હશો. પણ તમને જણાવી દઈએ કે સાબુદાણાના અનેક બીજા ફાયદાઓ છે જે તમને સ્વાસ્થ્ય ઉપયોગી અનેક લાભ આપી શકે છે. સફેદ મોતી જેવા સાબુદાણા વ્રત ઉપવાસમાં પ્રમુખ રૂથી ખાવામાં આવે છે. આમા તો આનો પ્રયોગ માત્ર ફળાહાર રીતે કરવામાં આવે છે. પણ આના ગુણોથી હજુ ઘણા લોકો અજાણ છે. જો તમે પણ સાબુદાણાના ગુણોથી અજાણ છો તો જાણો સાબુદાણાના આ 10 પ્રમુખ લાભ.

1) ગરમી પર નિયંત્રણ રાખે છે : એક શોધમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે પોતાને તાજગી ભરેલા રાખવા માંગતા હો તો સાબુદાણા ફ્રેશ રાખવામાં મદદ કરે છે અને આને ચોખાની સાથે પ્રયોગ કરવાથી શરીરમાં વધવા વાળી ગરમીને ઓછી કરે છે.

2) દસ્ત થવા પર લાભકારી છે : જો તમને અકસર દસ્તની સમસ્યા રહે છે તો તમે આના ઈલાજ માટે સાબુદાણાનું સેવન કરી શકો છો. આ માટે તમે દુધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર બનાવીને તેનું સેવન કરો તો ખુબ અસરકારાક સાબિત થાય છે અને તરત જ આરામ આપે છે.

3) બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે : સાબુદાણામાં રહેલ પોટેશિયમ નામનું તત્વ તમારા શરીરમાં સંચારને સારું કરવામાં મદદ કરે છે અને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આના સીવાય માંસપેશીઓને મજબુત બનાવવા  માટે પણ સાબુદાણાનું સેવન ફાયદાકારક છે.

4) પેટની સમસ્યા દુર કરે છે : જો તમને અક્સર પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જેવી કે ગેસ, એસીડીટી અને પેટમાં જલન થવા પર સાબુદાણા ખાવાથી ખુબ જ લાભકારી સાબીત થઇ શકે છે અને  પાચનક્રિયા ઠીક કરી ગેસ, અપચો  જેવી સમસ્યાઓમાં પણ લાભ આપે છે.

5) એનર્જી પૂરી પાડે છે : જો તમને કોઈપણ પ્રકારની નબળાઈ લાગતી હોય તો સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે, જે શરીરમાં તરત અને આવશ્યક ઉર્જા આપવામાં ખુબ જ સહાયક હોય છે.

6) ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે : જો તમે ગર્ભાવસ્થામાં સાબુદાણાનું સેવન કરો છો તેનાથી તમને અનેક ફાયદાઓ મળી શકે છે. સાબુદાણામાં મળી આવતા ફોલીક એસીડ અને વિટામીન બી કોમ્પ્લેક્સ ગર્ભાવસ્થાના સમય ગર્ભમાં રહેલ શીશુના વિકાસમાં સહાયક થાય છે.

7) હાડકા મજબુત બને છે : તમને જણાવી દઈએ કે સાબુદાણામાં કેલ્શિયમ, આયર્ન, વિટામીન ભરપુર માત્રામાં મળી આવે છે. જે હાડકાને મજબુત બનાવી રાખે છે અને આવશ્યક પોષક તત્વો આપે છે.

8) વજન ઘટાડવામાં મદદ કરે છે : જો તમે પોતાનું વજન ઓછુ કરવા માંગતા હો તો સાબુદાણા તમારા માટે ખુબ જ લાભકારી છે. જે લોકોમાં ઈંટીંગ ડિસઓર્ડોરની સમસ્યા હોય છે એમનુ વજન સરળતાથી નથી વધી શકતુ. એવામાં સાબુદાણા એક સારો વિકલ્પ છે.  જે વજન વધારાવામાં સહાયક છે.

9) થાક દુર કરે છે : સાબુદાણા ખાવાથી તમને થાક ઓછો લાગે છે. થાક ઓછો કરીને શરીરમાં આવશ્યક ઉર્જાના સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે.

10) ત્વચાને નિખાર આપે છે : જો તમે પોતાની ત્વચામાં નિખાર લાવવા માંગતા હો તો તેમાં પણ સાબુદાણા તમારી મદદ કરી શકે છે. આ માટે સાબુદાણાનુ ફેસ માસ્ક બનાવીને લગાવવાથી ચહેરા ઉપર કસાવ આવે છે અને કરચલીઓ પણ ઓછી થાય છે. તે ત્વચામાં કસાવ બનાવી રાખવા માટે ફાયદાકારક છે

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment