શિયાળામાં દરરોજ ખાવા જોઈએ રસોડામાં રહેલી આ વસ્તુના લાડુ, મટાડી દેશે દુખાવા સહિત ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા..

તમે જાણો છો એમ શિયાળાની શરૂઆત થઇ ગઈ છે, આથી ઘરમાં તલસાંકળી, સિંગપાક તેમજ વિવિધ ઔષધીયને મિક્સ કરીને પાક બનાવવામાં આવે છે. તેમજ આ ઋતુમાં મેથીનું સેવન કરવું ખુબજ સારું માનવામાં આવે છે. શિયાળામાં મેથીના લાડવા ખાવાથી શરીરની ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રહે છે. જાણો તેના ફાયદાઓ અને લાડવા બનાવવાની રીત. 

સ્વાસ્થ્યને સારું રાખવા માટે મેથીના સેવનને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાલી મેથીના દાણા જ નહીં પરંતુ તેના પાંદડાઓ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી બની રહે છે. આયુર્વેદ અનુસાર મેથીનું સેવન ઘણી બીમારીઓ અને સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. મેથીમાં રહેલા પોષકતત્વો અને તેના ગુણોને કારણે જ તેને આયુર્વેદિક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

મેથીમાં રહેલા આયરન, કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન અને ઝીંક, વિટામિન સી જેવા ગુણ તેને ખૂબ ઉપયોગી બનાવે છે. તેમાં એન્ટિંફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ જોવા મળે છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી બનાવે છે. મેથીના બનેલા લડવાનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની રહે છે. દરરોજ મેથીના લાડવાનું સેવન કરવાથી તમને અર્થરાઈટિસ સહિત ઘણી સમસ્યાઓથી ફાયદો થઈ શકે છે. આવો તેના વિષે જાણીએ.

મેથીમાં રહેલા પોષકતત્વો : મેથીના લાડવાનું સેવન કરવાથી મળતા ફાયદાઓ જાણતા પહેલા તેમાં રહેલા પોષકતત્વો અને તેના ગુણો વિશે પણ જાણી લેવું જોઈએ. મેથીમાં આયરન, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેંગેનીજ, ઝીંક, મેગ્નેશિયમ, વિટામિન સી, ફૈટી એસિડ, એન્ટીઓક્સિડેન્ટ ગુણો રહેલા છે. મેથીમાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને લાભદાયી તમામ પોષકતત્વો રહેલા છે. આ પોષકતત્વોનું સેવન કરવાથી શરીર નીરોગી રહે છે અને ઘણી બીમારીઓમાં પણ ફાયદો થાય છે.

મેથીના લાડવાનું સેવન કરવાથી થતાં ફાયદાઓ : સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને ઔષધિના રૂપથી ઉપયોગ મેથીનું સેવન કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. શિયાળાની ઋતુમાં મેથીના લાડવાનું સેવન કરવાથી શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રાખી શકાય છે. ભારતમાં પહેલાના જમાનાથી જ સ્ત્રીઓને પ્રસૂતિ બાદ તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય વૃદ્ધ લોકો માટે પણ મેથીના લડવાનું સેવન કરવું ખૂબ જ લાભદાયી બની રહે છે. આમ તો મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે પરંતુ જો તમે સાચી રીતથી તેના લાડવા બનાવશો તો તેના સ્વાદમાં બદલાવ આવી શકે છે. શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવાથી લઈને તમામ પ્રકારની ગંભીર બીમારીઓમાં રાહત આપવાનું કામ આ મેથીના લાડવા કરે છે. આવો જાણીએ તેનાથી મળતા મહત્વપૂર્ણ ફાયદાઓ.

1) મેથીના લાડવા ખાવાથી આર્થરાઈટિસની સમસ્યામાં ફાયદો થાય છે. આયુર્વેદમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે.
2) શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટ્લે કે ઇમ્યુનિટી વધારવામાં પણ મેથીના લાડવાનું સેવન ઘણું જ ફાયદાકારક ગણવામાં આવ્યું છે. રોજ સવારે તેનું સેવન કરવાથી ઇમ્યુનિટીને ફાયદો થાય છે.
3) ડાયાબિટીસની સમસ્યામાં પણ મેથીના લાડવાનું સેવન લાભદાયી રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ વગરના લાડવાઓનું સેવન કરવું જોઈએ.

4) શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવા માટે મેથીના લાડવાનું સેવન ઘણું જ ફાયદાકારક છે.
5) બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ મેથીના લાડવા ખૂબ જ ઉપયોગી બની રહે છે.
6) કમર દર્દ અને સાંધાના દુખાવામાં પણ મેથીના લાડવાનું સેવન કરવું એ ખૂબ ઉપયોગી બની રહે છે.
7) શરીરને ચુસ્ત અને શક્તિશાળી બનાવવા માટે મેથીના લાડવાનું સેવન કરવું જોઈએ. 

મેથીના લાડવા બનાવવાની રીત : જો તમે આ રીતથી મેથીના લાડવા બનાવશો તો જરૂર તમને ભાવશે અને મેથીમાં રહેલી કડવાશનો સ્વાદ પણ તમને આ રીતથી બનાવેલ લાડવામાં જોવા નહીં મળે. મેથીના લાડવા બનાવવા માટે સૌથી પહેલા તમારે આ વસ્તુઓની જરૂર પડશે.

100 ગ્રામ મેથી, 100 ગ્રામ ગોળ, 2 વાટકા ઘી, 1 વાટકો ચણાનો લોટ, ચોથા ભાગનો વાટકો ગુંદર, જીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ, અડધી ચમચી અશ્વગંધા પાવડર, થોડું શિલાજિત, થોડું સુરંજાત.

 લાડવા બનાવવા માટે આ બધી સામગ્રી ભેગી કરી લો. ત્યાર પછી હવે ગુંદરને તળી લો. હવે પછી તેમાં ઘી ઉમેરો અને તેને સરખી રીતે ગરમ કરો. મેથીને વાટી લીધા પછી તેને પણ ઘી માં સરખી રીતે ફ્રાઈ કરી લો. હવે તેમાં અન્ય વસ્તુઓ ઉમેરીને સરખી રીતે ફ્રાઈ કરી લો. તેમાં થોડી મીઠાશ લાવવા માટે ખાંડ કે ગોળનો ઉપયોગ કરી શકો છો. લાડવા બનાવવા માટે ગોળની ચાસણી બનાવી અને મેથીના મિશ્રણને તેમાં મિક્સ કરીને લાડવા બનાવો.

મેથી સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ સાથે તેમાથી બનેલા લાડવા સ્વાદમાં પણ એકદમ રસદાર લાગે છે. ખાસ કરીને બાળકો મેથીની કડવાશને કારણે તેને પોતાના આહારમાં લેતા નથી. પરંતુ આ રીતે જો લાડવા બનાવીને બાળકોને ખવડાવવામાં આવે તો તેઓને ખબર પણ નહીં પડે અને તેમના સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થશે. તો આ શિયાળામાં જરૂરથી બનાવો આ મેથીના લાડવા અને તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને આપવો જબરદસ્ત ફાયદો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment