લીલા મરચા એ શાકભાજીનો એક મહત્વનો ભાગ છે. તેના વગર ભારતીય રસોઈ અધુરી માનવામાં આવે છે. દાળ અને શાકના વઘાર દરમિયાન મોટાભાગે મરચાને સામેલ કરવામાં આવે છે. તે ચટણી અને અન્ય ડીશમાં મિક્સ કરવામાં આવે છે. લીલા મરચાનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. તેમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. જે ઘણા રોગોથી બચાવમાં મદદ કરે છે.
એન્ટી ઓક્સીડેન્ટ અને ડાઈટ્રી ફાઈબર્સથી યુક્ત લીલા મરચા તમારા હૃદય રોગ, પેટના અલ્સર અને ઘણી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. અહીં અમે તમને લીલા મરચાના ઘણા એવા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી તમને અનેક ફાયદાઓ મળે છે.લીલા મરચામાં રહેલ પોષક તત્વ : લીલા મરચામાં એન્ટી ઓક્સીડેન્ટ સિવાય વિટામીન એ, બી-6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોય છે. તેમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સાન્થિન, લુટેન જેક્સન્થિન વગેરે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ રહેલ છે.
લીલા મરચાના ફાયદાઓ : 1 ) લીલા મરચા કેન્સરથી સુરક્ષા કરે છે. લીલા મરચા એન્ટી ઓક્સીડેન્ટથી ભરેલ હોય છે. જે પ્રાકૃતિક રૂપથી શરીરને મુક્ત કણોથી બચાવે છે. લીલા મરચા પ્રોસ્ટેટની સમસ્યાને પણ દૂર રાખે છે.
2 ) લીલા મરચા હૃદય પ્રણાલી પર ઘણો પ્રભાવ પાડે છે. વિશેષ રૂપે આ રક્ત કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડના સ્તર અને પ્લેટલેટ એકત્રિકરણને ઓછું કરવાની સાથે સાથે ફાઈબ્રીનોલીટીક ગતિવિધિને વધારી એથેરોસ્કલેરોસીસની વિકાસની સંભાવના ઓછી કરે છે.
3 ) લીલા મરચામાં ડાઈટ્રી ફાઈબર્સ વધુ પ્રમાણમાં હોય છે. જેનાથી પાચનક્રિયા સારી કરે છે. ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે. જે શરીરને ઘણા રોગોથી બચાવે છે. લીલા મરચાને મુડ બુસ્ટરના રૂપમાં ઓળખાય છે.
4 ) તે મગજમાં એન્ડોર્ફીનનું પ્રસાર કરે છે. જેનાથી મુડ સારો કરવામાં પણ મદદ કરે છે. લીલા મરચામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે શરીર બેક્ટેરિયા ફ્રી રહે છે. લીલા મરચામાં વિટામીન એ હોવાના કારણે આંખ અંને ત્વચા પર સકારાત્મક પ્રભાવ નાખે છે.
લીલા મરચાનું સેવન કરવાની રીત : દરરોજ સુતા પહેલા રાત્રે 3 થી 4 લીલા મરચા સાફ પાણીથી ધોઈ નાખો. લીલા મરચાની વચ્ચે ચીરા પાડી નાખો. આ મરચાને ઓછામાં ઓછુ એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને આ પાણીને પીય લો. ધ્યાન રાખો કે આ પાણીને પીધા પહેલા થોડા સમય અગાઉ કંઈ પણ ખાવ કે પીવો નહિ. તમે કોઈ નિષ્ણાંતની સલાહ પણ લઈ શકો છો.
આમ તમે લીલા મરચાનું સેવન પલાળીને કરી શકો છો. તેમજ તેનાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આ સિવાય તમે લીલા મરચાનું સેવન અન્ય સબ્જીઓમાં પણ કરી શકો છો. તેમજ તેનાથી શરીરને ફીટ રાખી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી