મિત્રો આપણે ત્યાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેને ખાવામાં તો ઉપયોગમાં લેવાય છે પરંતુ તેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણા સ્વાસ્થ્યને અનહદ ફાયદા થાય છે. તો આજે આ લેખમાં અમે તમને એવી જ એક વસ્તુના ફાયદા વિશે જણાવશું. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો અમે તમને આજે ખસખસના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
ખસખસ એક સુગંધીદાર છોડ છે. ભારતમાં અત્તર બનાવવા અને ઔષધિના રૂપમાં તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. આ છોડની જડનો ઉપયોગ વિશેષ પ્રકરના પડદા બનાવવામાં થાય છે. જેને ખસની ટટ્ટી કહે છે. તેને ઉનાળમાં બારણે અને બારીઓ પર લગાવવામાં આવે છે. જેનાથી રૂમમાં ઠંડક અને સુગંધ રહે છે. પ્રકંદ નાવાષ્પ આસવનથી સુંગધિત વાષ્પશીલ તેલ મળે છે. જેનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. ફૂલોની ગંધને પકડી રાખવાની તેમાં ક્ષમતા હોય છે. તેના તેલથી માલીશ કરવાથી ઘણો આરામ મળે છે. ખસખસનો ઉપયોગ ઔષધિના રૂપમાં થાય છે. તેના તેલથી સાબુ, અત્તર બને છે. આ સિવાય તેના ઘણા ફાયદાઓ છે.ખસખસના પ્રકાર : નીલા ખસખસ – આ ખસખસને યુરોપીય ખસખસ પણ કહેવાય છે. કારણ કે તે વધુ પડતા સ્વીટ ચોકલેટ જોવા મળે છે.
સફેદ ખસખસ – આને ભારતીય અથવા એશીયાઇ ખસખસ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વ્યંજનોમાં વધુ કરવામાં આવે છે. જે આપણા ગુજરાતમાં ચુરમાના લાડુ બનાવામાં પણ ઉપયોગમાં લેવાય છે.
ઓરીએન્ટલ ખસખસ – આને ઓપિયમ પોપી પણ કહે છે. જેનાથી અફીણનું ઉત્પાદન કરવામાં આવે છે.
ખસખસના ફાયદાઓ : ખુબ જ વધુ પ્યાસ લાગવા પર 2 થી 4 ગ્રામ ખસખસની જડને મખનાની સાથે પીસીને પીવો. તેનાથી વધુ તરસ લાગવાની પરેશાની દુર થઈ જશે.
જો તમને વધુ પરસેવો આવે છે તો ખસખસની જડનું ઝીણું ચૂર્ણ બનાવી લો. તેને શરીર પર લેપ કરો. તેનાથી વધુ પરસેવાની તકલીફ દુર થઈ જશે.
જો તમને પેટમાં દુઃખાવાની સમસ્યા છે તો ખસખસને ચાની સાથે મિક્સ કરીને પીવો. તેનાથી પેટનો દુઃખાવો દુર થઈ જશે.
જો તમને સોજાની તકલીફ છે તો તેમાં ખસખસ ઘણો આરામ આપે છે. 10 થી 40 મિલી માત્રામાં સેવન કરો. તેનાથી સોજા ઓછા થઈ જશે.
અનિંદ્રાની સમસ્યા પણ ખસખસથી દુર કરી શકાય છે.
ઉલટી રોકવા માટે બરાબર માત્રામાં મૃંગ, પીપળીમૂળ, ખસખસ અને ધાણાનું ચૂર્ણ બનાવી લો. તેને 6 ગણા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે ગાળીને પીવાથી પિત્તના કારણે થતી ઉલટી બંધ થઈ જશે.3 થી 6 ગ્રામ ખસખસના ચૂર્ણમાં મધ મિક્સ કરીને ચોખાના ઓસામણ સાથે પીવો. તેનાથી પિત્તને કારણે થતી ઉલટી અને વધુ પડતી તરસની પરેશાની દુર થઈ જશે.
પેટના કીટાણું ખતમ કરવા માટે ખસખસ ઉપયોગી છે. આ માટે 10 થી 40 મિલી ખસખસનું સેવન કરો.
કૃષ્ટ રોગમાં પણ ખસખસનો પ્રયોગ લાભ આપે છે. તમારે 10 થી 40 મિલીની માત્રામાં ખસખસની જડનું સેવન કરો.
પેશાબ ઓછો આવવા પર 2 થી 4 ગ્રામ ખસખસની જડના ચૂર્ણમાં 5 ગ્રામ મિશ્રી નાખીને તેનું સેવન કરો. તેનાથી પેશાબ છૂટથી આવે છે. તે મૂત્રના અન્ય વિકારમાં પણ લાભ આપે છે. આ રીતે જ ખસખસની જડ, ઈર્ખની જડ, કૃશની જડ, અને રક્તચંદનને મિક્સ કરીને ઉકાળો બનાવી લો. તેને 10 થી 30 મિલીની માત્રામાં પીવાથી મૂત્ર રોગ, પેશાબની તકલીફ અને પેશાબમા જલન જેવી સમસ્યા દુર થાય છે.
બવાસીરનો ઈલાજ કરવા માટે 10 થી 40 મિલી ખસખસનું સેવન કરો. તેનાથી બવાસીરમાં આરામ મળે છે.
ચેચકને ઠીક કરવા માટે ખસખસનું ચૂર્ણ બનાવી લો. તેને શરીર પર લેપ કરવાથી ચેચકની બીમારીમાં આરામ મળે છે.તાવમાં લાભ મેળવવા માટે નાગરમોથા, પિત્તપાપડા, ઉશીર, લાલચંદન, સુગંધબાલા, તથા સુંઠ બરાબર માત્રામાં લો. તેનો ઉકાળો બનાવો. તેને ઠંડુ કરીને 20 થી 40 મિલી માત્રામાં સેવન કરો. તેનાથી તાવની સમસ્યા દુર થઈ જાય છે. ખસખસના પંચાંગનો ઉકાળો બનાવીને નાસ લેવાથી તાવમાં રાહત થાય છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે 10 થી 40 મિલી ખસખસની જડનું સેવન કરો. તેનાથી લાભ થાય છે.
શરીર પર જલનની પરેશાની છે તો ખસખસની જડને પીસીને શરીર પર લગાવવાથી જલન દુર થઈ જાય છે.
આ રીતે લાલચંદન, ચંદન, ખસખસ અને પદ્માકનો ઉકાળો બનાવો. તેને ઠંડા પાણીમાં મિક્સ કરો. આ પાણીથી સ્નાન કરવાથી શરીરને ઠંડક થાય છે.
ઘણા લોકોને એનેમિયાની તકલીફ હોય છે. તેમાં 10 થી 40 મિલી ખસખસનું સેવન કરો. તેનાથી લોહીની કમી દુર થાય છે.
ખસખસ અને અખરોટના ફાયદાઓ : મોઢાના ચાંદા, પાચનતંત્ર, દમ, અસ્થમામાં ખુબ જ લાભકારી છે.
ખસખસ અને અખરોટ ખાવાથી મહિલાઓની ગર્ભાવસ્થામાં ફાયદો થાય છે. કારણ કે તેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે.
આ બંને મગજની નસ ખોલી દે છે.
બે ત્રણ ચમચી ખસખસને 3 કલાક પાણીમાં પલાળીને રાખો. તેની સાથે એક અખરોટ પણ પલાળી દો. પછી તેને લીંબુના રસ સાથે પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને ખંજવાળ વાળી જગ્યાએ લગાવો. જેનાથી ખંજવાળમાં લાભ થાય છે.
વાળાના વિકાસમાં પણ ખુબ જ ફાયદાકારક છે.ખસખસ અને દુધના ફાયદાઓ : આ તમારા શરીરની સાથે મગજ માટે પણ ખુબ લાભકારી છે. આ તમને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં પણ લાભ કરે છે અને મગજની ક્ષમતામાં વધારો થાય છે.
તેમાં ઓમેગા 6 ફેટી એસિડ પણ હોય છે જેનાથી શરીર મજબુત થાય છે અને વજન પણ કંટ્રોલ પણ રહે છે.
શરદીમાં થતી કબજિયાતની સમસ્યા માટે ખસખસ બદામનું દૂધ ખુબ જ સારો ઉપાય છે. તેનાથી પાચનતંત્ર સારું થાય છે.
બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક સારો અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તેમાં રહેલ પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
OH, dont worry, DG have made no printable version so you read and forget. Do not tell anyone.!!!