યોગનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તેના નિયમો અને તેને સાવધાનીથી કરવામાં આવે. નિયમો અનુસાર કરવામાં આવે તો તેનો લાભ થાય છે, બાકી વ્યર્થ પણ જાય છે. આમ તો યોગાસનને ખાલી પેટે અથવા તો સવારે કરવાની સલાહ આપવામાં આવે છે.
પરંતુ એક આસન એવું છે જેને તમે જમીને તરત જ કરી શકો છો. એ આસનનું નામ છે વજ્રાસન. મિત્રો એટલું જ નહીં, જો તમે જમ્યા પછી વજ્રાસનનો અભ્યાસ કરો છો તો તેનાથી ભોજન પચાવવામાં પણ સહેલાઈ થાય છે. તો ચાલો જાણીએ વજ્રાસન કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.વજ્રાસન કરવાની રીત : વ્રજાસાન કરવા માટે તમે જમીન પર ગોઠણ વાળીને બેસી જાવ. આ દરમિયાન બંને પગના અંગૂઠાને સાથે મેળવો અને એડીને અલગ રાખો. હવે તમારા નિતંબને એડી સાથે જોડો. સાથે જ તમારી હથેળીને ઘૂંટણ પર રાખી દો.
આ દરમિયાન તમારી પીઠ અને માથાને સીધા રાખો. ધ્યાન રાખો કે આ દરમિયાન તમારા બંને ગોઠણ એકબીજાથી મળેલા હોવા જોઈએ. હવે તમારી આંખો બંધ કરી લો અને સામાન્ય રીતે શ્વાસ લેતા રહો. આ અવસ્થામાં જેટલું રહી શકો તેટલો બેસવાનો પ્રયાસ કરતાં રહો.વજ્રાસનના કેટલાક ફાયદાઓ : વ્રજાસન પાચનતંત્ર માટે કોઈ રામબાણથી ઓછું નથી. જે લોકો આ આસનને રોજ કરે છે તેને પાચન સંબંધી સમસ્યા જેવી કે, કબજિયાત, એસિડિટી અને અલ્સર વગેરે જેવી સમસ્યા રહેતી નથી. આ સિવાય આ આસનના અભ્યાસ દરમિયાન વ્યક્તિનું પૂરું શરીર પીઠના બળ પર હોય છે, જેનાથી વ્યક્તિની પીઠ મજબૂત થાય છે અને તેથી પીઠના નીચના ભાગની સમસ્યા અને સાયટીકાની સમસ્યાથી રાહત મળે છે.
સામાન્ય રીતે લોકો પદ્માસનમાં બેસીને ધ્યાન કરે છે, પરતું મહિલાઓને આ આસનથી વધારે ફાયદો થાય છે. સૌથી પહેલા તો માસિક દરમિયાન થતો દુઃખાવો અને એઠનને ઓછું કરે છે અને જો કોઈ મહિલા ગર્ભવતી છે તો તેને પ્રસવ દરમિયાન પીડા ઓછી થાય છે.કેટલીક સાવચેતી રાખો : આમ તો વ્રજાસનનો અભ્યાસ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કરી શકે છે. પરંતુ તેમ છતાં પણ તેનો અભ્યાસ કરતાં સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો તમારી શરીરની મુદ્રા પર ધ્યાન આપો.
આ સિવાય જો તમારા ગોઠણમાં કોઈ સમસ્યા છે અથવા તો હાલ કોઈ સર્જરી કરાવી છે, તો આ આસન ન કરો અને જો કરોડરજ્જૂ, હર્નિયા, આંતરડામાં અલ્સર હોય તો પણ નિષ્ણાંતની દેખરેખ વિના આ આસનનો પ્રયોગ ન કરવો જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી