મિત્રો આપણે જાણીએ છીએ કે, દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકાક અને ગુણકારી હોય છે. જેમાં દરેક સિઝનના અલગ અલગ ફળ હોય છે, શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં અલગ અલગ ફળ આવે છે માર્કેટમાં. જેના સેવનથી આપણને અસંખ્ય લાભ થાય છે. જેમાં ઉનાળાની ઋતુમાં આપણે મોટાભાગે કેરી, તરબૂચ, સક્કરટેટી જેવા મોસમી ફળોનું સેવન કરીએ છીએ. જે આપણને અંદરથી ઠંડક આપે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે, બીલીનું ફળ ખુબ જ ઓછા લોકો ખાતા હોય છે. બીલીના ફળને બિલા પણ કહેવામાં આવે છે. આજના સમયમાં ઘણા લોકો આ ફળથી અજાણ હશે. બીલીના ફળના ઉપયોગથી આપણા શરીરની અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. આપણા શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેમાં આવતાં બીલીપત્ર ભગવાન શિવજીને અતિપ્રિય હોય છે.તેમાં આવતું ફળ શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. બીલીનું ફળ આપણા શરીરને ગરમીથી બચાવવાનું કામ ખુબ જ સારી રીતે કરે છે. ઘણા લોકો ઉનાળાની ઋતુમાં બીલાનું શરબત બનાવીને પીવે છે. કેમ કે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પ્રોટીન અને આયર્ન જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે.
બીલાનું શરબત પીવાના ફાયદા:- જો વારંવાર ગેસ, કબજિયાતની સમસ્યા, હરસ-મસામાં લોહી, પેટમાં ભારેપણું જેવી પેટની સમસ્યાઓ થતી હોય, તો તેના માટે બીલાનું શરબત અત્યંત લાભદાયક રહે છે. બીલાનું શરબત આપણા શરીરમાં રહેલી ગરમીને શાંત કરે છે અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે. અડધી ચમચી બિલાનું ચૂર્ણ પાણી સાથે મેળવીને દિવસમાં બે વાર પીવાથી ઝાડાની સમસ્યામાં ફક્ત 2 થી 3 કલાકમાં જ મટી જશે છે.બિલાનું ચૂર્ણ બનાવવાની રીત:- બિલાનું ચૂર્ણ બનાવવા માટે તાજા બીલીના ફળ માંથી તેના પલ્પને કાઢીને સૂકવી લો, ત્યાર બાદ તેનો પાવડર બનાવી લો. હવે જ્યારે જરૂરિયાત પડે ત્યારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આ પાવડર અને સ્વાદ મુજબ સાકર અથવા મધ મિક્સ કરીને પીવું. બિલાનું શરબત વાત્ત-પિત્ત અને કફને સંતુલિત કરી તેનાથી થતા 300 થી વધુ અસાધ્ય રોગો મટાડી શકે છે. તેથી ઓછામાં ઓછું 15 દિવસે એકવાર બિલાના શરબતનું સેવન કરવું હિતાવહ ગણાય છે. વધુ સેવન કરવાથી કબજિયાત પણ થઈ શકે છે.
મિત્રો બિલાના ફળમાં અનેક એવા તત્વો ઉપલબ્ધ હોય છે, જે આપણા લોહીને શુદ્ધ કરી નાખે છે. તેમજ લોહીમાં કોઈપણ પ્રકારનો વિકાર થયો હોય તો, બિલાનું જ્યુસ પીવાથી એ પણ મટી જાય છે, તેમજ ચામડીના રોગમાં પણ બીલાનું શરબત રામબાણ ઈલાજ માનવામાં આવે છે.બીલાના પાવડર ઉપરાંત જો તેનું શરબત બનાવવાની બીજી રીત જોઈએ તો, તાજા બીલીના ફળમાંથી ગર્ભનો ભાગ કાઢીને આખી રાત સુધી પાણીમાં પલાળી રાખવાનો. સવારે તેને બરોબર ક્રશ કરી નાખવાનો. ત્યાર બાદ એ પલ્પ તમે ખાઈ શકો છો અથવા તો પાણીમાં મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.
કિડનીને લગતી દરેક સમસ્યા દૂર કરવા માટે અડધી ચમચી બીલીના પાંદડાના ચૂર્ણને પાણી સાથે મેળવીને સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. બીલીના ફળમાં એન્ટી ફંગલ, એન્ટી બેકટેરીયલ, ગુણો હોય છે. સાથે સાથે તેમાં બીટા કેરોટીન નામનું તત્વ પણ મળી આવે છે. જે લીવરને કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવે છે.વિટામીન C ની ઉણપને કારણે સ્કર્વી રોગ થાય છે. આ રોગમાં પેઢામાંથી લોહી નીકળે છે અને શરીર પર ચકામા થઈ જાય છે. બીલીના ફળમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે આ બધી કમિઓને દૂર કરવામાં અસરકારક છે અને ઇમ્યુનિટી પણ વધારે છે. અડધી અથવા એક ચમચી “બેલગીરી ચૂર્ણ” ને પાણી સાથે મેળવીને પીવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
કોઈ વ્યક્તિ વજન ઓછું કરવા ઈચ્છતું હોય તો તેના માટે બીલાનું શરબત પીવું ફાયદાકારક છે. બીલામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેને પીધા પછી શરીરને ઘણી રાહત મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઉનાળાની ઋતુમાં ઘણીવાર લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, બીલાનું શરબત પીવું ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.
જો કોઈ વ્યક્તિને હાઈ બીપીની સમસ્યા હોય કે કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો તેમના માટે બીલાનું શરબત ખુબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બીલાનું શરબત લાભદાયક છે. તેમાં રેચક પદાર્થો હોય છે, જે લોહીમાં શુગરનાં સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી